Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૮૪ ] સેલંકી કાલ
[. પ્રાસાદ-ગર્ભગૃહ અને એની સાથે આવેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વાર તથા તેની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયમાં હોવાનું સ્પષ્ટ થાય છે. આ બંને અંગ અંદર તેમજ બહારની બાજુએથી તદ્દન સાદા એટલે કે અલંકરણરહિત છે. ગર્ભગૃહ અને મંડપ પરનાં આચ્છાદન સાદા ફાંસના ઘાટનાં છે અને આગળની નવચેકી, રંગમંડપ, અને દેવકુલિકાઓ સામેની પડાળીમાં સ્તંભ તથા છતો વગેરેમાં અપૂર્વ કતરણું છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે મૂળ ગભારો અને ગૂઢમંડપૂ સાદા કેમ ? મુનિ જયંતવિજયજીએ આ અંગે જે ખુલાસો કર્યો છે તે ઘણે અંશે યથાર્થ લાગે છે.૨૭૭ આ મંદિરમાં જુદા જુ સમયે નવાં નવાં ઉમેરણો કે ફેરફાર થતાં રહ્યાં છે. મંદિરનું ગર્ભ ગૃહ, અંતરાલ અને ગૂઢમંડપ વિમલના સમયમાં છે અને એ શ્યામ પાષાણનાં છે. આ મૂળ ચિત્યનું તળ તેમજ ઘાટડાં સાદાં છે. ઉપરના ભાગે શિખરને બદલે ઘંટાવિભૂષિત સાદી ફાંસના (તરસટ ) કરી છે. મૂળ પ્રાસાદના ત્રણે ભદ્રના ગોખલાની જૂની સપરિકર પ્રતિમાઓ હજી મૂળ સ્થાને પ્રતિષ્ઠિત છે. આ ત્રણે મૂર્તિઓના પરિકોનાં શિલ્પ સુડોળ અને લલિત ભાવભંગીયુક્ત છે. ૨૭૮ ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી અને હાલને મૂળ નાયકની પ્રતિમા પણ ઈ.સ. ૧૩૨૨ ના જીર્ણોદ્ધારના સમયની છે.૩૭૯ મૂળ પ્રાસાદને જોડેલે કાળા પથ્થરને. સહેજ નીચી ફાંસનાવાળો ગૂઢમંડપ ઉત્તર-દક્ષિણ તરફનાં કાર અને પાર્ધચતુ. કીઓ (પડખાની ચોકીઓ) વિમલના સમયનાં નથી. ગૂઢમંડપની આગળ આરસને હાલને નવચેકીવાળો ભાગ પણ વિમલના સમયને નથી. ગૂઢમંડપ આગળની સ્થાએ પાષાણના મુખમંડપ(શૃંગારચોકી)ના સ્થાને સફેદ આરસની પકીની રચના વિમલના કુટુંબી ચાહિë કરાવી હોય એમ જણાય છે. ગૂઢમંડપ આગળની ચાહિશ્વરચિત કીનું નવ ચોકીમાં રૂપાંતર પૃથ્વીપાલે રંગમંડપના નવનિર્માણ સમયે કરાવ્યું હોય એમ જણાય છે.૨૮° એને ભવ્ય રંગમંડપ વિમલના મોટા ભાઈ નેટના પ્રમૈત્ર મંત્રી પૃથ્વીપાલે કરાવ્યાની બેંધ આચાર્ય હરિભદ્રસૂરિરચિત નેમિનાથ ચરિઉ( વિ. સં. ૧૨૧૬-ઈ સ. ૧૧૬૦)ની અપભ્રંશ પ્રશસ્તિમાં આપી છે. ૨૮૧ કુમારપાલના સમયના મંત્રી પૃથ્વી પાલે
આ મંદિરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૨૦૬(ઈ.સ. ૧૧૫૦)માં કર્યો હતો.૨૮૨ • વળી આ જ પૃથ્વીપાલે આ મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિસાલા
રચાવી લેવાનું હરિભદ્રસૂરિરચિત ચંદ્રપ્રભચરિત્રની પ્રશસ્તિમાં પણ નોંધાયું છે.૧૮૩ પૃથ્વીપાલે રંગમંડપનું નવનિર્માણ કરાવ્યું તે પૂર્વે ત્યાં કાળા પથ્થરને રંગમંડપ હોવાની એંધાણુઓ રંગમંડપના ગજથરના સમારકામ દરમ્યાન મળી આવી