Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[
.
૪૦૪]
સહાકી કાલ મંડિત દેવીઓનાં શિલ્પોથી સુશોભિત કુંભ, મુક્તાદામની લહર–પંક્તિઓથી વિપિત કલશ, અંતરપત્ર, કપિતાલી, કામરૂપ, મંચિકા તથા રત્નપટ્ટના થર આવેલા છે. એના પર પ્રચમ જંઘાની દાંતાવાળી કાનસ પર નરથરની પંક્તિ આવેલી છે. એના પર લગભગ પૂરા મનુષ્ય-કદનાં મૂર્તિ શિપને સમાવી દેતાં ખંભિકા ને તેરણાવલિ તથા ઉદ્દગમથી વિભૂષિત ગવાક્ષોની હારમાળા છે. આ ગવાક્ષોમાં અનેક દેવદેવીઓદિફપાલે-દિફપાલિકાઓ અને નર્તિકાઓ, તાપ તથા બાલાદિનાં શિલ્પ છે. ગવાક્ષના ઉદ્દગમની ઉપર મંચિકાન પર છે. અહીંથી અંધાનો બીજો યર શરૂ થાય છે. એમાં ગવાક્ષોમાં લલિતાસનમાં બેઠેલાં અનેક દેવ-દેવીઓનાં શિલ્પ છે. ગવાક્ષોની બંને બાજુએ મોટા કદનાં રત્નપદ અને ઉપર ઉગમ છે. વાનર-થરની પણ અહીં યેજના જોવામાં આવે છે અને એના પર ઝાપટ્ટી આવેલી છે. અધોમુખી તમાલપત્રથી વિભૂષિત ક્ષરણી અને એના પર મહાપોતાની તથા ઊંડા તક્ષાણુવાળી અંતરપત્રિકા આવેલાં છે. સૌથી ઉપર ભારે નિગમવાળું કૂટછાય છે.
ગર્ભગૃહના પ્રદક્ષિણાપથમાં આવેલા ઝરૂખાઓ(ચંદ્રાવલોકન)ની પીઠ પર વેદિકાની રચના છે. વેદિકામાં રત્નાદિકાથી વિભૂષિત રાજસેનાને થર તથા આવરણદેવતાઓનાં શિલ્પ છે. વેદિકાના મથાળે આસનપદ અને મા વારણ આવેલા છે. એના પરના વામનતંભેમાં ભરણી, શિરવાદી અને એના મથાળે પાટ સાથેના દંડછાઘની રચના છે. વામનતંબેના ગાળામાં છિદ્રાળુ જાળીઓ છે.
મંડપ, પ્રદક્ષિણાપથ અને શૃંગારકીઓમાં સ્તંભોની કુંભીઓમાં અંધ, કણું અને કણી તથા મુખ્યબંધની સમતલ રચનાઓ આવેલી છે. વળી કુંભીની દરેક બાજુ “ઠકારા” નામથી ઓળખાતી પહોળી અણિયાળી ભાત છે. સ્તંભદંડ નીચેથી ઉપર જતાં અનુક્રમ અષ્ટાસ્ત્ર, ષોડશાસ્ત્ર અને વૃત્તાકાર ઘાટના છે. વૃત્તાકાર ઘાટ તોરણમાલા, હીરાઘાટની મોયલાપટ્ટી, પ્રાસમુખ અને તમાલપત્રની. ભાતથી અંકિત કરેલાં છે. સ્ત ભની શિરાવટી પર કર્ણ, સ્કંધ, અંતરપત્ર અને કામરૂપથી વિભૂષિત ભરણી અને એના પર ઉછાલકની પેજના છે. તંભઅંતરાલમાં મકરમુખમાંથી નિષ્પન્ન થતાં તોરણ (શ્માનો) આવેલાં છે.
ગૂઢમંડપને મુખ્ય કટક નવ થરને છે. એમાંના સૌથી નીચેના ત્રણ કલકાચલા ઘાટના છે. એના પર પદ્મપલ્લવ–ધાટન કર્ણદદરિકાનો થર છે. એના પરના રૂપકંઠના થરમાં વિદ્યાદેવી તથા સુરસુંદરીઓનાં શિલ્પ છે. એને પરના ત્રણ ચરમાં પદ્મક પ્રકારની ૧૬ લૂમાં છે અને એના પરના બીજા ત્રણ થરમાં