Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૦૮ ]
સોલંકી કાલ
[ પ્ર.
સદી સુધીના કાલના અવશેષ મળ્યા છે. હાલ ખંભાતમાંથી મ્યુનિસિપાલિટીએ ત્યાંની જુમા મસ્જિદ પાસે ખોદેલા ખાડામાંથી કેટલીક મહત્ત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. આ હકીકત પરથી આ કાલની ભૌતિક સામગ્રી માટે કેટલીક હકીક્ત મળે છે તેની કેટલીક વિગતો અત્રે આપી છે.
સોલંકી કાલના માટીકામના નમૂના તપાસતાં એમાં ચાર પ્રકારનાં દેશી વાસણ મળે છે. આ પ્રકારોમાં સાદાં કાળાં, સાદાં લાલ, ઘૂંટેલાં કાળાં અને ઘૂંટેલાં લાલ વાસણોને સમાવેશ થાય છે. સાદાં તથા ઘૂંટેલાં લાલ વાસણમાં ઘડા, માટલાં, કરવડા, કોડિયાં જેવાં રોજિંદા વપરાશનાં વાસણ મળે છે, જયારે સાદાં તથા ઘૂંટેલાં કાળાં વાસણોમાં ડાં, ઘડા, માટલાં, વાઢીઓ, હાંડીઓ વગેરે મળી આવે છે. આ વાસણો પણ રોજિંદા વપરાશમાંથી આવતાં હોય એવાં છે (૫૬, ૨ આ. ૨-૮).
તદુપરાંત ઘૂંટેલાં લાલ વાસણને ચિત્રો દ્વારા સુશોભિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવતા આ ચિત્રકામ માટે વાસણ પર કાળા રંગના પટ્ટા દોરીને એના પર સફેદ અથવા પીળાશ પડતા રંગે ચિત્ર દોરવામાં આવતાં. આ ચિત્રોમાં રેખાઓ અને રેખાંકને વધુ પ્રમાણમાં દેખાય છે. સંભવતઃ વધુ નમૂના મળતાં વિશિષ્ટ પ્રકારનાં ચિત્ર મળે, પરંતુ હાલના તબક્કે આ પ્રકારનાં વાસણ પર સાદાં રેખાંકને કરતાં વધુ વિકસિત ચિત્રો મળ્યાં નથી, એ વિધાન વાસ્તવિક છે.
સોલંકી કાલનાં આ વાસણનું ઘડતર સારું છે, પરંતુ ક્ષત્રપ કાલનાં ગાબેલી માટીનાં બનાવેલાં વાસણોની સરખામણીમાં એનું પત વધુ દ્ધિાળુ છે. કાળાં વાસની પણ આ જ દશા છે. એમાં ઘણી વાર વાસણન છેદ જોતાં વચ્ચે ભાગ છિદ્રાળુ અને ભૂખરા રંગનો દેખાય છે. પકવવાની પદ્ધતિને લીધે આ પ્રકારનાં વાસણ તૈયાર થતાં હશે, પરંતુ આ વાસણ સામાન્ય પ્રકારનાં છે અને બીજા કાલનાં એવી જાતનાં વાસણની સરખામણીમાં સારી રીતે ટકી શકે એવાં છે.
આ વાસણ ઉપરાંત પરદેશથી પણ વાસણો આયાત થતાં હશે. વડોદરાના ઉખનનમાંથી ચીનથી આયાત થતાં વાસણોનો એક નમૂનો મર્યો હતો. આ પરથી સમજાય છે કે પશ્ચિમ એશિયામાંથી લીલાશ પડતાં સીલેડોન જાતનાં વાસણોની આયાત કદાચ સોલંકી કાલથી શરૂ થઈ હશે, પરંતુ આ આયાતનું પ્રમાણ અને એને પ્રચાર કેટલે હતો એ વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. અલબત્ત, સેલંકી કાલ પછી એનો ઉપયોગ ઘણો વધે હેવાના પૂરતા પુરાવા છે.
તદુપરાંત સોલંકી કાલના અંતભાગમાં ભારતમાં વિકસેલાં વિવિધ જાતનાં