Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકે
[ ૩ મુખી કલમપાંદડીનાં સુશોભન છે. એ દરેક અંગને અંતરપત્રિકા વડે ટાં પાડેલાં હોવાથી આકર્ષક ઉઠાવ આવે છે.
મંડોવરની દીવાલ પરનાં શિલ્પોમાં કેટલીક નૃત્યમૂતિઓ, જલ-લહર અને પકુંજોનું ભાસ્કર્ષ નયનરમ્ય છે. મંડળની છત અંદરથી ચિત્ય ઢબે બંને બાજથી ત્રણ ત્રણ ગોળ કમાને ઉપસાવીને અર્ધ-ગોળાકાર ઘાટમાં નિપજાવી છે, અને સ્તંભો પર સિંહ-મુખો, સ્ત્રી, કીચકો વગેરે મૂકીને એની છતને ટેકવી છે.
ગર્ભગૃહની ઉપર અવાંતર અવસ્થાના જાલક-ભાતથી વિભૂષિત શિખરની રચના છે. ભદ્રભાગે આ શિખર ઉર શૃંગથી સુશોભિત છે. પ્રતિરથ અને કોણભાગે ઇંગિકાઓ છે.
મંડપના મધ્યભાગે અને અંતરાલના મથાળે ઢાળવાળા છાપરાની રચના છે. આ છાપરાને અંદરને ભાગ વિતાનની રચના ધરાવે છે. પાર્શ્વ માર્ગની છત અધવૃતાકાર ઘાટની રચનાથી વિભૂષિત છે. ગર્ભદ્વારની શાખાઓ બેવડી પત્રાવલિથી અંકિત કરેલી છે. એમાં એક વખતે ગંગા-યમુનાનાં શિલ્પ હતાં. લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે. તરંગમાં નવગ્રહ પઢ છે. અંતરાલની છતમાં ગુજરાત ભરમાં અભિનવ રચના ધરાવતું રાસમંડળનું શિલ્પ છે. આમાં દાંડિયારાસ લેતી સળ સ્ત્રીઓનાં શિલ્પ છે. દરેકના પગની આંટી તથા દરેકના ઊંચા લીધેલા જમણા હાથમાં દાંડિયા રાસની ગતિ સૂચવે છે. વળી કવિલંબિત સ્થિતિમાં રહેલે ડાબો હાથ અભિનવ ભાવભંગી પ્રકટ કરે છે. મધ્યનું અષ્ટદલ પ્રફુલ્લિત કમળપુષ્પ પણ ચાર અને સુરેખ છે. છતની કિનારી પરની ગોમૂત્રિકા ઘાટની ગતિશીલ વેલ પણ રાસની ગતિની ઘાતક છે. દાંડિયારાસનું સુંદર આલેખન આ છતમાં થયું છે. ૨૭
થાન( તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર)થી છ માઈલના અંતરે આવેલા તરણેતર( ત્રિનેત્રેશ્વર )નું શિવાલય આવેલું છે. હાલ આ મંદિર એના નવ. નિર્માણ સ્વરૂપે ઊભેલું છે. ૨૨૮ આ મંદિરના ગર્ભગૃહ પર કેરાકોટ અને કેટય શૈલીનું શિખર તથા મંડપ પર ચંદ્રશાલાનાં અલંકરણોથી વિભૂષિત પગથિયાંવાળી ફાંસનાની રચના હતી. શિખરના પ્રહાર નીચે ફૂટછાદા ન હતું. મંડોવરના ગવાક્ષ. મંડિત દેવથર પરની પ્રતિકર્મ અને ઉદ્દગમ રચના અભિનવ અને ઉત્તમ કોટિની હતી અને એના પર નરયરના ઉનત થરની રચના હતી. મંડોવરના ગવાક્ષ નીચેના ભારપુત્તકેની રચના પણ એવી જ ચારુ હતી. સૌથી ઉપર ફૂલવેલભાતનાં અલંકરણ પણુ આકર્ષક હતાં. શિખર અને કર્ણફૂટ જાલક-ભાતથી વિભૂષિત કરેલાં હતાં. મુખ્ય પ્રવેગકી અને ગૂઢ મંડપની છત કરાટક-ધાટની છે. એના