Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્યકીય સમારકો
[ અe અંદરના ભાગે સાદી રચનાવાળી ગર્ભગૃહની દીવાલ “મોવર' કહેવાય છે. ગૂઢમંડપની દીવાલ પણ એ જ નામે ઓળખાય છે, પરંતુ મંડપ ખુલે એટલે કે સભામંડપ કે રંગમંડપ પ્રકાર હોય તે પીઠની ઉપર “વેદિકા નામે ઓળખાતી ઓછી ઊંચાઈની દીવાલ અને એના પર “વામન’ એટલે કે ઓછી ઊંચાઈના સ્તંભની રચના હોય છે. આ જ પ્રકારની રચના શૃંગાકીમાં પણ હોય છે મંડોવર ઉપર ઢાંકણ તરીકે વપરાતે કંદોરા જેવો થર “પ્રહાર” નામે ઓળખાય છે. સ્તંભો પર પાટની રચના હેાય છે અને એના પર પ્રહારને થર મંડાય છે. ગર્ભગૃહના ભાગે પ્રહાર ઉપર શિખર, અંતરાલ ભાગે શુકનાર અને મંડપ તથા શંગારચોકીના ભાગે સમતલ છાવણ કે છત અથવા અર્ધવૃત્તાકાર ઘૂમટ(કોટક)ની રચના કરવામાં આવે છે. એની બહારના તરફ પગથિયાંવાળા દર્શનીય ઘાટની રચનાને “સંવર્ણ” કહે છે. સમતલ છાવણ રચના “વિતાન'ના નામે જાણીતી છે. પીઠોદય
મંદિરના તલમાનમાં આવેલા નિગમેને કારણે પીઠ, મંડોવર, વેદિકા વગેરેના ઊર્ધ્વદર્શનમાં અનેકવિધ સમતલ થરનાં સુશોભનેને પૂરત અવકાશ મળી રહે છે. મંદિરની પીઠને વિશિષ્ટ પ્રકારના સમતલ થરો વડે વિભૂષિત કરવામાં આવે છે. આ કાલનાં મંદિરમાં “પીઠોદય'માં સામાન્યતઃ નીચેથી ઉપર જતાં ક્રમશઃ ભી (એક અથવા એકથી વધુ), જાડકુંભ(જાબે), અંતરપત્ર (અંધારકા), કણિકા(કણી), ગ્રાસપદી, અંતરપત્ર, છાદા(છાજલી) વગેરે પર કેરેલા હોય છે. આ પ્રકારની પીઠને સ્થાપત્યની પરિભાષામાં “કામદ પીઠ' કહે છે, પરંતુ મોટાં મંદિરની પીઠમાં ઉપરના થરેની ઉપર ગજથર, અશ્વથર (વાજિથર), નરચર વગેરે પૈકી એક, બે કે ત્રણે થરોની રચના થાય છે. દરેક થરની વચ્ચે અંતરપત્રની રચના કરી એ થરોને એકબીજાથી છૂટા પાડવામાં આવે છે. આ પ્રકારની રચનાવાળી પીઠ સ્થાપત્યની પરિભાષામાં “મહાપીઠ” નામે ઓળખાય છે (પદ 9, આ. ર૯).૧૪૧ ગજથર અને અશ્વથરમાં હાથી અને ઘેડાનાં વિવિધ અંગભંગીવાળાં શિ૯૫ કોતરેલાં હોય છે. નરથરમાં માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓ, આનંદપ્રમોદના પ્રસંગો-શિકાર, યુદ્ધ, યાત્રા, સવારી વગેરે કતરેલાં હોય છે. આ જ થરમાં ‘મિથુન (ભેગાસન) શિલ્પ નામે જાણીતી થયેલી પરિપાટીના કામચેષ્ટાને લગતા પ્રસંગ પણ આલેખાયેલા હોય છે. કેનેડાના બહ
સ્મરણાદેવી મંદિરની પીઠ “કામદ’ પીઠ વડે અલંકૃત છે. આવી જ રચના મિયાણીનાં નીલકંઠ અને જૈન મંદિરની તથા ખંડેસણુના સર્વમંગલા દેવી મંદિરની પીઠમાં છે. સૂણુકના નીલકંઠ મહાદેવની પીઠમાં ભીના બેવડાત્રેવડા