Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૧૮ ] સેલંકી કાલ
[ પ્ર. કિલ્લે સોલંકી રાજા કુમારપાલે બંધાવ્યાને ઉલેખ કોટની પૂર્વ દીવાલમાં આવેલ અર્જુનબારીના દરવાજાની ડાબી બાજુની ભીંતમાં ચડેલી શ્રીપાલપ્રશસ્તિમાં થયેલ છે.
શર્મિષ્ઠા તળાવની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ હદ શહેરને અડે છે તે પથ્થરબંધ ઓવારા અને પગથિયાંથી વિભૂષિત છે. તેઓના બંને છેડા જ્યાં પૂરા થાય છે ત્યાંથી શહેરને ફરતો કોટ શરૂ થાય છે. કોટને છ દરવાજા છે, જેમાંના ચાર દરવાજા મુખ્ય દિશાએ આવેલા છે. પૂર્વ દરવાજાને “અમરાળ” અને પશ્ચિમના દરવાજાને “અમેળ” કે “ગાડી( રેલવે સ્ટેશન)દરવાજે, ઉત્તર દરવાજાને “અર્જુનબારી” અને દક્ષિણના દરવાજાને “ગાંસકુળ દરવાજો” કહે છે. બાકીના બે દરવાજા ખૂણાઓની દિશાઓને સંમુખ કરે છે. “પિઠેરી દરવાજો” અગ્નિ કોણ પર અને “નદીઓળ દરવાજે વાયવ્ય કોણ પર આવેલ છે. કોટનો ઘણેખરો ભાગ અને બુરજ તૂટી પડ્યા છે, પણ તેઓની વચ્ચે વચ્ચે કે ખૂણા પર આવતા બુરજોના અને કેટના પાયા સચવાઈ રહ્યા છે. દરેક દરવાજાની બહાર નગરરક્ષક દેવોની સ્થાપના પ્રાચીન પરિપાટી પ્રમાણે મોટા ગવાક્ષોમાં કરેલી છે.૮ અર્જુનબારીના દરવાજાની જમણી બાજુએ મહિષાસુરમર્દિની અને ડાબી બાજુએ ભરવ, પિઠોરી દરવાજે જમણી બાજુએ ભૈરવ અને ડાબી બાજુએ ગણેશની મૂર્તિઓ છે. આ સિવાય બીજા દરવાજાઓમાં અનુક્રમે મહિષાસુરમદિની અને ગણેશની મૂતિઓ છે. અમતળ કે ગાડી દરવાજાની બંને બાજુના ગવાક્ષ ખાલી છે. અમરોળ દરવાજાને અડીને પ્રસિદ્ધ અમરોળ માતાને પ્રાચીન મંદિર સમૂહ આવેલો છે. પિઠોરી દરવાજે પિઠેરી માતાનું સ્થાનક છે. ગાંસકુળ દરવાજાનું જૂના દસ્તાવેજોમાં “ગાંગમ” નામ આપ્યું છે. નદીઓળ દરવાજાની પશ્ચિમે બે માઈલ પર રૂપેણ નદી આવેલી છે. આ દરવાજેથી ત્યાં જવાય છે તેથી આ નામ પડયું હોવાનો સંભવ છે. વિશેષમાં શર્મિષ્ઠા તળાવમાં સાબરનાં પાણી ભરાતાં, એ જ્યારે પૂરેપૂરું ભરાઈ જતું ત્યારે એનું પાણી આ દરવાજે આવતું તેથી પણ એ “નદીઓન’ નામે ઓળખાતો હોય એમ લાગે છે. જળાશ
ભારતીય વાસ્તુગ્રંથમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશેનું નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારે બાજુએ બાંધેલાં સરોવર, તેવી જ રીતે ચારે બાજએ પથ્થરના ઘાટ તથા પગથિયાંની રચનાવાળા કુંડ, અને વિશિષ્ટ પ્રકારની રચનાવાળી વાવો મહત્ત્વનું સ્થાન ધરાવે છે.