Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કર૦ ]
સેલકી કાલ
સરોવરની વચ્ચે ત્રણ રુપ(નાગધરા)ની રચના હતી. નદી તરફના નહેરના મુખભાગે પથ્થરની જાળીવાળાં ગરનાળાંની યોજના હતી. નદીનું પાણી નહેર વાટે થઈને એ ગરનાળામાં પ્રવેશતું અને પાણી ગળાઈ રવચ્છ થઈ પ્રથમના રૂદ્રકૃપમાં આવતું. પાણીમાંનો કચરે એ રુદ્રકૂપના તળિયે ઠરત અને સ્વચ્છ થયેલું પાણી બીજા રકપમાં પ્રવેશતું. ત્યાં પણ કચરાને કરવાનો અવકાશ રહેતા અને છેવટે ત્રીજા રુદ્રરૂપમાં થઈને પાણી સરોવરને સંલગ્ન ગરનાળાની મારક્ત સરોવરમાં પ્રવેશતું. આ રીતે પાણી અત્યંત શુદ્ધ થઈ નિમલ જળરૂપે સરોવરમાં ભરાતું. પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડે રાખવામાં આવી હતી. ઉપલબ્ધ અવશેષો પરથી સરેવરને જે વિસ્તાર માલૂમ પડે છે એ જોતાં લગભગ અડધું પાટણ સરોવર પર વસેલું હોય એમ લાગે છે. ૧૩
કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી. એ પ્રશસ્તિ અખંડ સ્વરૂપે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ પાટણના એક શિવાલયમાં એને ખંડિત ટુકડો શિલાલેખરૂપે સચવાયેલ છે. ૧૪
સિદ્ધરાજના પિતા કર્ણદેવે પણ કેટલાંક વિશાળ અને સુંદર જળાશયનું નિર્માણ કર્યું હતું એવી અિતિહાસિક માહિતી મળે છે, એટલું જ નહિ, પણ ઉપલબ્ધ અવશેષો એની સાખ પૂરે છે. ચાણસ્માની પાસે વિશાળ કર્ણસાગરા નામનું સરોવર એણે રચ્યું હતું. એના કેટલાક અવશેષ પણ ઉપલબ્ધ થયા છે. ૧૫ આવું બીજું સરોવર પોતે સ્થાપેલ કર્ણાવતી નગર પાસે આવેલું હતું, હાલનું ચંડોળા એ હવાનું પુરાવિદ માને છે. ૧૬
સિદ્ધરાજની માતા મીનળદેવીના નામ સાથે બે સરોવરનાં નામ જોડાયેલાં છે. વિરમગામ(તા. અમદાવાદ, જિ. અમદાવાદ)નું મુનસર કે માનસર તળાવ સહસ્ત્રલિંગની પ્રતિકૃતિ સમાન છે. કદમાં એ ઘણું નાનું છે.
માનસર અને સહસ્ત્રલિંગ બંને તળાવ એક જ સમયે અને એક જ રાજકુળના આશ્રયે બંધાયાં હોવા છતાં બંને રચના પર ભિન્ન છે, એટલું જ નહિ, પણ માનસરનો શિલ્પવૈભવ સહસ્ત્રલિંગ કરતાં ઊતરતી કક્ષાનો હોય એમ સાહિત્યિક ઉલેખો પરથી સ્પષ્ટ જણાય છે. માનસર તળાવને ઘાટ શંખાકૃતિ છે. કેટલાક વિઠાને આ ઘાટને કાનના આકારનો હોવાનું માને છે. તળાવમાં પાણીની આવજા માટેની યોગ્ય વ્યવસ્થા છે અને એના કાંઠે ૫૨૦ નાનાં નાનાં મંદિર આવેલાં હતાં તે પૈકીનાં હાલ ૩૫૦ જળવાઈ રહ્યાં છે. તળાવની ઉત્તર બાજુએ આવેલાં આ મંદિર વિષ્ણવ સંપ્રદાયને લગતાં છે. પૂર્વ તરફનાં શૈવ સંપ્રદાયને લગતાં છે, જેમાંનાં ઘણું તૂટી ગયાં છે. પશ્ચિમે અને દક્ષિણની બાજુએ પણ શિવ સંપ્ર