Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ ]
ચિત્રક્ષા તામ્રપ પરનાં આલેખન
તામ્રપત્રો ઉપર પણ આ જ શૈલીનાં રેખાંકન મળી આવ્યાં છે. ઈરવી સનના દસમા સૈકાનું ધારાને પરમાર રાજા વાપતિરાજનું ગરુડના આલેખન સાથેનું તામ્રપત્ર (સં. ૧૦૩૧), “જેન તાડપત્રીય નિશીથચૂર્ણ (સંવત ૧૧૫૭)ના ચિત્ર કરતાં, સવાસો વર્ષ જેટલું વિશેષ પ્રાચીન મળ્યું છે.
તામ્ર-શાસનના આ બીજા પતરાને છેડે ગરુડનું આલેખન (૫ ૧૦, આ. ૩૪) સ્પષ્ટ રેખાંકન જ છે અને એમાં પશ્ચિમ ભારતીય ચિત્રશૈલીની લઢણ બહુ આગળ પડતી છે. આજુબાજુની સંસ્કૃત લીટીઓથી તામ્ર-શાસનની ભૂમિકા સ્પષ્ટ થાય છે.
રેખાંકન તામ્રપત્રના એક ખૂણામાં યોજેલું છે.
બીજું તામ્રપત્ર પરમાર ભેજવનું છે.૧૦ એમાં પણ ગરુડનું આલેખન છે. અહીં ફેર એટલે છે કે રેખાંકન માટે એક પ્રકારનું ચોકઠું બતાવ્યું છે, એની અંદર રેખાંકનને સમાવવામાં આવ્યું છે. તાડપત્રોનું માધ્યમ લઘુ-ચિત્રો માટે જ્યારે સ્વીકારાયું ત્યારે, આ પ્રમાણેના ચિત્રફલકના વિભાગો દર્શાવવા માટે, એકઠાં જવાનું શરૂ થયેલું જોઈ શકાય છે.
આ તામ્રપત્ર સંવત ૧૦૭૮ (ઈ.સ. ૧૦૨૧) નું છે એટલે ગરુડનું રેખાંકન જ્ઞાત થયેલાં તાડપત્રીય લઘુ-ચિત્રો કરતાં એંસી વર્ષ જેટલું પ્રાચીન છે.
આ રીતે પ્રાચીનતમ લિપિસંવતવાળી તાડપત્રીય પિથી કરતાં તામ્રપત્રના માધ્યમ ઉપર ચીતરાયેલાં રેખાંકન ચિત્રકલાના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વને અકેડો બની રહે છે. સો-દોઢ વર્ષ જેટલે ખાલી ગાળે આ શોધથી સમજાવી શકાય છે. ગુજરાતની ચિત્રકલાનાં લક્ષણ
અગિયારમા શતકના અંતથી મળી આવતી પશ્ચિમ હિંદની ચિત્રકલાનું જન્મસ્થાન અને પિષણસ્થાન ગુજરાત જ છે. એમાં ગુજરાતના ધર્મ અને સમાજજીવનનું પ્રતિબિંબ છે. ગુજરાતની રાજસત્તા અને સંસ્કારિતાની છત્રછાયા જ્યાં અને જ્યાં સુધી ઢળી ત્યાંસુધી ઉત્તરમાં ભાળવા–રાજસ્થાન અને દક્ષિણમાં લાટપ્રદેશ સુધી એને પ્રસાર થયો છે.