Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પw]
[પરિ પ્રસિદ્ધ થયેલી અડાલજની વાવથી વિખ્યાત અડાલજ ગામમાં અદાલજા નામની રાક્ષસીને વચેશ્વરી દેવીએ નાશ કર્યો હોવાથી એ ગામનું નામ “અટ્ટાલજ પડવું એવો નિર્દેશ છે. ૨૨ એવી જ રીતે ગય નામના રાક્ષસને નાશ ગાયત્રાડદેવીએ જે સ્થળે કર્યો ત્યાં વસેલા ગામનું નામ “ગયત્રાડ કે ગત્રાડ' પડયું હતું એમ પુરાણકારે સૂચવ્યું છે.૨૩ સ્થલનામના ઇતિહાસ માટે આવા ઉલેખ ઉપયુક્ત મનાય. ગાયત્રાડા દેવી મોઢ બ્રાહ્મણોની ૨૪ ગ્રામદેવીઓ પૈકીની છે, જેની વિધાતા પ્રતિમા આજે મોટેરામાં બેસાડેલી છે. અમદાવાદમાં આ જ નામ ધરાવતી ગત્રાડની પિળ છે. સ્કંદપુરાણના આ ખંડમાંથી એક સામાજિક હકીક્ત મળે છે. ગુજરાતમાં ઓરી, અછબડા, અને શીતળાના મુખ્ય દેવ “બળિયાકાકા” નામથી ગમે ગામ પૂજાય છે તેને ઈતિહાસ રજૂ કરતાં પુરાણકાર જણાવે છે કે ભીમને પૌત્ર બર્બરીક ઘણો જ બળવાન હતું. એની માતા પ્રાગૃતિષપુરની હતી. કૌરવ પાંડનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું ત્યારે એ આ સંગ્રામ જોવાની ઉત્કંઠાથી આવ્યો હતો. ભગવાને બર્બરીકને ભોગ માગે, કારણ કે સંગ્રામના યુદ્ધસ્તંભને એક વીરનું બલિદાન આપવું પડતું. બર્બરીકે કહ્યું કે હું ભેગ આપવા તૈયાર છું, પણ મારે આ સંગ્રામ જોવાની ઉત્કટ ઈચ્છા છે તેથી જ હું અહીં આવ્યા છું. ભગવાને એની હકીક્ત સાંભળી એને કહ્યું કે તું અહીં બલિદાન આપીશ, પછી તારું મસ્તક યુદ્ધસ્તંભ ઉપર બેસાડીશું, ત્યાંથી આ યુદ્ધ-યજ્ઞનું કાયમ માટે નિરીક્ષણ કરજે. પછી બબરીકે પોતાનું બલિદાન આપ્યું, તેથી ભગવાન પ્રસન્ન થયા અને એમણે વરદાન આપ્યું કે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં ત્રણે લોકની અંદર તારું પૂજન થશે, વધુમાં વાત પિત્ત અને કફના રોગ જે બાળકને થશે તેમજ ફોડકા કે ચાંદાં પડશે તે તારા પૂજનથી શાંત થઈ જશે.૨૪ આ પૌરાણિક રૂપકની કેટલીક હકીક્ત વલ્લભ મેવાડાના “મહાભારતમાં પણ મળે છે.૨૫
પ્રભાસખંડમાં પ્રભાસનાં તીર્થો તથા તેઓનાં માહાસ્ય પૌરાણિક પદ્ધતિ પ્રમાણે આપવામાં આવેલ છે. પ્રભાસ તીર્થની ઉત્પત્તિ, ચંદ્ર આ સ્થાન ઉપર કરેલ તપશ્ચર્યા. અને શિવની આરાધનાના કારણે સોમેશ્વરની સ્થાપના–આ બધાં એનાં મુખ્ય કારણ છે. આ ઉપરાંત આ ખંડમાં પ્રભાસની આજુબાજુ આવેલાં સેંકડો તીર્થોનાં માહાતમ્ય રજૂ કરેલાં છે. સૌથી વધુ રસમય હકીકત સરસ્વતી માટેની છે. વેદમાં સરસ્વતીને પ્રવાહ હિમાલયમાંથી નીકળી સમુદ્રને મળત હતા એમ સૂચવ્યું છે. મહાભારતના આરણ્યકપર્વમાં સરસ્વતી વિનશન આગળ આવી મરુપૃષ્ઠમાં અંતહિંત થઈને આગળ જતાં ચમભેદ શિવભેદ અને નાગભેદ આગળ દેખાય છે એમ નેંધાયું છે. ૨૫