Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું 1. રથાપત્યકીય રમાકો
[ ૪૫૯ભિમુખ છે. મંદિર ગર્ભગૃહ મંડપ અને શૃંગારકીનું બનેલું છે. મૂળ મંદિરની સામે લંબચોરસ ઘાટની એક ચોકી આવેલી છે. ગર્ભગૃહની વિસ્તૃત દ્વારશાખાના રૂપસ્તંભમાં દેવ-દેવીઓનાં તથા નૃત્યાંગનાઓનાં શિલ્પ છે. લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે. ગર્ભગૃહની ભદ્રપીઠ પર પાછલા સમયની રકૃમિણીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. મંડપના સ્તંભના ઘાટમાં ઘટપલ, કીતિ મુખો અને કીચકનાં શિલ્પ છે. મંડપને ઘુમટ પડી ગયે હેવો જોઈએ, કારણ કે એની રચના પાછલા કાલની છે. મંદિરની પીઠના કુંભામાં ગવાક્ષમંડિત દેવશિલ્પ તથા મિથુન-શિલ્પ કતરેલાં છે. કુંભા પર ગજથર, નરયર, અને પ્રાસપદીને થર છે. મંડોવરના ભદ્રગવાક્ષામાં દેવીશિલ્પ અને પ્રતિરથ અને કાણુભાગે દિપાલે, તાપસે અને નૃત્યાંગનાઓનાં શિલ્પ છે. ગર્ભગૃહ પરનું શિખર ઘણે અંશે સારી સ્થિતિમાં જળવાયું છે. ૨૧૩
બરડિયા( તા. ઓખામંડળ, જિ. જામનગર)ના સાબલક્ષ્મણાનાં નામે ઓળખાતાં મંદિરો ૨૧૪ પૈકી સાંબનું મંદિર ઊંચી વિસ્તૃત (૪૨૪૨૨”) વ્યાસપીઠ (જગતી) પર આવેલું છે. મંદિરના મંડપ પરની સંવણું નાશ પામી છે. ઘૂમલીના નવલખા મંદિરની માફક પીઠના કુંભાના મધ્યભાગે આવેલ ગવાક્ષોમાં બ્રહ્મા, વિષ્ણુ અને નટેશનાં શિ૮૫ છે. મંડોવરની જંધાના ભદ્રગવાક્ષામાં પશ્ચિમે. ગરૂડારૂઢ વિષ્ણુ, દક્ષિણે વેગાસનસ્થ વિષ્ણુ અને ઉત્તરે ગરૂડારૂઢ લલિતાસનમાં બેઠેલા વિષ્ણુનાં શિલ્પ છે. મંડપની વેદિકામાં દિપાલ-દિકપાલિકા, શીતળા, ચામુંડા વગેરેનાં શિલ્પ છે. જગતીની દીવાલે ગવાક્ષ–મંડિત છે. એના અગિયાર ગવાક્ષોમાં અષ્ટ દિકપાલ, પ્રેતવાહના ચામુંડા અને ગણેશનાં બે શિલ્પ છે.
મિયાણીનું નીલકંઠ મહાદેવનું મંદિર રચના પર ત્યાંના હરસિદ્ધ માતાના મંદિર સાથે સામ્ય ધરાવે છે. મંદિરના મંડેવરની જધાના ગવાક્ષોમાં આવેલાં અતિશિલ્પમાં દક્ષિણ બાજુનું લકુલીશનું શિલ્પ ખાસ બેંધપાત્ર છે. દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ તથા તરંગમાં નવ ગ્રહોનો પટ છે.૨૫ મંડપના એક સ્તંભ પર વિ. સ. ૧૦૨૪ તથા ૧૨૦૦ ના લેખ છે. ૨૧ શિખરનો કેટલેક ભાગ તૂટી ગયો છે. રંગમંડપ પર ફાંસના-શૈલીનું છાવણ છે.
સરનાલ( તા. ઠાસરા, જિ. ખેડા)માં પ્રાચીન ગળતેશ્વર નામે ઓળખાતું શિવમંદિર આવેલું છે. ૨૧૭ રચનાશૈલીની દષ્ટિએ આ મંદિર ગુજરાતનાં અન્ય મંદિર કરતાં ઘણું જુદું પડે છે. ૨૧૮
આ પૂર્વાભિમુખ મંદિરના ગર્ભગૃહ(૧૬' x ૧')નું તલમાન અંદરની