Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકે
[ 0૩ ગભારાની આગળ આઠ સ્તંભ પર ટેકવેલ અંતરાલની રચના છે. અંતરાલની સામે ગૂઢમંડપ કુલ ૨૨ સ્તંભો પર ટેકવેલો છે. ગૂઢમંડપની ખંભાજના પ્રશંસનીય છે. ૨૨ સ્તંભ પૈકીના ઉછાલક સહિતના આઠ સ્તંભ મયમાં અષ્ટકોણાકારે ગોઠવેલા છે. એના ઉપર વેદિકા, વામનતંભે વગેરેની પેજના કરીને ગૂઢમંડપનો બીજા મજલે આવેલ કોટક આકાર પામે છે. બાકીના ૧૪ સ્તંભો પૈકીના બે સ્તંભ અંતરાલ અને ગૂઢમંડપની ખંભાવલિની વચ્ચે ઉત્તર દક્ષિણે સ્થાન પામ્યા છે અને બાર સ્તંભ પાર્શ્વમાર્ગની છતાને આધાર આપે છે. ગૂઢમંડપના તલમાનમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ તરફ ભદ્રને એવી રીતે નિગમ આપ્યો છે કે તે સંલગ્ન દરેક બાજુએ એક એક શૃંગારચોકીની રચના થાય. ઉત્તર અને દક્ષિણ તરફની શૃંગારકી બે બે ટા સ્તંભે પર આધારિત છે. પૂર્વ તરફની મહાશૃંગારચોકી ત્રિકમંડપ પ્રકારની છે. એમાં કુલ દસ છૂટા સ્તંભની યોજના છે. મધ્યના ઉત્તમ પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક મોટા ખત્તકો (ગવાક્ષો) કરેલા છે. એમાંના એકમાં આસનસ્ય દેવી અને બીજામાં અશ્વારોહી કોઈક દાનેશ્વરીનું શિલ્પ છે. શૃંગારકીની આગળ સોપાનશ્રેણીની રચના છે.
ગૂઢમંડપના સ્તંભેની ત્રિદલ કુંભી પ્રમાણમાં સાદી છે. નીચલા છેડે સ્તંભો અછાસ્ત્ર, મધ્ય ભાગે શાસ્ત્ર, પરંતુ અર્ધ ઉપરના ભાગે વૃત્તાકાર છે. આ ભાગમાં એકબીજાને છેદતાં અર્ધવર્તુલો, હીરાપટ્ટી અને ગ્રાસપટ્ટી આવેલાં છે. સ્તંભની ઉપર બેવડી શિરાવટી અને ઉછાલકની યેજના છે.
ગર્ભગૃહના પંચનાસિક તલમાન પર જાલકભાતથી વિભૂષિત રેખાન્વિત શિખર ચારે બાજુએ ઉરશંગે, પ્રત્યંગે, શૃંગે અને તિલકાદિ અંગેથી વિભૂષિત છે. શિખરના અગ્રભાગે અંતરાલ પર શુકનારાની રચના છે તથા બાકીની ત્રણેબાજુએ ભદ્વાદિ નિગમે ને દેવદેવીઓ તથા અસરાનાં શિલ્પોથી વિભૂષિત રથિકાઓની રચના છે. સમગ્ર શિખર પર કુલ ૨૧૬ અંડક અને ૨૪૮ તિલક આવેલાં છે.
ગૂઢમંડપ પર ભારે કદની સંવર્ણની તથા શૃંગારચોકીઓ પર સમતલ અવની રચના છે, પરંતુ પૂર્વની ત્રિકચોકીના સમતલ છાવણના પૃષ્ઠભાગે હવા-ઉજાસ માટે ભવ્ય વાતાયનની યોજના છે.
મંદિરની કામદપીઠમાં મુખ્યત્વે જાડકુંભ, કર્ણ અને ગ્રામપટ્ટીના થર છે. પીઠ નીચે અર્ધરન અને મુક્તપંક્તિઓથી વિભૂષિત ભીટને બેવડો થર છે. પીઠ પરના મંડોવરમાં સૌથી નીચેથી અનુક્રમે ખુરક, રન પટ્ટિકા અને ગવાક્ષ