Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૪ ]
સેલંકી કાલ
[ અ.
અંગે આવેલાં હોય છે તેમાં (૧) ભિત્તિ, (૨) સ્તંભ, (૩) તોરણ કમાન), (૪) પાટ, (૫) સંવણુ કે વિતાન તથા (૬) ચંદ્રાવલોકન (ઝરૂખા) અને (૭) કક્ષાસન નોંધપાત્ર છે. ગૂઢમંડપ તરફ દીવાલોથી આચ્છાદિત હોય છે. સભામંડપમાંની અર્ધભી તો “વેદિકા' નામે ઓળખાય છે. આ દીવાલોમાં ઘણી વાર ચંદ્રાવકન અને કક્ષાસનની રચના હેય છે. દીવાલમાં આવેલા વિવિધ થર આકારમાં ગર્ભગૃહન મંડોવરના થર જેવા જ હોય છે. ગૂઢમંડપની અંદરની બાજુએ દીવાલમાં સંલગ્ન અર્ધભૂત(ભીંતા) સ્તંભ તથા મધ્યમાં છૂટા સ્તંભોની રચના હોય છે. સભામંડપ ચારે બાજુએ ખુલો હોવાથી સ્તંભે પર જ મંડાયેલ હોય છે. શૃંગારકી ચોતરફ ખુલ્લી હવાને કારણે એમાં ભીંતા તેમજ છૂટા સ્તંભોની રચના થાય છે. - સ્તંભ
રૂપવિધાનની દષ્ટિએ સ્તંભ ત્રણ વિભાગનો બનેલો હોય છે. એમાં સૌથી નીચે કુંભી, એ પર તંભદંડ અને એના પર શિરાવટીની રચના હોય છે. મોટાં મંદિરમાં શિરાવતી પર વામન કદના બીજા સ્તંભ ચડાવેલા હોય છે. સ્થાપત્યની પરિભાષામાં એ “ઉછાલક” નામે ઓળખાય છે૧૫૮ (પટ્ટ ૮, આ. ૩૨). સ્તંભનું રૂપવિધાન મંડેવરના રૂપવિધાન સાથે સામ્ય ધરાવે છે. કુંભીની રચના મડેવરના કુંભકને અનુરૂપ હોય છે. તલદનની દષ્ટિએ કુંભીનો ઘાટ ગર્ભગૃહની દીવાલના ઘાટ સાથે સામ્ય ધરાવે છે. કુંભીના મથાળે કેવાલ અને ગ્રામપટ્ટીની રચના ક્યારેક થાય છે. સ્તંભદંડ ઘાટમાં ચરસ, ગોળ, અષ્ટકોણીય અને
ક્યારેક પોડશકોણીય હોય છે. કેટલીક વખતે આ દરેક ઘાટનું એકના એક સ્તંભમાં મિશ્રણ થતું જોવામાં આવે છે; દા. ત. નીચેથી ચરસ રચાતો સ્તંભદંડ મધ્યમાં અષ્ટકોણીય અને મથાળે છેડશ કે વૃત્તાકાર ઘાટવાળો હોય છે. ચેરસ સ્તંભમાં ભદ્રાદિ નિગમે આપી “ભદ્રક,” “વર્ધમાન, “સ્વસ્તિક” વગેરે ઘાટ નિપજાવવામાં આવે છે. ભદ્રક ઘાટમાં મધ્યમાં ભદ્ર નિગમ, વર્ધમાનમાં ભદ્ર અને પ્રતિથિ નિગમ, તથા સ્વસ્તિકમાં ભદ્ર, પ્રતિરથ અને નંદી નિગમની રચના થાય છે. અત્યંત અલંકૃત સ્તંભનું રૂપવિધાન ગર્ભગૃહના મંડોવરના કુંભક ઉપરના થરોના રૂપવિધાન સાથે સામ્ય ધરાવતું હોવાથી એમાં પત્રપુષ્પોથી વિભૂષિત કેવાલ, ગ્રાસ પટ્ટી, મણિમેખલા, ઘટા-સાંકળી, ઘટપલ્લવ વગેરે શિ૯૫પટ્ટિકાઓ તથા મૂર્તિશિલ્પો યોજવામાં આવે છે. સ્તંભદંડની ઉપર શિરાવટીની રચના થાય છે. શિરાવટીના ચેતરફ ફેલાવેલા છેડાઓની અલંકૃત રચના “હીરગ્રહણક” નામે ઓળખાય છે. શિરાવતી અને પાટની વચ્ચેનાં તારણે અને શિરાવટી સંલગ્ન