Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૨ ભારતમાં સૂર્ય પૂજા અને એને ગુજરાતમાં પ્રસાર
સર્યપૂજા: વેદમાં સૂર્યના ઉલ્લેખ મળી આવે છે. ઋગ્વદમાં સૂર્ય મામાં anતરત કહેલું છે. સૂર્યને માટે સવિતુ, પૂજન, ભગ, વિવસ્વત, મિત્ર, અર્યમત અને વિષ્ણુ નામે વપરાયાં છે. પાછળથી સૂર્યની સંખ્યા બારની ગણવામાં આવી. કેટલેક ઠેકાણે આ બાર નામ આ પ્રમાણે આપેલાં છેઃ ધાતુ, મિત્ર, અર્યમન, રુદ્ર, વરુણ, સૂર્ય, ભગ, વિવરવત, પૂષ , સવિતુ, ત્વષ્ટ્ર અને વિષ્ણુ. આ બાર નામ જુદા જુદા ગ્રંથમાં જુદી જુદી રીતે બતાવેલાં છે, છતાં પણ એમાંનાં મોટા ભાગનાં નામ એકસરખાં જણાય છે. બાર આદિત્યની સાથે ભારતના ધાર્મિક જીવનમાં નવ ગ્રહ અગત્યનું સ્થાન ભોગવે છે. નવ ગ્રહમાં રવિ (સૂર્ય), સોમ (ચંદ્ર), મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરુ), શુક્ર, શનિ, રાહુ અને કેતુ ગણાય છે.
સૂર્ય અને એના જુદા જુદા સ્વરૂપની પૂજા ઉત્તર વેદકાલમાં પણ જણાય છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં સૂર્ય પૂજાના ઘણું ઉલ્લેખ છે. શ્રુતિ અને સ્મૃતિમાં પણ સૂર્યપૂજાનાં પ્રમાણ મળે છે. ગુપ્ત સમયના સંસ્કૃત ગ્રંથમાં પણ સૂર્યના ઉલ્લેખ છે. સૂર્યના પૂજક “સૌર” નામે જાણતા હતા. સૂર્યને ચરાચર ચીજોના આત્મા ગણવામાં આવતા. સૂર્ય સંપ્રદાયના અનુયાયીઓ રાતું તિલક અને રાતા પુષ્પની માળા પહેરતા. વળી આઠ અક્ષરના ગાયત્રી મંત્રને જપ કરતા.*
ખ્રિસ્તી સંવતનો પ્રારંભકાલમાં વ્યવસ્થિત રીતે સૂર્યને સંપ્રદાય ઉત્તર ભારતમાં વિકાસ પામ્યો હતો. સૂર્યની મૂર્તિ પણ ઈરાની અસરવાળી જણાય છે. સાહિત્યકાય અને પુરાતત્ત્વીય સામગ્રીથી પૂર્વ ઈરાનની અસર સૂર્યની મૂર્તિમાં છે એ સાબિત કરી શકાયું છે. સાંબને કોઢ થયું હતું અને એના નિવારણ માટે શકઠીપમાં થતી સૂર્યની પૂજા પ્રમાણે પૂજા કરવાથી એને કોઢનો રોગ નાશ પામે એવો વિસ્તૃત વૃત્તાંત ભવિષ્ય, વરાહ, સાંબ વગેરે પુરાણોમાંથી મળી આવે છે. કેટલાક ગ્રંથાએ એમ પણ નોંધ્યું છે કે સૂર્યનું સૌ પ્રથમ ભવ્ય મંદિર ચંદ્રભાગા નદીને કિનારે મૂલસ્થાનપુર(હાલનું મુલતાન-પશ્ચિમ પંજાબ)માં કર વામાં આવ્યું હતું. યુએન સ્વાંગે (ઈસુની ૭મી સદી) પોતાની પ્રવાસનોંધ લખી - છે તેમાં મુલતાનના ભવ્ય સૂર્યમંદિરનું વર્ણન આપેલું છે, જ્યારે કેટલાંક પુરાણ