Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૮
ચિત્રકલા ભારતીય ચિત્રના પ્રકારમાં ભિત્તિચિત્ર, ચિત્રપટ. ચિત્રફલક અને ગ્રંથસ્થ લઘુચિત્ર મુખ્ય છે. ઉપલબ્ધ ઉલ્લેખો
અજંતા, બાઘ, સિત્તનવાસલ તાંજોર, કાંચી, તથા ઇલેરાનાં મંદિરમાં અનેક ભિત્તિચિત્રો આજે પણ મોજૂદ છે. પરંતુ રાજદરબારેમાં જે નાના મોટા ચિત્રપટો બનાવાતા હતા અને જેનું સુંદર વર્ણન સંસ્કૃત નાટ્યસાહિત્યમાંથી મળે છે, તેના કેઈ પ્રાચીન નમૂના ચૌદમી શતાબ્દી પહેલાં માન્યા નથી. | ગુપ્તત્તરકાલીન ગણાતા “ચતુર્માણ નામના ભાણસંગ્રહમાં કવિ શ્યામિલકના પાદતાડિતક’ ભાણ માં, મહી નદીના દક્ષિણ તટથી શરૂ થતા લાટના ચિત્રકારની શિપમાં તથા ચિત્રકલામાં રહેલી પ્રવીણતા સંબંધી, વિદૂષકને મુખે કંઈક માર્મિક કટાક્ષરૂપે થયેલા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ચિત્રકારોને ભિત્તિચિત્રકલા માટે અદમ્ય શાખ વર્ણવતાં વિટ કહે છે કે “જ્યાં ત્યાં રંગનાં ઇંડાં અને રંગવા માટેના કૂચડ હાથમાં લઈને, ઘૂમતા, અને લોકોની ભી તેને રંગી નાખતા એવા આ કારીગરે દેખાતા હતા.”૧ લાટના આવા ભિત્તિચિત્રકારની આ પ્રહસનમાં ઠેકડી ઉડાવી છે. છતાં ગમે તેમ, લાટાન્તર્ગત ગુર્જર પ્રજા આ સમયમાં ભિત્તિચિત્રકલાથી સુજ્ઞાત હતી એટલે એમાંથી સ્પષ્ટ ફલિત થાય છે. વળી આ પરથી લાટના આ ચિત્રકારો દક્ષિણમાંના અજ તા અને ઇલેરાનાં ભિત્તિચિત્રો દોરનારાઓના જ વંશજો હોય એવા અનુમાનને અવકાશ છે.
કાશ્મીરી કવિ બિહણે “કર્ણસુંદરી” નાટિકામાં અણહિલવાડ પાટણના રાજા કર્ણદેવે (ઈ.સ. ૧૦૫૪-૧૦૯૪) કર્ણસુંદરીનું ભિત્તિચિત્ર જોયાનું વર્ણવ્યું છે. હેમચંદ્રાચાર્યે દયાશ્રયમાં કર્ણદેવે ચિત્રપટમાં કર્ણાટકની મયણલ્લાનું ચિત્રજ પહેલાં જોયું હતું, અને તે ઉપરથી તેમનું લગ્ન નક્કી થયું હતું એવું બતાવ્યું છે કે
શ્રી હેમચંદ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં સ્થૂલિભદ્ર અને કેશા ગણિકાના સંદર્ભમાં કેષાનું શયનમંદિર વર્ણવતાં, એ વિશિષ્ટ ખંડની ભીંતે ઉપર કામશાસ્ત્રપ્રેરિત એવાં શૃંગારોચિત ચિત્ર આલેખાયેલાં હતાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.