Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું ]
સ્થાપત્યકીય સ્મારક
[ ૪૧૫
સ્થિતિમાં જળવાઈ રહ્યા છે અને એ એકબીજાના પૂરક બની રહે છે, એટલે કે આ બંને દરવાજાઓનાં બધાં સ્થાપત્યકીય અંગોને ભેગાં કરવામાં આવે તો સોલંકી કાલમાં પુરદ્વારની રચના કેવી કરવામાં આવતી હતી એને સંપૂર્ણ ખ્યાલ આવી જાય.
ગુજરાતની પૂર્વ-દક્ષિણ (અગ્નિકાણુ)ની સીમાન રક્ષક ડભોઈ ને કિલો અને પુરધાર અત્યારની સ્થિતિમાં જે સચવાયાં છે તેમાં એના ઓછામાં ઓછા ત્રણથી ચાર પૂર્વવતાર થઈ ગયા હોય એમ તેઓના અવશેષો પરથી લાગે છે.* ડભોઈ (તા. ડભોઈ જિ. વડોદરા)ને કિલે એ ઝીંઝુવાડાના કિલ્લા કરતાં વિસ્તારમાં લગભગ ચાર ગણે છે. કેટની દીવાલને ઘણે ભાગ તૂટી ગયો છે. એની પૂર્વ પશ્ચિમ લંબાઈ લગભગ ૩૦૦૦ ફૂટ (૨ માઈલ) અને ઉત્તર-દક્ષિણ એને વિસ્તાર લગભગ ૨૪૦૦ ફૂટ (૧ થી ૫ માઈલ) છે. આમ આ કિલ્લે લંબચોરસ ઘાટનો છે. એમાં લગભગ ૧૯૨ ફૂટના અંતરે એક એક એવા એકંદરે પર બુરજ હતા. ખૂણાના બુરજ ગાળ હતા, બાકીના બધા લંબચેરસ હતા. કેટની ટોચે કાંગરાં કાઢેલાં હતાં. કાંગરાં નીચે બાણુ–મૂષાની હરોળની રચના હતી, જેમાંથી સૈનિકે તીરંદાજી કરી શકતા. કેટની અંદર કાંગરાની પછવાડે દીવાલને ફરતી આઠ ફૂટ પહોળી અગાશી હતી, જેના પર ફેજની ટુકડીઓ હરી ફરી શકતી. એની નીચે સૈનિકોના રહેવા માટેની પડાળીઓ હતી. ખૂણામાં બુરજેની અંદર ગાળ કોટડીઓ હતી. કોટની દીવાલમાં ચાર દિશાએ ચાર દરવાજા હતા. આ દરવાજાનાં પ્રવેશદ્વાર સીધી લીટીમાં નહિ, પણ કાટખૂણે રાખેલાં હતાં. સ્વસ્તિક પ્રકારની દુર્ગ રચનામાં આવા બેવડા દરવાજા રાખવામાં આવતા, જેથી એનું બહારનું પ્રવેશદ્વાર તૂટતાં અંદરનું પ્રવેશદ્વાર તોડવાનું રહે ને એ તોડવા માટે સૈનિકોને એ બે કાર વચ્ચે સાંકડા એકઠામાંથી પસાર થવું પડે. આ કિલ્લાના ચારેય દરવાજા જળવાઈ રહ્યા છે. પૂર્વના દરવાજા પાસે એક બાજુએ વૈદ્યનાથ મહાદેવનું જીર્ણશીર્ણ મંદિર છુપાયેલું હતું, જે હાલ ઘણે અંશે સુરક્ષિત થયું છે, બીજી બાજુએ કાલિકા માતાનું મંદિર આવેલું છે. કિલ્લાની ચાર દિશાની દીવાલની મધ્યમાં એક એક પુરકાર આવેલું છે. પૂર્વ દિશામાં આવેલું પુરદ્વાર “હીરા ભાગોળ” તરીકે ઓળખાય છે. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફનાં પુરકાર અનુક્રમે વડોદરી ભાગોળ,” “મહુડી અથવા ચાંપાનેર દરવાજે” અને “નાંદેદી દરવાજા” તરીકે ઓળખાય છે. આ ત્રણે ભાગળથી તે તે ગામનાં ગામો તરફ જવાનો રસ્તો છે. પૂર્વ દિશાની હીરાભાગોળથી ચાંપાનેર અને પાવાગઢ તરફ જવાય છે. સોલંકી કાલમાં પશ્ચિમોત્તર એટલે કે ગુજરાતની વાયવ્ય સરહદે આવેલા ઝીંઝુવાડાના