Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૬ ]. સોલંકી કાલ
[ પ્ર. મૂર્તિશિમાં નજરે પડે છે. એમાં સપરિકર તીર્થકર-મૂર્તિઓ, ચતુર્વિશતિજિનપટ્ટ, સમવસરણ, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ વગેરેનાં શિલ્પ છે. ૨૮૯ મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખ સ્થાપિત કરેલ છે. અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિયુદ્ધ, આદ્રકુમાર-હસ્તિપ્રતિ બોધક દશ્ય, પંચકલ્યાણક દશ્ય, નેમિનાથ ચરિત્રદશ્ય, કાલીયમર્દન, નૃસિંહ, મેઘરથ રાજા, તીર્થંકર શાંતિનાથના પૂર્વ ભવનાં પંચકલ્યાણક છે. ૨૯૦ વળી સરસ્વતીની અને લક્ષ્મીની વિવિધ અવસ્થાની મૂર્તિઓ, ૨૯૧ ષોડશ વિદ્યાદેવી, છપાદિક કુમારિકાઓએ કરેલ ભગવાનનો જલાભિષેક વગેરે કતરેલાં છે. ૨૨
મંદિરના સ્તંભ પ્રમાણ, આકૃતિ, અલંકાર-વિન્યાસ અને કંડારકામની દૃષ્ટિએ ઘણું પ્રશસ્ય છે. એમાં રંગમંડપના સ્તંભ મિશ્રઘાટના છે. કુંભીને ભાગ ભદ્રિક પ્રકાર છે. એના ઉપરના ભદ્રિકા ઘાટના સ્તંભવિભાગમાં વિવિધ અંગભંગી વ્યક્ત કરતાં દેવદેવીઓનાં ચાર શિલ્પ કતરેલાં છે. એ પરની અષ્ટભદ્રી પટ્ટિકામાં લલિતાસનમાં બેઠેલ કે ઊભેલ દેવદેવીઓનાં શિલ્પ, એની ઉપરની વૃત્તાકાર પદિકામાં નરચર, હીરાપટ્ટી, રતનપટ્ટી અને સૌથી ઉપરના છેડે કીતિ મેખલા આવેલી છે સ્તંભ ઉપર શિરાવટી, ઉછાલક અને ભરણું તથા પુનઃ શિરાવટીની રચના છે. સ્તંભ-અંતરાલ વચ્ચે વિવિધ ઘાટની વંદનમાલિકા કમાન)ની રચના છે.
મંદિરની છતમાં વિવિધ પ્રકારનાં વિતાનોની રચના ઘણી નયનરમ્ય અને ચિત્તાર્કષક છે. સમતલ વિતાનોમાં નૃસિંહ, વિદ્યાદેવી, વજશૃંખલા, વિદ્યાદેવીઓને ચતુર્વ્યૂહ, ઊમિલાની રચના વગેરે જોવામાં આવે છે૨૯૩ એનાં કટકોનું આકાર-સૌષ્ઠવ ઘણી ઊંચી કોટિનું છે.
વિમલવસહીની હસ્તિશાલાનાં પશ્ચિમ તરફના મુખ્ય પ્રવેશના બારણામાં પેસતાં એક મોટા અશ્વ પર મંત્રી વિમલશાહ બેઠેલ છે. એના મસ્તક ઉપર એક પુરુષ છત્ર ધરીને ઊભો છે. એની પાછળનું સમવસરણ સં. ૧૨૧૨ ની કૃતિ હેવાનું એની પાટલીના લેખ પરથી સમજાય છે. હસ્તિશાલાના એક ખૂણામાં શ્રી લક્ષ્મીદેવીની મૂર્તિ છે હસ્તિશાલામાં ત્રણ પતિઓમાં આરસના સુંદર કારીગરીવાળા ૧૦ હાથી છે. એ દરેકના ઉપરની પાલખીની પછવાડે બબ્બે ઊભી મૂતિ છત્રધર અથવા ચામરધરની હતી તે બધી ખંડિત થઈ ગઈ છે. આ હાથીઓ પર સવારી કરનાર પુરુષ વિમલના કુટુંબી જનો હોય એમ જણાય છે. ૨૪
આમ સમગ્રતયા આ મંદિર રચનાવિધાન અને શિલ્પભવ બંને દૃષ્ટિએ ઘણી ઉત્કૃષ્ટ કોટિનું છે.