Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૬
સ્થાપત્યકીય સ્મારક , (અ) નાગરિક સ્થાપત્ય
નાગરિક સ્થાપત્યમાં ગ્રામ, નગર, પ્રાસાદ(મહેલ), દુર્ગ(પ્રાકાર) જલાશય વગેરેનાં બાંધકામ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ કાલનાં સ્થળોનાં વ્યવસ્થિત ખોદકામ થયાં ન હેવાથી ગ્રામ નગર અને પ્રાસાદને લગતી વિગતપ્રચુર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ દુર્ગો તથા જલાશયના કેટલાક અવશેષ મોજૂદ છે. નગર ફરતા દુર્ગ-પ્રાકારસંલગ્ન પુરદ્વાર–પ્રતોલીની રચના નગરની યુદ્ધના સમયે રક્ષણક્ષમતા અને શાંતિના સમયે શોભાબદતા પ્રશંસનીય હોવાનું ભારતીય વાડ્મયે તથા વાસ્તુગ્રંથાએ અનેક વાર ઉલ્લેખ્યું છે, પરંતુ એના ઉપલબ્ધ નમૂના પ્રમાણમાં ઘણું ઓછા મળ્યા છે. કિલ્લા
સોલંકી કાલના કોટ-કિલા ઈ અને પથ્થરના બનેલા હતા. ચણતરમાં મોટે ભાગે માટી અને ચૂનાને ઉપયોગ થતો. એમાં બંને બાજુએ પથ્થરની દીવાલ અને વચ્ચેનું પૂરણ ઈટ-માટીનું રહેતું. મજબૂતાઈ માટે દીવાલે જા. રખાતી.
આ કિલ્લાની અંદર દરવાજા પાસે સૈનિકને રાખવાની વ્યવસ્થા હતી, તથા દરવાજો બંધ કરીને મજબૂત ભોગળો વડે એને રક્ષણ અપાતું. દરવાજને અણિયારાં–ચણિયારાંવાળાં મજબૂત બારણું રાખવામાં આવતાં. હાથીઓ પણ આ દરવાજાને સહેલાઈથી તોડી ન શકે એવી વ્યવસ્થા કરવામાં આવતી. દરવાજાઓને તોરણો તથા મૂતિ શિલ્પોથી શણગારવામાં આવતા. સોલંકીઓની મુખ્ય રાજધાની અણહિલપુર પાટકની આજુબાજુ કિલ્લો બંધાવેલો હતો; એના અવશેષ દટાયેલા પડ્યા છે.
ગુજરાતમાં સોલંકી કાલ દરમ્યાન બંધાયેલા એ નગરના કોટ તેમજ પુરહારો. અવશેષરૂપે જળવાઈ રહ્યાં છે અને એ પરથી આપણને તત્કાલીન સમયની તેઓની રચના વિશેને ખ્યાલ આવી શકે છે. ૩
ગુજરાતની પશ્ચિમોત્તર (વાયવ્ય) સરહદ ઉપર સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે ઝીંઝુવાડા નામનું ગામ (તા. દશાડા, જિ. સુરેન્દ્રનગર) આવેલું છે. સોલંકી કાલમાં રાજ્યની સીમાના રક્ષણાર્થે તેમજ લશ્કરી થાણાની દષ્ટિએ ઝીંઝુવાડાને કિલ્લે બંધવામાં આવ્યો હતે.