Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૫૦ ]
લકી કાલ ચેકીના સ્તંભ ઘટ્ટપલ્લવ ઘાટના છે અને એની સમતલ છતમાં વિભાગો પાડી દરેક વિભાગને પુષ્પમંડિત કરેલ છે. ગર્ભગૃહ પરના શિખરને ઉપલે ભાગ એવી જ રીતે પછીના કાળના સમારકામને છે. મંડોવરની જંધાના ભદ્રગવાક્ષોમાં ઉત્તરે મહાકાલ, પૂર્વે નટેશ અને દક્ષિણે ભેરવનાં શિપ છે. ૧૫૭
હાવી(તા. પાટણ જિ. મહેસાણું)ના નીલકંઠ મહાદેવના મંદિરને ગર્ભગૃહવાળો ભાગ સારી રીતે જળવાયેલ છે. મંડપ નાશ પામે છે અને એને બદલે પાછલા સમયમાં એક સ્થાન પામી છે. એ ચેકીમાં જૂના મંડપના ખંભાદિ અવશેષ વપરાયા છે. મંડેવરની જંથાના ભદ્રગવાક્ષોમાં ઉત્તરે બ્રહ્મા સરસ્વતી, પશ્ચિમે શિવ-પાર્વતી અને દક્ષિણે લક્ષ્મી-નારાયણનાં યુગલશિ૯૫ તથા એની આજુબાજુ મિથુનશિલ્પ કોતરેલાં છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટલિંબમાં ગણેશનું શિ૯૫ અને તરંગમાં બ્રહ્મા શિવ અને વિષ્ણુને શિ૯૫ખંડ આવેલે છે. એના પીઠના કુંભ ભરચક મિથુનશિથી કતરેલા છે. ગર્ભગૃહ પરનું ઉભડક શિખર પુનર્નિમાંણ સમયનું હોવાનું બજેસ ધારે છે. ૧૮
પાડણ (તા. વાવ, જિ. બનાસકાંઠા)નું મૂલેશ્વર મહાદેવનું મંદિર સ્થાનિક લોકોક્તિ મુજબ મૂળરાજ સોલંકી (૯૪૨-૯૯૫)ના સમયમાં બંધાયું છે.૧૯ મંદિરનું સમરસ ગર્ભગૃહ એકાંડી પ્રકારનું શિખર ધરાવે છે. એની કણપીઠ સાદી છે. વેદીબંધના કુંભાના મથાળે કર્ણ અને ભદ્ર ભાગે અર્ધવિકસિત કમલ અને પ્રતિરથ તથા ઉપરથ ભાગે અર્ધરત્નનાં અલંકરણ છે. અંધાને થર સાદે છે. એમાં કભાગે નાના કદનાં વ્યાલ અને મિથુનશિ આવેલાં છે. ભદ્રગવાક્ષોમાં ત્રણે બાજુએ લલિતાસનમાં બેઠેલા ષડભુજ શિવનાં શિલ્પ છે. એના જમણી બાજુના ત્રણ હાથમાં અનુક્રમે વરદાક્ષમાલા, સનાલ કમલ અને ત્રિશળ ને ડાબી બાજુના ત્રણ હાથમાં નાગ, ખૂટવાંગ અને કમંડળ આવેલાં છે. એની ડાબી બાજુએ નંદી બેઠેલ છે. ગર્ભગૃહ પરના શિખર પરની જાલક-ભાતનું તક્ષણ ઊંડું અને સુરેખ છે. • મંડપ અને શૃંગારકીના સ્તંભને ઘાટમાં ઘટપલ્લવનું કોતરકામ છે.
વઢવાણ(તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર)ની ઊંચી વ્યાસપીઠ પર આવેલા રાણકદેવી ૧૭૧ મંદિરના ગર્ભગૃહ વિભાગ સંપૂર્ણ જળવાઈ રહ્યો છે, એની આગળના અન્ય વિભાગ નાશ પામ્યા છે. સાદી પીઠ અને મંડોવર પરની ઘેર અલંકરણની પટિકાઓ સારા ઉઠાવ આપે છે. પીઠમાં પ્રાસપદી, મંડોવરની છાજલીમાં ચંદ્રશાલાઓની હારમાળા અને લટકતી ઘંટાના અલંકરણવાળાં રાસમુખની હારમાળા તથા મથાળે તમાલપત્રની પંક્તિઓ અને શિખર નીચેના