Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ મું] ચિત્રકલા
૯િ મોહરાજપરાજય' નાટકમાં એના રચનાર મેઢ વૈરય કવિ યસપાલે (સં. ૧૨૮૬-૮૭) રાજધાનીના ધનસમૃદ્ધ વણિકના આવાસની ભીંતે ભગવાન જિનના જીવનપ્રસંગેનાં આલેખનેથી સુશોભિત હતી એમ વર્ણવ્યું છે.'
પ્રાસાદ તથા ચિત્યનાં ભિત્તિચિત્રોનું એક રેચક વર્ણન મુનિ રામચંદ્રગણિએ “કુમારવિહારશતકમાં ગુર્જરેશ્વર કુમારપાલે નિર્માણ કરાવેલા એક જૈન ગૌત્યના સંદર્ભમાં કર્યું છે: “ચિત્રશાળાઓની ભીતિ એવી રમ્ય અને દર્પણ જેવી બની છે કે એક તરફ બનેલું ચિત્ર, સામેની ભીંત ઉપર પ્રતિબિંબિત થાય છે.!”
ગુજરાતની લઘુચિત્રકલા
ભારતના મધ્યકાલીન ઈતિહાસમાં ગુજરાતનું સ્થાન અનુપમ હતું. એ વખતે એને ભાગ્યવિધાતાઓ ગુર્જર સોલંકી અને વાઘેલા નરેશે તેમજ જૈન મુત્સદ્દીઓ હતા. એમણે સાહિત્ય ઉપરાંત સ્થાપત્ય, ચિત્ર અને મૂર્તિવિધાન જેવી અનેક કલાઓને આદર કરી એ કાલને ઈતિહાસમાં ગૌરવવંતે બનાવ્યો છે. એ કાલના માનવીઓ જે કેવળ રાજે જીતવામાં, યુદ્ધો લડવામાં ને વહેમ-કુસંપમાં જ જીવન ગાળતા હતા તે આવું પ્રફુલ્લ કલાસર્જન એમને હાથે થવું અશક્ય જ હોત.એ વચલા ગાળામાં પ્રજાએ કેવી નિરાંત, શાંતિ અને સુખ-સંસ્કાર ભરેલી જિંદગી માણી છે એને ખ્યાલ તાડપત્ર, કાપડપત્રો, કાપડપટ અને કાગળની થિીઓમાંની આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને સૌરભભરી કલાસામગ્રીને થાળ જોતાં આવે છે. તાડપત્ર પરની ચિત્રકલા ગુજરાતમાં સેલંકી કાલના ઉદયની સાથે વિકસી જણાય છે. સિદ્ધરાજના રાજ્યકાલની શરૂમાં જ સં. ૧૧૫૭(ઈ. સ. ૧૧૦૦)માં ગુજરાતના પ્રાચીન બંદર ભૃગુકચ્છમાં લખાયેલી “નિશીથચૂણી”ની પ્રત ગુજરાતી સચિત્ર તાડપત્રને પ્રાચીનતમ નમૂનો છે.
ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી “જ્ઞાતા અને બીજાં ત્રણ અંગસૂત્ર'ની ઢીકાવાળી પ્રતમાં મહાવીર સ્વામી અને સરસ્વતીનાં ચિત્ર આલેખાયાં છે, જે પ્રત વિ. સં. ૧૧૮૪(ઈ. સ. ૧૧૨૭)ની છે. ખંભાતના એ ભંડારમાંની વિ. સં. ૧૨૦૦ની પ્રતમાં ત્રણ વ્યક્તિઓ ચીતરેલી છે, જે પ્રાયઃ શ્રી હેમચંદ્રસૂરિ, એમના શિષ્ય મહેદ્રસુરિ અને રાજા કુમારપાલ છે. છાણીના જૈન ગ્રંથભંડારમાંની એવ-નિયુક્તિ અને બીજા છ ગ્રંથની વિ. સં. ૧૨૧૮ ની પ્રતમાં સેમ, વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, કપર્દીિ અને બ્રહ્મશાંતિ યક્ષનાં ચિત્ર