Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૪૭ માફક ઊંચે ચડી વળી નીચે ઊતરે એવો ઘાટ પ્રયોજાય છે, જ્યારે ઉદિતમાં કેલ-કાચલના ઊંચા ને ઊંચા ચડતા થરોની યાજના જોવામાં આવે છે.
મંદિરનાં ચંદ્રાવલોકને અને વાતાયનેને જાળીઓ વડે ભરી દેવામાં આવે છે. જાળીઓને આડી ઊભી પદિકાઓના સમચતુરઢ વિન્યાસથી એકસરખા કદના ખંડમાં વિભક્ત કરી દઈ દરેક ખંડમાં મોટે ભાગે અલગ અલગ ભૌમિતિક કે નરયુગ્મ, અશ્વારૂઢ પુરુ, કિન્નર, ભાલ, હંસ વગેરેનાં સુશ્લિષ્ટ રૂપાંને વડે અલંકૃત કરવામાં આવે છે. ક્યારેક આડી ઊભી પદિકાઓ ઉપર રત્નબંધ, મણિમેખલાઓ કે મૃણાલપત્રની પંક્તિઓ કરવામાં આવે છે. પરસ્પરને છેદતી પફ્રિકાના સાંધા પર મણિપદકે કે પાનાં જુદાં જુદાં આવર્તન કરવામાં આવે છે. આ જાળીઓ મોટે ભાગે છિદ્રાળુ હોય છે, પણ ક્યારેક એને રિહિત રાખવામાં પણ આવે છે. આ સંજોગોમાં એ માત્ર અંલકારરૂપે જ દેખા દે છે. ૧૪૧ તારણ અને કીતિ તારણ
વાતુમાસ્ત્રમાં “રણ” શબ્દ બે અર્થમાં વપરાય છે. એક તો મંડપ વગેરેના સ્તંભ-અંતરાલના ઊર્વભાગે સ્તંભ-સંલગ્ન સામસામા મકરમુખમાંથી પ્રગટતી માલા કે વંદનમાલિકા, જેને સામાન્યતઃ “કમાન” કહેવામાં આવે છે, તે અર્થમાં “તેરણ” શબ્દ પ્રયોજાયો છે. એમાં કોતરાતા વિવિધ ઘાટોને કારણે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર-પત્ર, મકર અને ચિત્ર-જોવામાં આવે છે. વળી તેઓનો સમગ્ર ઘાટ વૃત્ત, ચાપાકાર કે અર્ધચંદ્રાકાર હોય છે. એનાથીયે વિશેષ, કેટલાક વાસ્તુગ્રંથમાં એના બે મુખ્ય પ્રકારનાં વર્ણન છેઃ ઇલિકા અને આંદોલ. ઇલિકામાં ઈયળની જેમ વળ ખાતી સંચારગતિને અનુરૂપ તેરણનું કંડારકામ કરવામાં આવે છે, અદલમાં હિંદલક કે સમુદ્રતરંગને ભાવ પ્રકટાવવામાં આવે છે. બંનેમાં ઘણી વાર સ્તંભશીર્ષને વળગેલા મકરમુખમાંથી વંદનમાલિકા પ્રગટ થઈ ઉર્વગામી બની, ભાટના પેટાળમાંના કમલના મધ્યબિંદુમાં શિર પ્રવેશ કરી રિયર બને છે.
રણ” બીજા અર્થમાં સુવિખ્યાત “કીર્તિતોરણ ના અર્થમાં પ્રયોજાય છે. અપરાજિતપૃચ્છામાં એનું વિગતે વર્ણન આપ્યું છે. ૧૬૩ એની રચના ઘણે અંશે મંદિર કે મંડપના અગ્રભાગમાં થાય છે. ઉત્સવાદિ પ્રસંગેએ આ દેવના હિંદલક તરીકે ઉપયોગમાં લેવાતું હશે એવું અનુમાન છે.૧૪૪ એની રચના વિધિમાં પ્રથમ તે પીઠ પર ઉચ્છલક(ઠેકીવાળા સ્તંભો) કરી, એના પર ફૂટ છાઘ, ભારપટ્ટ અને એના પર પદ-સ્તંભગર્ભે તિલક(તલકડું) અને બાજુમાંની બાહ્ય દિશામાં મકરમુખ કરવાનું તેમજ સૌથી ઉપર વચ્ચે શિરડ-સમું ઇલિકા