Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૮૩ સૂત્રમાં નિદેશેલી ઘટનાઓ અને સ્થૂલિભદ્રને પ્રસંગ ખાસ ધપાત્ર છે. મંદિરના અગ્નિકાણ પર ચતુર્મુખ નંદીશ્વરદીપનું મંદિર છે. ટૂંકમાં, કુંભારિયાનાં મંદિરોનું સ્થાપત્ય, બાંધણી, આકાર વગેરે આબુનાં મંદિરને મળતાં છે. સ્તંભે, કાર અને છતમાં કરેલું કોતરકામ આબુ-દેલવાડાનાં મંદિરોને મળતું છે, પરંતુ એના , વારંવાર જીર્ણોદ્ધારના કારણે એના કલાસૌઢવમાં ઓટ આવી છે છતાં એની છતાની કલાભાવના ઘણી ઊંચી કેટિની છે ૨૪૮
આ કાલનાં વીસ પ્રકારનાં અન્ય જિનાલયોમાં ગિરનાર તથા શેત્રુજા(તા. પાલીતાણા, જિ. ભાવનગર)નાં કુમારવિહાર નામથી ઓળખાતાં મંદિરને સમાવેશ થાય છે. ગિરનારનું કુમારવિહાર મંદિર ૪ થા તીર્થકર અભિનંદનવામીનું છે. આ મંદિરને ઘણો વિસ્તૃત સભામંડપ છે અને એ મંડપની દીવાલમાં અનેક દેવકુલિકાઓ છે. એમાં જુદા જુદા તીર્થકરની મૂર્તિઓ પધરાવેલી છે. રંગમંડપની સામે ૨૪ સ્તંભો પર ટેકવેલ લંબચોરસ ઘાટની શૃંગારકી છે અને ગર્ભગૃહ અને ગૂઢમંડપ સામાન્ય કદના છે. આ મંદિરને ઘણું નુકસાન થયું હતું. હાલનું એ મંદિર પાછલા કાલના જીર્ણોદ્ધારના સમયનું હોય એમ જણાય છે. શેત્રુજાનું કુમારવિહાર મંદિર આદિનાથનું છે. ગર્ભગૃહની પીળા આરસની હારશાખા ઉત્તમ કોતરણીવાળી છે. ગર્ભગૃહમાં આદિનાથની મૂર્તિની ભૂરા આરસની છત ઘણી દેદીપ્યમાન લાગે છે. મંડપના ખત્તકમાં જુદા જુદા તીર્થકરેની મૂર્તિ પધરાવેલી છે.ર૬૯ ગિરનાર અને શત્રુંજયનાં મંદિરનું વારંવાર સમારકામ થયેલું હોવાથી એમનાં અસલ સ્વરૂપ ઘણાં બદલાઈ ગયાં છે. (૫) બાવન જિનાલય
ભીમદેવ ૧ લાના મંત્રી વિમલશાહે આબુ-દેલવાડા (હાલ જિ. શિરોહી, રાજસ્થાન) પર બંધાવેલું જૈન મંદિરર૭૦ સામાન્યતઃ વિમલવસહી ( વિમલવસતિકા) નામે ઓળખાય છે. ૨૭૧ એ મંદિર વિમલે વિ. સં. ૧૦૮૮(ઈસ. ૧૦૩૧-૩૨)માં બંધાવ્યાનું “વિવિધતીર્થ કલ્પ”—અંતર્ગત અબુંદ્રાદિકલ્પમાં સ્પષ્ટ જણાવ્યું છે, પરંતુ એનાં બધાં અંગ વિમલના સમયનાં નથી.૪૭૩ વિમલના જીવનકાલ દરમ્યાન એ મંદિર આજના સ્વરૂપનું ન હતું.૨૭૪ એ મંદિર હાલના સ્વરૂપમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, મદિર ફરતી બાવન દેવકુલિકાઓ, તેઓની આગળ સ્તંભાવલિયુક્ત પડાળી, બલાનક, હતિશાલા અને તરણનું બનેલું છે. ૨૭૫ એમાં કુલ ૧૫૭ મંડપ છે અને એમાં ૧૨૧ સ્તંભ છે. એ પૈકીના ૩૦ સ્તંભ સુંદર કોતરણીવાળા છે. ૨૭: આ મંદિરને મૂળ