Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[*િ
૫૪]
સોલંકી મલ ગુજરાત-માળવાના વૈરનું મૂળ
બાર વર્ષ રાજ્ય કરી, દુર્લભરાજ પુત્ર ભીમને ગાદીએ બેસાડી સં. ૧૦૭૮ ના જેઠ સુદ ૧૫ ને મંગળવારે, અશ્વિની નક્ષત્ર મકરલગ્ન, તીર્થયાત્રા માટે વારાણસી તરફ ચાલ્યો. માર્ગમાં માળવામાં મુંજરાજે એને રાજચિહ્નો ઉતારી કાર્પેટિકના વેશે આગળ વધવાનું અગર તે યુદ્ધ કરવાનું આવાન આપ્યું. ભીમને આ વૃત્તાંત જણાવી પોતે કાપડીના વેશે વારાણસી ગયા અને ત્યાં જ અવસાન પામ્યો. ત્યારથી ગુજરાતને માળવા સાથે વેર બંધાયું. ૪૯ દામ(ડામર)નું ચાતુર્ય
ગુજરાતમાં દુકાળ હતું, એમાં ભજની આક્રમણની તૈયારીના સમાચાર આવતાં ભીમદેવે દામને ૫૦ સાંધિવિગ્રહિક તરીકે મોકલ્યો. એણે “સમસ્તરાજવિડમ્બન નાટક ભજવતાં એમાં આવતા તૈલિપે મુંજરાજની જે વલે કરેલી તેનું સ્મરણ કરાવી ભોજને એ તરફ વા.૫૧
મોટા સૈન્ય સાથે આવતા તૈલિપના ખબરથી વ્યાકુળ ભોજને પાછળથી ભીમ પણ આવે છે એવા સમાચાર આપી ગભરાવી ભીમને એ વર્ષે આવતે રેકવા એક હાથી અને હાથિયું એણે પાટણ મોકલાવ્યાં.૫૨
વળી ૪૦૦૦ ઘોડા, ૪ જાય હાથી અને નવ લાખ સોનામહોરે પણ ભેટ મોકલાવી.૫૩
એક વખત ભીમે દામર દ્વારા સોનાની ડબ્બી ભોજને ભેટ મોલી તેમાંથી રાખ નીકળતાં ખિજાયેલા ભેજને દામને સમજાવ્યું કે એ કટિહેમની પવિત્ર રક્ષા હતી.
વળી એક વખત “આને શીધ્ર મારી નાખજો” એવું લખેલ મુદ્દામુદ્રિત પત્ર લઈ મોકલ્યો, તે દામર કહે કે જ્યાં પિતાનું લેહી પડે ત્યાં બાર વર્ષ દુકાળ પડે એમ હોવાથી પિતાને મૃત્યુ માટે ત્યાં મોકલેલ.૫૩
એક વખત નીતરતા વાળવાળા ભેજે પૂછયું : “ભીમડો નાપિત શું કરે છે ” દામર કહેઃ “અશ્વપતિ, ગજપતિ અને નરપતિ એ ત્રણેનાં માથાં ભદ્રિત (મુંડિત) કર્યા છે; ચેથાનું માથું ભીનું કરતે અસ્ત્રો ચલાવી રહ્યો છે.”૫૪