Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
is મું]. સ્થાપત્યકીય સ્મારક
[ ૫ બે ભાગ આપવામાં આવે છે, પરંતુ તલમાનમાં જે ૧૨ ભાગ પાડ્યા હોય તે ભદ્ર નિગમને ૪ ભાગ આપી શકાય છે. ભદ્ર અને પ્રતિરથ નિગમવાળું આ પ્રકારનું તલમાન “ત્રિનાસિક” કે “ત્રિરથ” તરીકે ઓળખાય છે. આ તલમાનમાં મૂલસત્ર અને ભદ્ર-પ્રતિરથ નિગમનું પ્રમાણ એકસરખું નહિ, પણ વત્તેઓછું ૨ઃ ૫ કે ૧ : ૩ નું હોય છે. સૂણુકનું નીલકંઠ, કસરનું ત્રિકૂટાચલ, ખંડોસણનાં દિપુરુષ અને હિંગોળજા, ધિણાજનું વ્યાઘેશ્વરી, મણંદનું નારાયણ, કચ્છમાં કટાય શિવમંદિર, માધવપુરનું જનું માધવરાય, તરણેતરનું ત્રિનેત્રેશ્વર, કનેડાનું બહુસ્મરણ, સેજકપુરનું નવલખા, ચાનનું મુનિબાવા, બરડિયાનું સાંબ, વઢવાણનું રાણક, મિયાણીનું હરસિદ્ધ વગેરે મંદિરના ગર્ભગૃહનાં તલમાન “પંચર” પ્રકારનાં છે. મોઢેરાનું સૂર્યમંદિર, તારંગાનું અજિતનાથ તથા સોમનાથના કુમારપાલના સમયના સાંધાર મંદિરના ગર્ભગૃહનાં તલમાન મંદિરની અંદરની બાજુએ “ત્રિરથ” પ્રકારનાં છે અને બહારની બાજુએ “પંચરથ” પ્રકારનાં છે.
ભદ્ર-પ્રતિરથ ઉપરાંત નંદી નામને ત્રીજે નિર્ગમ ઉમેરાતાં ગર્ભગૃહનું તલમાન “ચનાસિક” કે “પંચરથ’ પ્રકારનું બને છે. આમાં મૂળ સત્રના ૧૪ ભાગ કરી મધ્યના ૪ ભાગ ભદ્રને, બે બે ભાગ એની બાજુના પ્રતિરથને, એના બાજના નંદીને એક એક ભાગ અને કર્ણને બે બે ભાગ અપાય છે. અહીં તલમાનનું પ્રમાણુ ૨ ઃ ૭ નું બને છે. ધૂમલીનું નવલખા મંદિર, ગિરનારના નેમિનાથ તથા વસ્તુપાલ-તેજપાલ ત્રિપુરુષપ્રાસાદના મધ્ય ગર્ભગૃહ તથા કુંભારિયાના મંદિરના ગર્ભગૃહનાં તલમાન આ પ્રકારનાં છે.
ઉપર્યુક્ત ત્રણે નિગમે ઉપરાંત તલમાનમાં એક વધુ નંદી કે પ્રતિરથ નિગમનું ઉમેરણ થતાં ગર્ભદીવાલના મૂલસૂત્રના ૧૬ ભાગ કરી મધ્ય ભદ્રને ૪ ભાગ, ભદ્ર અને પ્રતિરથ વર નંદીને ૧ ભાગ, પ્રતિરથને ૨ ભાગ, તથા કણને ૨ ભાગ અપાય છે. અહીં કર્ણ અને ભદ્રાદિ નિગમનું પ્રમાણ ૧: ૪નું બની રહે છે. આ પ્રકારનું તલમાન “સપ્તનાસિક” કે “સપ્તરથ” પ્રકારનું જણાય છે. ઉપરનાં તમામ તલમાન મૂળમાં સમચોરસ ઘાટનાં છે, પરંતુ અષ્ટકોણીય ઘટના તલમાનની દરેક બાજુએ ભદ્રાદિ નિગમો આપીને એને લગભગ વૃત્તાકાર બનાવવાની પરિપાટી સરનાલના ગલતેશ્વર-મંદિર તથા રાણપુરના સૂર્ય મંદિરના ગર્ભગૃહનાં તલમાનમાં નજરે પડે છે. અંતરાલ.
આ કાલનાં મંદિરમાં ગર્ભગૃહ અને મંડપને જોડનાર અંગ તરીકે અંતરાક્ષની મેજના એના વિકસિત સ્વરૂપે આકાર પામતી જણાય છે. અંતરાલતે