Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૫ આ વાવ ચાર મજલાની છે. વાવના કૂવાના સામે છેડે આવેલ પ્રવેશમંડપ પર સુંદર અલંકૃત છત્રી છે. વળી દરેક ભાળને મથાળે સામરણ ઘાટનાં આચ્છાદન મૂકેલાં છે. દરેક માળના સ્તંભ સુંદર રીતે કોતરેલા છે અને દીવાલ પર મનોહર શિલ્પો મૂકેલાં છે. આ જ પરિપાટીની અલંકૃત વાવો મહેસાણા જિલ્લાના છત્રાલ અને સાબરકાંઠા જિલ્લાના દાવડમાં આવેલી છે.
વઢવાણની ગંગા અને માધા વાવર તેમજ રાજકોટ પાસેના સેજકપુરથી છ માઈલ દૂર આવેલ ધાનદલપુરમાં પણ આ જ પ્રકારની સુંદર વાવ જોવા મળે છે. માધા વાવના પ્રથમ કૂટને સંલગ્ન એક સુંદર તોરણ આવેલું છે. આ તોરણ પર અનેક દેવદેવીઓનાં શિ૯૫ કતરેલાં છે તેમજ એના ગાળામાં જાળીદાર પડદીઓની કોતરણી છે. સ્તંભની વિરાવટીમાં કાતિનુની કોતરણી છે. આ વાવ કર્ણ વાઘેલાના મંત્રી માધવે પિતાનાં માતાપિતાના સ્મરણાર્થે બંધાવી હતી.
(આ) દેવાલ પ્રાસ્તાવિક
ભારતમાં મંદિર-સ્થાપત્યમાં શિખરાન્વિત શૈલી પ્રસ્થાપિત થયે ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથમાં આ શિખર–શૈલીના નાગર, કેસર અને દ્રાવિડ એમ ત્રણ ભેદ બતાવાયા છે.૨૯ ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલીને ઘણે પ્રસાર થયું. સોલંકી કાળ દરમ્યાન આ શેલી એનાં વ્યાપક સ્થાનિક લક્ષણે સાથે ગુજરાત-રાજસ્થાનના પ્રદેશોનાં મંદિરોમાં આવિર્ભાવ પામી.
ચૌલુક્ય કે સોલંકી કાલના પ્રારંભથી ગુજરાતના મંદિર-સ્થાપત્યમાં ભારે પરિવર્તન નજરે પડે છે, તેથી આ કાલનાં મંદિર બહુધા “ચૌલુક્યશેલી’નાં કે સોલંકીશૈલીનાં મંદિર તરીકે ઓળખાય છે. આ પરંપરાનાં મંદિર એની અગાઉની પરંપરાના છાઘ પ્રાસાદોથી જુદા પડી બહુધા રેખાન્વિત (curvilinear) શિખરશૈલીને અનુસરે છે. દસમી સદીના પૂર્વાર્ધથી ચૌદમી સદીના આરંભ સુધીમાં રચાયેલાં આ શૈલીનાં મંદિર ઉત્તરોત્તર ક્રમિક વિકાસ દર્શાવે છે અને એમાં ગુજરાતનાં મંદિરસ્થાપત્યના પ્રગાઢ કલાત્મક અંશ વિકાસ પામતા નજરે પડે છે. વાસ્તુવિદ્યામાં દેવાલ
આ કાલમાં બંધાયેલાં દેવાલય ઘણું કરીને વાસ્તુવિદ્યાને લગતા ગ્રંથમાં આપેલા સિદ્ધાંત અનુસાર બંધાયાં હોવાનું જણાય છે.