Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૦ ] સોલંકી કાલ
[પ્ર. થર પર પીઠનાં જાડકુંભ, કર્ણ, ગ્રાસ પટ્ટી, અંતરપત્ર, ગજથર અને નરથર કોતરેલાં છે.૧૪૩ રહાવી, મોટબ, ગેરાદ વગેરે સ્થળોનાં મંદિરની પીઠમાં આને મળતી રચના જોવામાં આવે છે. ૧૪૪ પીઠને આદર્શ નમૂન મોઢેરાના સૂર્ય મંદિરની પીઠમાં જણાય છે. એમાં ભીની ઉપર અનુક્રમે નાથકુંભ, અંતરપત્ર, કર્ણિકા, ગ્રામપદી, છાઘ, ગજથર, નરયર વગેરે થરો સ્થાન પામ્યા છે. ૧૪૫ આ જ પ્રકારની રચના ઘુમલી અને સેજકપુરનાં નવલખા મંદિરમાં જોવામાં આવે છે.
મહાપીઠ” એટલે કે ગજથર, અશ્વાર અને નરથર સાથેની પીઠને આદર્શ નમૂન કુમારપાલના સમયનું સોમનાથનું મંદિર પૂરો પાડતું હતું. તારંગાના અજિતનાથના મંદિરની પીઠ આ પ્રકારની છે. કેટલાંક ઘણું નાના કદનાં મંદિરની પીઠમાં માત્ર બે જ,થર–જાવકુંભ અને “કણિકા ”ની રચના કરેલાં હોય છે. આવી પીઠને સ્થાપત્યની પરિભાષામાં “કણું પીઠ' નામે ઓળખવામાં આવે છે. આ કાલનાં ઘણાં જૈન મંદિરોની દેવકુલિકાઓની પીઠ તથા વીરમગામના મુનસર તળાવ કાંઠાનાં નાનાં મંદિરોની પીઠ આ પ્રકારની છે. ૧૪૭ મંડોવર
ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલના બાહ્ય અલંકૃત ભાગને મંડોવર’ નામે ઓળખવાની પરિપાટી છે. પીઠની માફક મંડોવરમાં અનેકવિધ સમતલ થરોની રચના હોય છે (પટ્ટ છે આ. ૩૦). નીચેથી ઉપરના ક્રમે આ થરો ખુરક, કુંભક, કલશ, કપોતાલી કેવાલ), મંચિકા, જઘા, ઉગમ, ભરણી, શિરાવટી, મહાકવાલ, કૂટછાઘ નામે ઓળખાય છે. ૧૪૮ અને દરેક બે થરની વચ્ચે તેઓને છૂટા પાડનાર અંગ તરીકે અંતરપત્રની રચના થાય છે. વળી આ દરેક થર પર નાના મોટા ગૌણ થરની રચના થાય છે. ખુરક એ સામાન્યતઃ કર્ણ, કણિકા, અને સ્કંધથી વિભૂષિત કરેલ સાદી બેઠકવાળો થર છે. કુંભક (કુંભ)ના મુખ પર તમાલપત્રોની રચના હોય છે અને એના મુખ્ય દર્શનીય પેટા પર નાના કદના ગવાક્ષોમાં દેવ-દેવીઓ તથા ક્યારેક મિથુન-શિલ્યની રચના હોય છે. કલશને મધ્યભાગ ઘડા કે કલશની માફક અર્ધવૃત્તાકાર હોય છે. એની મધ્યમાં પટ્ટિકાની રચના ક્યારેક કરવામાં આવે છે. એમાં અક્ષમાલા કે મણિમેખલા કોતરેલી હોય છે. પોતાની કે કેવાલ રચનામાં કપત-કબૂતરના મસ્તક ભાગનું રૂપ સામ્ય નજરે પડે છે. એમાં કેટલીક વાર ચિત્યગવાક્ષની આકૃતિઓની હારમાળાનું અંકન થાય છે. મંચિકાના ઘાટમાં કામરૂપ (અલંકૃત પટ્ટિકા), સ્કંધ, કર્ણ, કપિતાલી વગેરે ગૌણ થરે હોય છે. એની ઉપરના જંધાના થરમાં મોટે ભાગે તંભિકાઓ અને તોરણયુક્ત ગવાક્ષની રચના થાય છે. એમાં દેવ-દેવીઓ