Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
૬૪૮૫ છે.૨૮૪ ચાહિલરચિત પાકનું રૂપાંતર નવચેકીમાં પૃથ્વીપાલે કરાવ્યું ત્યારે એમાં ચડવા માટે સોપાનમાલા નવેસરથી બનાવી હતી એ બધું લક્ષપૂર્વક જોતાં ખાસ કરીને શુડિકાઓ (હાથણીઓનાં પગથિયાંની આજુબાજુ કરેલ રૂપના અભ્યાસ પરથી સમજાય છે. મુખ્ય મંદિરની તરફ દેવકુલિકાઓ બંધાઈ ન હતી, પૃથ્વીપાલના સમય(ઈ. સ. ૧૧૪૪ થી ૧૧૮૭)માં એ રચાઈ. દેવકુલિકાઓની હરોળમાં આગલી હરોળની વચલી ચોકીને જે વિતાન છે તેમાં દેવી સરસ્વતીની પ્રતિમા કંડારી છે અને એની બંને બાજુએ સૂત્રધાર લેયણ અને કેલાની, અંજલિબદ્ધ આરાધના કરતી, મૂતિઓ કંડારેલી છે.૨૮૫ આ સૂત્રધાર પૃથ્વીપાલે રોકેલા પ્રધાન રથપતિઓ હોવાનું જણાય છે.
વિમલવસહી સામે પૂર્વમાં હસ્તિશાલા આવેલી છે. ૨૮૬ સાદા સ્તંભ વચ્ચે કાળા પથ્થરની મંડપયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી લંબચોરસ નીચો ઘાટની હસ્તિશાલાને ચાર હાર છે. એના પૂર્વ ધારે બે મોટા દારપાલ છે. એને અડીને જ કાળા પથ્થરના બે સ્તંભેવાળું તારણ આવેલું છે તેમાં અર્ધચંદ્રાકાર ઇલિકાઘાટની વંદનમાલિકા હજુ સાબૂત છે. શ્યામ પાષાણુના ઈલિકાવલણમાં બેસાડેલી આરસની પ્રતિમાઓ નષ્ટ થઈ છે. હસ્તિશાલાની અંદર સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અધારૂઢ છત્રધારી મૂર્તિ છે. આ ઉપરાંત અહીં આરસના દસ હાથીઓ ગોઠવેલા છે. એમાંના સાત હાથી મંત્રી પૃથ્વીપાલે પિતાના અને છ પૂર્વજોના શ્રેય માટે કરાવેલા છે. ત્રણ હાથી એમના પુત્ર ધનપાલે ઉમેરેલા છે. ઘણું. ખરી ગજારૂઢ પુરુષમૂતિઓનો નાશ થાય છે. હસ્તિશાલાની વચ્ચે મંત્રી ધાધુ સં. ૧૨૨૨( ઈ. સ. ૧૧૬૬)માં કરાવેલું આરસનું આદિનાથનું સમવસરણ છે.
હરિતશાલ અને મુખ્ય મંદિર વચ્ચે આપેલ સભામંડપ ઘણા પાછલા સમયની કૃતિ છે (જે ઘણું કરીને વિ. સં. ૧૬ ૩૯ અને ૧૮૨૧ વચ્ચેના સમયમાં બનેલ છે).૨૮૭
વિમલવસહીના મૂળ ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીથી મૂર્તિ આવેલી છે. ૨૮૮ ગૂઢમંડપમાં પાર્શ્વનાથની બે કાઉસગ્ગ મૂર્તિ છે. પ્રત્યેક મૂર્તિપરિકરમાં બંને બાજુ થઈને ૨૪ જિનમૂર્તિ છે. બે ઈકો તથા શ્રાવક-શ્રાવિકાની મૂર્તિઓ કોતરેલી છે. પાર્શ્વનાથના મસ્તક પર માલાધર યુગલશિવ અને અધવૃત્તાકાર કમાનમાં ગજ-સવારીનું દશ્ય છે.
વિમલવસહીની શિલ્પસમૃદ્ધિ ત્યાંના સ્તંભ, વિતા અને માવયુકત