Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્યકીય સ્મારક
[ ૪૯
હાલ તો અવશેષરૂપે ઊભેલ છે. મૂળમાં સાંધાર પ્રકારનું એ પૂર્વાભિમુખ મંદિર૨૪૧ અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણે દિશાએ શૃંગારકીનું બનેલું હશે એમ એના અવશેષે પરથી જણાય છે. હાલ એ મૂળ પ્રાસાદના અવશેષ તરીકે ગૂઢમંડપના પશ્ચિમ તરફના ચાર સ્તંભ અને ઉત્તર બાજુની ચેકીના ચાર સ્તંભ જળવાયા છે (૫ટ્ટ, ૧૯, આ. પ૦). વળી આ દરેક અવશેષ પર ખંભાદિની જળવાઈ રહેલી રચના પરથી મંદિર ઓછામાં ઓછું બે મજલાનું હશે એમ સ્પષ્ટ સમજાય છે. મંદિરના મુખ્ય પ્રાસાદની સામે અલગ નંદિમંડપ પણું હોવાનું સૂચવાયું છે. મંદિરની ચોતરફ ૧૧ દેવકુલિકા હોવાનું જાણવા મળે છે. આ દેવકુલિકાઓ પૈકી પાછલી હરોળની વિશાળ સભામંડપ સાથેની ત્રણ દેવકુલિકાઓ તથા દક્ષિણ બાજુની એક મળીને ચાર દેવકુલિકાઓનું જુમા મસ્જિદમાં રૂપાંતર થઈ ગયેલું છે. ઉપરની ત્રણ દેવકુલિકાઓની ઉત્તરે આવેલી બે દેવકુલિકાઓ પૈકીની એક દેવકુલિકા એના ઉપરના શિખર સહિત ઠીક ઠીક અવસ્થામાં જળવાઈ રહી છે, જ્યારે બીજી નાશ પામી છે. ઉપર્યુક્ત ત્રણ દેવકુલિકાઓની દક્ષિણે એવી જ બીજી બે દેવકુલિકા હતી, જે હવે નષ્ટ થઈ ગઈ છે. આમ મંદિરની પાછળ કુલ સાત દેવકુલિકાઓનો સમૂહ આવેલ હતા, બાકીની ચાર દેવકુલિકાઓ પૈકીની બે ગૂઢમંડપની પૂર્વ તરફની શૃંગારચોકીની બંને બાજુએ, ઉત્તર-દક્ષિણે એક એક આવેલી હતી તથા ઉત્તર અને દક્ષિણ તરફની મંડપચોકીની સામે પણ બીજી એ પૈકીની એક એક આવેલી હતી.
પૂર્વ તરફની મુખ્ય શૃંગારકીની બંને બાજુએ ઉત્તર તથા દક્ષિણે એક એક કીતિરણ કંઈક સારી અવસ્થામાં જળવાઈ રહેલ હતું. (બે પૈકીનું હાલ તે માત્ર ઉત્તર તરફનું તોરણ જ આબાદ છે.)
પશ્ચિમ તરફ ગૂઢમંડપના હાલ જળવાઈ રહેલા ચારે સ્તંભનું રૂપવિધાન પ્રશંસનીય છે. કુંભીથી માંડીને લગભગ મથાળા સુધીને સ્તંભદંડ અષ્ટકોણીય છે. રસ્તંભની કુંભીનો નીચલો ભાગ દટાઈ ગયું છે. દરેક બાજુએ ગવાક્ષમંડિત દેવદેવીઓનાં ઊભાં શિલ્પ છે. કુંભી અને સ્તંભદંડ વચ્ચેની અંતરપત્રિકા મુક્તાપંક્તિઓથી અંકિત છે. સ્તંભદંડના નીચેના છેડે ખંભિક અને ઉગમમંડિત મેટા કદના ગવાક્ષોમાં પણ ઊભાં શિલ્પ કતરેલાં છે. એના પર નાના કદની છાઘસહિતની બેવડી ગવાક્ષપંક્તિમાં લલિતાસનમાં બેઠેલાં દેવદેવીઓનાં શિલ્પ કોતરેલાં છે. એની ઉપરની અઠાંસમાં ફૂલવેલ ભાત તથા ઊમિ વેલાનાં શિપ છે. એના ઉપરને સ્તંભભાગ વૃત્તાકાર ઘાટને છે. એમાં મધ્યમાં બેવડી લિસિકા દર્શાવી અંતરે અંતરે પલ્લવપંકિતઓ કેરેલી છે. એના ઉપર પલ્લવવાટની