Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
]
સેલંકી કાલ
[ પ્ર
પ્રસર્વજ્ઞ
કુમારપાલના સમયના વિ. સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬-૪૭)ના માંગરોળ-. (સેરઠ)ના શિલાલેખમાં આપેલી પ્રશસ્તિ પરમ પાશુપતાચાર્ય મહાપંડિત શ્રી પ્રસર્વ રચેલી છે. માંગરોળ પાસેના ઢેલાણા ગામ નજીકની કામનાથ મહાદેવની જગ્યામાં આવેલા ઓરસિયા ઉપરના લેખ પરથી એવું જણાય છે કે આ પાશુપતાચાર્ય ભૃગુમઠના સ્થાન પતિ હશે. આ ભૃગુમઠ તે માંગરોળ પાસેની હાલની કામનાની. જગ્યા હશે. ભાવબૃહસ્પતિ
પ્રભાસપાટણના કુમારપાલના સમયને વલભી સંવત ૮૫૦(ઈ.સ. ૧૧૬૯). શિલાલેખ તથા ભીમદેવ ૨ જા(ઈ.સ. ૧૧૭૯ થી ૧૨૪૩)નો વેરાવળનો શિલાલેખ ભાવબૃહસ્પતિના જીવન પર સારે એવો પ્રકાશ પાડે છે.
એમનો જન્મ વારાણસીમાં થયો હતો. તેઓ ગાર્ગે ગોત્રના કાન્યકુબજ બ્રાહ્મણ હતા. તેઓ ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા.
બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદે પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપતત્રત ગ્રહણ કર્યું હતું. પિતે. પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને લગતા કેટલાક ગ્રંથની રચના પણ કરી લાગે છે. તેઓ વેદના મંત્રોમાં કે વેદાંતમાં મસ્ત રહેતા.
એમણે રાજાઓને દીક્ષા આપવા, પશુપતિનાં સ્થાનોની રક્ષા કરવા તથા . યાત્રાઓ કરવા પ્રવાસ આરંભે અને એમણે ઘણાં તીર્થસ્થાનોની યાત્રા કરી. - તેઓ માલવ દેશમાં આવી ધારાપુરી ગયા. પછી અવંતિની (“ઉજયિની) જઈ, મહાકાલદેવના મઠના ભક્તોના શિષ્ય થઈ ત્યાં કેટલાયે દિવસે, બલકે વર્ષો સુધી, રહ્યા અને કઠણ વ્રત કર્યું. આવું તપ એમણે કાન્યકુજ અને માળવામાં. પણ કરેલું. તપને લીધે “તનિધિ' તરીકે ખ્યાતિ પામ્યા.
તપના પ્રભાવથી એમણે માળવાના પરમાર રાજાઓને શિષ્ય બનાવ્યા અને ત્યાંના પાશુપત મઠનું સંરક્ષણ કર્યું તથા પોતાના પર અતિપ્રસન્ન થયેલા. ગુર્જરેશ્વર જયસિહદેવ(સિદ્ધરાજ)નો ભ્રાતૃભાવ પ્રાપ્ત કર્યો. એમણે સિદ્ધરાજને , સોમનાથના શિવાલયને જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ કર્યો. રાજાએ એમને મુખ્ય પદ આપ્યું અને શ્રદ્ધાથી એમની સેવા કરી, પરંતુ સિદ્ધરાજ જીર્ણોદ્ધાર કરાવે તે. પહેલાં તો સ્વર્ગવાસી થશે. ભાવબૃહસ્પતિએ કુમારપાલને જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ કર્યો અને સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થયો.