Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું ]
સ્થાપત્યકીય સ્ટારકે
પ્રાચીનતાનાં ઘાતક છે. એના પરની બ્રહ્મા, શિવ, સૂર્ય, વિષ્ણુ અને ચંદ્રથી અંકિત શિલ્પાદિકા હાલ એના મૂળ સ્થાને નથી, પરંતુ ગૂઢમંડપની દીવાલના મથાળે ખસેડાઈ છે. એમાં મધ્યના સૂર્યની બંને બાજુના શિવ અને વિકાનાં દેહ અને મુખ સૂર્ય તરફ નમેલાં દર્શાવ્યાં છે. ૨૩૫
કેરા(કેરેકેટ : તા. ભૂજ, જિ. કચ્છ)માં ઈસુના દસમા સૈકાના અંતભાગનું એક શિવમંદિર છે.૨૩ વિ. સં. ૧૮૭૫( ઈ. સ. ૧૮૧૯)ના ધરતીકંપમાં આ મંદિરને ઘણોખરો ભાગ તૂટી ગયું છે, પણ ગર્ભગૃહની ઉપર અવશેષરૂપ ઊભેલે શિખરવાળો ભાગ એનાં શિપસ્થાપત્યની ઉત્કૃષ્ટતાને સારી ખ્યાલ આપે છે (પટ્ટ ૧૮, આ. ૪૮). એના મંડપની વેદિકામાં સૌથી નીચેની પદિકા ગવાક્ષમંડિત શિલ્પથી વિભૂષિત છે. એના પરની આઠ ખંભિકાઓ પર ભારપત્રો અને સંભિકાઓના ગાળામાં ઊર્મિવેલનાં આલેખન છે. એની ઉપર આસનપદ, ગજથર અને એના પર છિદ્રાળુ જાળીઓની રચના છે. મંડેવરના જંધાના ચરમાં દિકપાલ અને અસરાનાં શિલ્પ છે. ઊભેલ અવસ્થામાં આલેખાયેલાં આ શિ૯૫ પાપીઠ પર ઊભેલાં છે. એમનાં દેહસૌષ્ઠવ અને ભાવભેગી અત્યંત આકર્ષક છે. કંદોરાના ઉપરના ભાગમાં નાના કદનાં શિલ્પ કતરેલાં છે. દીવાલના યયાળે ભદ્રભાગે અલંકૃત પટ્ટિકાઓ સાથે જોડાયેલ ગવાક્ષ પર છાણફૂટનું આયોજન નેંધપાત્ર છે. આ અલંકૃત પદિકાની ઉપર અંતરપત્રિકા વડે જુદા પાડેલા કેવાલના બે થર છે અને એ દરેક પર ચંદ્રશાલાનાં અલંકરણ છે. મથાળે સ્નપેદિકા છે. દીવાલના કોણભાગે પણ આવી જ શિ૯૫પ્રચુર રચના છે.
ગર્ભગૃહની દ્વારશાખા પંચશાખ પ્રકારની છે. એના પરની ભરણું ઉત્તમ કોતરણીવાળી છે. ઉગમમંડિત ગવાક્ષપંક્તિમાં નિર્મિત તરંગમાં પાંચ દેનાં શિ૯૫ છે. એમાં મધ્યમાં શિવ અને એની બંને બાજુએ શિવ તરફ ઢળતા બ્રહ્મા અને વિષ્ણુ અને બંને છેડે સૂર્ય અને ચંદ્રનાં શિલ્પ છે. એતરંગની ઉપરના શિલાપમાં સપ્તમાતૃકાઓ અને સૌથી ઉપરના પટ્ટમાં નવ ગ્રહોનાં શિલ્પ છે. - ઘમલી(તા. ભાણવડ, જિ. જામનગર)નું વિસ્તૃત જગતી પર આવેલું નવલખા મંદિર (પષ્ટ ૧૮, આ. ૪૯) પંચાંગી છે. જગતની તરફની વેદિક કે પ્રાકાર નાશ પામે હોય એમ જણાય છે. જગતીની સોપાનશ્રેણીના મથાળે એ સ્તંભ-કુંભીઓના અવશેષ મંદિર આગળ કીર્તિતોરણ હોવાનું સૂચવે છે. જગતીની ઊભણીમાં ચતરફ ગવાક્ષે છે. એમાં દિપાલાદિનાં શિપ મૂક્યાં છે. પ્રદક્ષિણાપથમાં ત્રણ દિશાએ બે ફૂટ-નિગમિત એક એક ઝરૂખાની' રચના છે. મંડપ
બાજુએ પ્રવેશ કર્યો છે. મંડપની મધ્યના અષ્ટક સ્તંભ બીજા