Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સોલંકી કાલ
[ પ્ર. મજવાની મંડપની વેદિકા તથા એના પરના સ્તંભને ટેકવે છે. આ બીજા મજલાના સ્તંભો પર મંડપનો કટક ટકવાયેલ છે. પ્રવેશીઓ પણ બે મજલાની છે. એમાંની પૂર્વ તરફની પ્રવેશશેકી લગભગ પડી ગઈ છે ૨૩૭ મંડપના મુખ્ય કોટકનો ઘણે ભાગ તૂટી ગયું છે. મંડપના બંને મજલાના સ્તંભની શિરાવટીઓમાં વિવિધ ઘાટ, ગ્રાસમુખ, કીચક, હાથી, હાથીમુખ, માનવમુખ, અશ્વારૂઢ માનવ, હંસ, વૃષભ, મત્સ્ય-યુગલ, એક મસ્તકવાળા બે વાંદરા, સિહમુખ, કામાતુર નારી, વાંદરે, પક્ષી અને હંસયુગલ વગેરે કતરેલાં છે.૨૩૮
સ્તંભોમાં મુખ્યત્વે બે ઘાટ નજરે પડે છે.૨૩૮ સાદા ભદ્રક ઘાટના સ્તંભનો મધ્યભાગ પલવમંડિત અષ્ટકોણાકાર છે ને એની ઉપરના વૃત્તભાગના મથાળે ગ્રાસપદી છે. શિરાવટીમાં ચારે બાજુએ એક એક મોટા કીર્તિમુખનું કેતરકામ છે. બીજા પ્રકારના સ્વસ્તિક ઘાટના સ્તંભની કુંભમાં બેઠેલી દેવીનું અને એના ઉપરના સ્તંભદંડના નીચલા ભાગે ગવાક્ષમાં દેવનું શિલ્પ છે. એની ઉપરના અષ્ટકોણીય ગવાણમંડિત થરમાં લલિતાસનમાં બેઠેલી દેવીઓનાં શિલ્પ છે. એની ઉપરનો વૃત્તબાગ ઉર્વ પલળવ-પંક્તિઓ, રત્નપદ્ર તથા ગ્રાસપથી વિભૂષિત છે.
મંદિરની પીઠની ત્રણે બાજુએ મધ્યમાં બે જબરદસ્ત હાથી સૂટમાં સૂઢ ભરાવીને સાઠમારી કરતા દર્શાવાયા છે. પીઠમાં કાતિમુખ, ગજથર, નરપર, તથા કુંભાની મધ્યમાં ગવાણમંડિત દેવીઓનાં શિલ્પ છે. મડવરના સામાન્ય થરવિભાગની મધ્યમાં આવેલા જવાના થરના દક્ષિણ ભદ્રગવાક્ષમાં બ્રહ્મા–સાવિત્રી, પશ્ચિમે શિવ-પાર્વતી અને ઉત્તરે લક્ષ્મી-નારાયણનાં શિલ્પ છે.
ઈડર તા. ઈડર, જિ. સાબરકાંઠા)નું રણમલકીનું શિવમ દિર ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, મંડપ અને શૃંગારકીનું બનેલું છે. મંદિર વિસ્તૃત
ગતી પર આવેલું છે. પીઠમાં જાડકુંભ, કણ અને કુંભાદિના થર છે, પણ એ સાદા છે. મંડોવરની જંઘામાં દેવદેવીઓનાં શિલ્પ છે. એમાં મહિષાસુરમર્દિની અને નૃત્તગણપતિનાં શિલ્પ નોંધપાત્ર છે. મંડપ અને પ્રદક્ષિણાપથમાં આવેલ વેદિકા પર ખુલ્લા ઝરૂખા છે, જેનો ખુલ્લે ભાગ ભૌમિતિક આકૃતિઓથી વિભૂષિત પાષાણની જાળીઓથી ભરી દીધા છે. વેદિકામાં ઘટપલ્લવોથી મંડિત અષ્ટકોણ તંભિકાઓ, કૂડચ (કલ્પલતા)ની વેલા, તથા ગીતવાદ્યનૃત્ય-રત અપ્સરાઓનાં શિ૯૫ છે. આસનપટ્ટના કઠેડામાં અનેકવિધ પૌરાણિક તથા રોજિ દા જીવનનાં દશ્ય કોતરેલાં છે. ગર્ભધારની નાજુક કોતરણ ઉઠાવદાર છે ૨૪૦
સિદ્ધપર(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)માં સિદ્ધરાજે બંધાવેલ માળ,