Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સોલંકી કાલ
કેટિનાં છે. સભામંડપની સામે કીર્તિતોરણ છે, એ ઉપલા ભાગે ખંડિત છે. એવું જ બીજું તોરણ મંદિરની ઉત્તર બાજુએ આવેલું છે, આથી દક્ષિણે પણ આવું તારણ હશે એમ સૂચિત થાય છે. મોઢેરાના સૂર્યમંદિરમાં વામન કદના સ્તંભ ઉપરાંત મધ્યમાં ઉછાલક વગેરેથી વિભૂષિત મોટા કદના છૂટા ખંભે આવેલા છે. વામન કદના સ્તંભને નીચલો ભાગ સમરસ, પણ ઉપરના ભાગે એ અષ્ટકોણીય છે. સ્તંભને રસ ભાગ અર્ધવૃત્તાકાર ફૂલવેલ-ભાતમાં કોતરેલો છે. એમાં મકરમુખ, ગજમુખ, કે કીતિ મુખનાં શિ૯૫ કતરેલાં છે. ચોરસ કે અખાસ્ત્ર કુંભી પર ટેકવેલા બીજા પ્રકારના સ્તંભની કુંભમાં કમલ, કેવાલ, કીતિમુખ વગેરે કોતરેલાં છે. કુંભ પરને અષ્ટાસ્ત્ર સ્તંભભાગ નીચેના ભાગે ગવાક્ષમંડિત મતિ શિથી અલંકૃત કરેલો છે. એની ઉપરની વૃત્તાકાર કર્ણિકા અંતરપત્ર વડે છૂટી પાડેલી છે. એની ઉપર નરથર, હીરા અને વૃત્તની પદિકા તથા પ્રાસપટ્ટીની રચના છે, એના બહારના અષ્ટાસ્ત્ર ભાગમાં ઘંટા અને સાંકળી તથા ઊર્ધ્વપલ્લવની ભાતનું આયોજન થયેલું છે. મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભેનું રચનાવિધાન કુમારપાલના સમયના સોમનાથના મંદિરમાં, આબુની વિમલવસહિ અને સિદ્ધપુરના રુદ્રમહાલય જેવું છે. મંદિરના ગર્ભગૃહની દીવાલમાં ચોડેલા એક પથ્થર પર ૧૦૮૩ (વિ. સં. ૧૦૮૩, ઈ. સ. ૧૦૨૬-૧૭) ને આંકડે વંચાય છે. એ વર્ષની સાથે બીજું કંઈ લખાણ મળતું નથી, એથી આ વર્ષ મંદિરના નિર્માણનું કે પુનનિમણુનું સૂચક છે એ નક્કી કરવું મુશ્કેલ છે. ૨૩૪
પ્રાચી( તા. પાટણ-વેરાવળ, જિ. જૂનાગઢ)નું સાંધાર પ્રકારનું ધમદિત્યના મંદિર તરીકે જાણીતું સૂર્યમંદિર એમાં આવેલા કુમારપાલના સમયના લેખ કરતાં ત્રણેક સૈકા જેટલું પ્રાચીન છે. આ મંદિરનું ગર્ભગૃહ પંચરય પ્રકારનું છે. એની આગળને ગૂઢ મંડપ જળવાઈ રહ્યો છે, પણ મૂળ મંડપ નાશ પામે છે. ગૂઢમંડપ તથા પ્રદક્ષિણાપથમાં સાદી જાળીઓથી વિભૂષિત વાતાયનેની રચના છે. મંદિરના વેદી બંધ પર મધ્ય બંધથી વિભૂષિત સાદો મંડોવર છે. ગર્ભગૃહ પરનું ઉર શૃંગ, શૃંગાદિ અંગો સાથેનું શિખર ૩૩ અંડકોથી વિમષિત છે. ગૂઢમંડપની દ્વારશાખાની એક બાજુએ નાગ તથા દંડ તથા બીજી બાજુએ નાગ અને પિંગલનાં શિલ્પ સૂર્ય મંદિરનો સંકેત કરે છે. ગર્ભગૃહની અંદરની ત્રણ બાજુની દીવાલના ગવાક્ષેમાં સપ્તાવારૂઢ સૂર્ય, એની બંને બાજુએ રાણી અને નિભા તથા દંડ અને પિંગલનાં શિલ્પ છે. ગર્ભદ્વાર પુનનિર્માણના કાલમાં શા બદલાઈ ગયું છે, પરંતુ એની બંને બાજુએ લંબચોરસ શિલાખંડમાંનો રાની અને નિકુંભાનાં લીલાકમલની અંગભંગી વ્યક્ત કરતાં શિલ્પ એની