Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૪ ] સેલંકી કાલ
[ પ્રછે. ૨૭ એ પરથી એમ માની શકાય કે ગંડગ્રી વીરભદ્ર પછી એના જમાઈગંડકી બૃહસ્પતિ સોમનાથદેવના સ્થાન પતિ તરીકે આવ્યા હશે. કાર્તિક રાશિ
સારંગદેવના સમયની દેવપટ્ટનની સિંત્રા-પ્રશસ્તિમાં કાર્તિક રાશિનો ઉલ્લેખ આવે છે. ૨૮ તેઓ સોમનાથના સ્થાનાધિપ(મઠાધિકારી) હતા અને વાલ્મીકિરાશિના પુરોગામી હતા. વાલ્મીકિરાશિ ત્રિપુરાંતક (વિ. સં ૧૩૪૩)ના પુરોગામી અને ગુરુ, હતા. આ પરથી કાત્તિકરાશિ ભીમદેવ ૨ જાના રાજ્યકાલ(સં. ૧૨૩૪ થી ૨૯૮)માં થયા. તેઓ ગાગ્યે ગોત્રના હતા. વાલ્મીકિરાશિ
દેવપદનની જિંત્રા-પ્રશસ્તિમાં કાર્તિકરાશિના અનુગામી તરીકે વાલ્મીકિ રાશિનો ઉલ્લેખ આવે છે. ૨૮ તેઓ ત્રિપુરાંતક(વિ. સં. ૧૩૪૩)ના ગુરુ હતા
અને ત્રિપુરાંતકને જુવાન વયે સહુના ઉપદેશક તરીકે નીમેલા. ત્રિપુરાંતક
સારંગદેવના સમયમાં વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)માં પ્રભાસપાટણમાં ત્રિપુરાંતક-પ્રશસ્તિ કોતરાઈ છે.૩૦
| ત્રિપુરાંતકના ગુરુનું નામ વાલ્મીકિરાશિ હતું. એમનાં માતાનું નામ માહણ-- દેવી હતું અને પત્નીનું નામ રમાદેવી હતું. આ બંનેના નામે એમણે શિવાલય બંધાવેલાં. તરુણ વયે તેઓ પુરુષોના ઉપદેશક નિમાયા હતા. એમના હસ્તકમલ વડે પ્રતિષ્ઠા પામેલા પથ્થર પણું સાક્ષાત દેવો બને છે એવી એમના. ચરિતની પ્રશસ્તિ થઈ છે.
હિમાલય-કેદારનાથ, પ્રયાગ, શ્રીપર્વત, નર્મદા, ગોદાવરી-યંબક, રામેશ્વરરામસેતુ, એ પ્રમાણે છેક ઉત્તરથી દક્ષિણ સુધી ત્રિપુરાંતકે યાત્રા કરી અને પછી ઉત્તરમાં પાછા ફરીને એ પશ્ચિમ કિનારે દેવપટ્ટન અથવા પ્રભાસ આવ્યા એવું તીર્થયાત્રાવર્ણનમાં જણાવ્યું છે.
ત્રિપુરાંતકે સોમેશ્વરના મંડપની ઉત્તર, જીર્ણટિકાના સ્થાનની પાસે, પાંચ શિવાલય કરાવ્યાં ઃ ૧. પિતાની માતા માહણદેવીના નામથી માહણેશ્વર, ૨. ઉમાપતિ––ડબૃહસ્પતિના નામનું શિવાલય, ૩. બૃહસ્પતિનાં પત્ની ઉમાના. નામથી ઉમેશ્વર, ૪. પોતાના નામ પરથી ત્રિપુરાંતકેશ્વર અને ૫. પિતાનાં પની. રમાના નામથી રમેશ્વર. આ ચેના વચલા ભાગમાં ગૌરક્ષક(ગરખ)નું, ભૈરવનું..