Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ મું]
શિલ્પકૃતિઓ
[૫૧૫
આ શિલ્પમાં ઝીણી લગભગ ગોળ અને કીકી વિનાની આંખો ખાસ નજરે તરી આવે છે. સામાન્ય રીતે સોલંકી કાલ અને સારા પશ્ચિમ ભારતની મધ્યકાલીન શૈલીમાં લાંબી અણિયાળી આંખે કીકી સહિત કેતરવામાં આવે છે. બીજું અગિયારમા સૈકાનાં આ શિલ્પોમાં સજીવતા–ચેતન ધબકે છે. અંગપ્રત્યંગ જડ કરેલા માપનાં, કવચિત બેડોળ પણ નથી. કલામાં હજુ પ્રાણ છે, સર્જકશક્તિ છે. શરીરને બાંધે તંદુરસ્ત હોવા છતાં એ એક પ્રકારની કોમલતા-માર્દવનું તત્ત્વ ધરાવે છે. ભીમદેવકાલીન સેમનાથનાં શિપિની આકૃતિઓ જોવાથી ઉપરનું વિધાન સમજાશે. આની સાથે ઝીંઝુવાડાની સિદ્ધરાજ સમકાલીન દેવી(પટ્ટ ૩૪, આ. ૮૦)ને મઢેરાનાં શિલ્પ (૫ ૧૭, આ. ૪૬) સાથે સરખાવી જેવા ભલામણ છે. દસમા સૈકાના મધ્ય કે અંતભાગનાં અને અગિયારમા સૈકાનાં શિલ્પોમાં રાજસ્થાન(મેવાડ)માં આવેલા જગતના અંબિકાદેવીના મંદિરનાં શિલ્પ તથા કચ્છમાં કેરા
અને કટાય(પટ. ૩૨, આ. ૭૪)નાં શિલ્પ જેવાથી તેમનાથની ભીમદેવકાલીન શિલ્પકલાને ભેદ સ્પષ્ટ થશે.
મોઢેરાના સૂર્યમંદિરની લગભગ સમકાલીન ધિણેજમાંના વ્યાઘેશ્વરી(ખમલાઈ) માતાના મંદિરના કર્ણભદ્ર પરની દેવીઓની મૂર્તિઓ સુંદર છે અને મેરાના ગૂઢમંડપનાં શિલ્પ સાથે સરખાવવા જેવી છે.
ઈ. સ. ૧૦૩૨ માં બંધાયેલા આબુના વિમલવસહી જૈન મંદિરનાં સમકાલીન મંદિર છે દેલવાડાના જૈન દેરાસર પાસેનું જગન્નાથમંદિર અને આબુ પરનું અચલેશ્વર મહાદેવનું મંદિર. જગન્નાથ મંદિરની જંઘા પર હજુ કેટલાંક સુંદર તત્કાલીન શિલ્પ છે.
ઉત્તર ગુજરાતમાં દેલમાલમાં લિંબાજી માતાના મંદિરનાં શિલ્પ ભીમદેવ ૧ લાના સમયનાં છે. દિકપાલ અપ્સરાઓ તાપસ વગેરેથી મંડિત અંધાનાં શિલ્પ તેમજ ગેખમાંની મહિષમર્દિની, દુર્ગા અને ચામુંડાની મૂર્તિઓ અગિયારમા સૈકાની શિલ્પકલાના અભ્યાસીઓને માટે ખાસ બેંધપાત્ર છે.
અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં બંધાયેલા સંડેરના શિવમંદિરની જંધા પરનાં શિલ્પ જેકે મોઢેરા જેટલાં આકર્ષક નથી છતાં આ મંદિર પરની મહિષ