Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ બ પર ચારે બાજુએ નિર્ગમ પામતા સ્વસ્તિકાકાર ગિરાવટીના દાનીય ભાગમાં ગ્રા મુખમાંથી નિષ્પન્ન થતી ઊમિલ, અધમુખી તમાલપત્રપતિ વગેરે કેરલાં છે. એના ઉપરની દાંતાળી પદિકાના મથાળે ચંદ્રાચાલાકારની ટેકરીઓનાં સુશેખન છે.
આના ઉપર શૃંગારચોકીને દિતલપાટ અને એના ઉપર દંડછાવ, દાંતા તથા ટેકરીઓથી વિભૂષિત કેવાલનો થર અને એના ઉપર બીજા મજલાના આસનપટ્ટના કક્ષાસનની વેદિકાને ભાગ છે. પાટના દિતલ થરમાં ઊર્મિવેલનાં સુશોભન છે તથા વેદિકાના નિગમિત ભાગમાં બેઠેલ તથા ભેલ અવસ્થામાં દેવ-દેવીઓનાં તથા નૃત્યાંગનાઓનાં કે પરિચારિકાઓનાં શિ૯૫ કતરેલાં છે. બીજા મજલાના આસનપટ્ટ પર વાનસ્તંભ આવેલા છે. આ સ્તંભ નીચલા છેડે અષ્ટકોણકાર અને ઉપરના છેડે વૃત્તાકાર છે. અષ્ટભકી ભાગમાં સૌથી ઉપર ઊર્વ ચંપાપત્ર કોતરેલાં છે. એના પર નિર્ગમિત હરિગ્રહણયુક્ત નરથર છે. હીરપ્રહણુક પર ઉપરની શિરાવટીના નિર્ગમિત છેડાને ટેક્વતી કાલભંજિકાઓનાં શિપ છે. વૃત્તાકાર સ્તંભ-ભાગે નરથર પર રત્નપટ્ટ અને ગ્રાસપદીની રચના છે અને એના પરની પલ્લવપંક્તિથી મંડિત વૃત્તાકાર ભરણીના મથાળે સિરાવટીની રચના છે, જે તિરણીની દષ્ટિએ નીચેની શિરાવટીની સાથે સામ્ય ધરાવે છે બીજા મજલાનો પાટ જળવાઈ રહ્યો છે. એમાં નીચેની પદિકામાં ગ્રાસમુખમાંથી નિષ્પન્ન થતી ઊર્મિવેલ અને ઉપરની પદ્રિકામાં ત્રિકોણાત્મક તોરણવાળા અંકિત કરેલી છે. રુદ્રમહાલયના સ્તંભ પરના પાટનું કોતરકામ ઘણું ઉત્કૃષ્ટ કેટિનું હતું. એને જળવાઈ રહેલ પાટ મુખ્યત્વે વિવિધ પ્રકારની રૂપપટ્ટીઓથી શેભતો હતો. એમાં સૌથી નીચેની પદિકામાં મધ્યમાં આવેલ પ્રાસમુખમાંથી નિઝન થતી મિલનાં વિવિધ આવર્તન આલિખિત થાય છે. એના ઉપરની ત્રિદલ પુષ્પલતાની પટ્ટિકાની મધ્યમાં કિનારયુગલ કતરેલ છે. એના ઉપરની પહોળી ગવાક્ષમંડિત પટ્ટિકામાં લલિતાસનમાં બેઠેલ દેવદેવીઓનાં અને પરિચારકોનાં શિલ્પ છે અને એની ઉપર એવી જ પહોળી પદિકામાં કુડચલવેલની ભાતની મધ્યમાં મિથુન-શિલ્પ કતરેલું છે તથા એના ઉપર અધોમુખી પલ્લવોને ગ્રાસમુખથી વિભૂષિત પદિકાવાળું દંડછાઘ આવેલું છે. પાટમાંનાં વિવિધ રૂપાંકોને ખ્યાલ આપતા કેટલાક શિક પખંડ જળવાયા છે. એમાંની એક શિ૯૫૫દિકામાં એક બાજુએ ગાનવાદનનૃત્યરત લેકવૃંદ પાલખીમાં કઈક અધિકારીને લઈ ને જતું દર્શાવ્યું છે, બીજી બાજુએ હૃદયુદ્ધનું દશ્ય અને નૃત્યાંગનાઓની વિવિધ મુદ્રાઓ આલિખિત કરી છે. બીજી પદિકામાં મધ્યમાં આવેલી ભદ્રપીઠ