Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૨ ] સેલંકી કાલ
[પ્ર. વિશ્વેશ્વરરાશિ
ભીમદેવ ૨ જના વેરાવળના શિલાલેખમાં વિશ્વેશ્વરરાશિ નામે એક તપે નિધિનો ઉલ્લેખ આવે છે.૧૨ તેઓ શિવને અંશ ગણાતા. એમનાથના મંદિરના સંરક્ષણમાં એમણે ખાસ ફાળો આપ્યો હતો. તેઓ ગંઠ ભાવબૃહસ્પતિની પુત્રી પ્રતાપદેવીને પરણ્યા હતા.
રાજા કુમારપાલના અનુગામી અજયપાલની વિનંતીથી વિશ્વેશ્વરરાશિએ શ્રી તેમની સ્થિતિ ઉદ્ધારી ત્યારે એ રાજાએ એમને ગંડના પદ પર સ્થાપિત કર્યા. અજયપાલની જેમ મૂલરાજ ૨ જે પણ એમની પૂજા કરતો હતો.
ભીમદેવ ૨ જાના સમયમાં જગદેવ નામે કોઈ પુરુષ પાસે વિશ્વેશ્વરાશિએ સોમનાથને મેઘનાદ નામે પ્રાસાદ કરાવ્યો હોવાનું આ શિલાલેખની ખંડિત પંક્તિ ઓ પરથી માલૂમ પડે છે ૧૩ દુર્વાસુ
ભીમદેવ ૨ જાના સમયમાં (વિ. સં. ૧૨૬૬)માં વામનસ્થલી (વંથળી)ના સોમનાથદેવના સ્થાનાધિપતિ શ્રી દુર્વાસુ નામે હતા.૪ વિમલશિવ મુનિ
વિ. સં. ૧૨૭૩(ઈ. સ. ૧૨૧૭-૧૮)ના સોમનાથ શિલાલેખમાં શ્રીધરની પ્રશસ્તિનો મુખ્ય વિષય પૂરો થતાં અંતિમ શ્વકોમાં વિમલશિવ મુનિને, પ્રશસ્તિના ક્તને અને નવાં બંધાયેલાં મંદિરોના શિલ્પીને પરિચય આપવામાં આવ્યો છે.૧૫ પૂર્વાપર સંબંધ પરથી વિમલશિવ મુનિ ભીમદેવ ૨ જાના સમયમાં થયેલા શ્રીધરના સમકાલીન હોવાનું તથા પ્રાયઃ સોમનાથ તીર્થના એ સમયના સ્થાનાધિપતિ હોવાનું સૂચિત થાય છે. ગડ વીરભદ્ર
વીરભદ્ર સોમનાથ દેવપટ્ટનના પરમ પાશુપતાચાર્ય ગંડ હતા.
ગંડ શ્રી વીરભદ્દે નાનાકને મંગલ ગામની ઊપજનો સાતમો ભાગ અર્પણ કર્યો હતો એવું નાનાક-પ્રશસ્તિમાં જણાવ્યું છે. ૧૭
ગંડથી પર વીરભદ્રને ઉમાદેવી નામે પુત્રી હતી, જેનું લગ્ન ગંડકી પર બૃહસ્પતિ સાથે થયું હતું. ૧૮
ગંડથી વીરભદ્રની સાથે વિદ્યારાશિ અને કારરાશિ એ બે પાશુપતા ચાર્યોનાં નામ પણ આપેલાં છે. ૧૯ એમના સંબંધમાં ચંદ્રશ્વર, વૈદ્યનાથ, કકેશ્વર, અને કશ્વરીદેવી એ દેવતાઓનાં મંદિરોને પણ ઉલ્લેખ આવે છે.૨૦ વળી એક મઠ પણ બંધાવ્યો હતો.