Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સેલકી કાલ
" [
માતકાચાપાકારઃ “માતુકાચોપાઈ' કૃતિના કર્તાનું નામ જાણવામાં આવ્યું નથી, પણ “સપ્તક્ષેત્રીરાસુ” અને “માતૃકા પાઈ'ના કર્તા એક હાય એવી સંભાવના શક્ય છે, એટલે એને સમય સં. ૧૩૨૭(ઈ. સ. ૧૨૭૧) આસપાસને મનાય. માતૃકા એટલે મૂળાક્ષર. આ કૃતિમાં પ્રત્યેક મૂળાક્ષરથી શરૂ થતી એકેક એવી પર કડી મળી કુલ ૬૪ કડી છે. આમાં કવિએ પદ્યમાં બાવન અક્ષર જાળવ્યા છે. વિષય જૈનધર્મ સંબંધે છે. સાધુ-આચાર્યના વિષયમાં આવશ્યક માહિતી આપવામાં આવી છે.
જિનપ્રધસૂરિ ઃ જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબંધમૂર્તિએ થરાદમાં સં. ૧૨૯૬(ઈ. સ. ૧૨૪૦)માં દીક્ષા લીધી હતી. યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી સં. ૧૩૩૧(ઈ. સ. ૧૨૭૫)માં એમને આચાર્યપદવી આપતી વેળાએ એમનું નામ જિનપ્રબેધસૂરિ રાખવામાં આવ્યું હતું. એમણે સં. ૧૩૨૮(ઈ. સ. ૧૨૭ર)માં કાતંત્રવ્યાકરણ” ઉપર “દુર્ગપ્રધ” નામક ટીકા રચી છે. એમણે વિવેકસમુદ્રકૃત “પુણ્યસારકથા'નું સંશોધન કર્યું હતું. સં. ૧૫૧(ઈ.સ. ૧૨૯૫)માં જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી એમની મૂર્તિ ખંભાતમાં વિદ્યમાન છે.
જિનપ્રભસૂરિશિષ્ય : જિનપ્રભસૂરિના કોઈ શિષ્ય સં. ૧૩૨૮(ઈ. સ. ૧૨૭૨)માં ૭૧ કડીઓમાં “નર્મદાસુંદરીથા” નામક કાવ્ય ઉત્તર ગૌર્જર અપભ્રંશ. ભાષામાં રચ્યું છે.૧૧૭ એ જ રીતે બીજું “ગૌતમસ્વામિચરિતકુલક સં. ૧૩૫૮ (ઈ.સ. ૧૩૦૨)માં રચ્યું છે.૧૧૮
સેમચંદ્રગણિઃ આ. જયમંગલસૂરિના શિષ્ય સમચંદ્રગણિએ વિ. સં. ૧૨૯(ઈ.સ. ૧૨૭૩)માં છંદશાસ્ત્રના “વૃત્તરત્નાકર' નામક ગ્રંથ પર વૃત્તિ રચી છે. ૧૯ હેમચંદ્ર વગેરે અનેક વિદ્વાનોના ગ્રંથોનાં ઉદ્ધરણ એમણે લીધાં છે. - સેમમૂર્તિ મુનિ સેમમૂર્તિએ “ જિનેશ્વરસૂરિદીક્ષાવિવાહલુ' નામક કાવ્ય ઉત્તર ગૌર્જર અપભ્રંશમાં વિ. સં. ૧૩૩૧(ઈ. સ. ૧૨૭૫)માં રચેલું મળે છે. એમાં જિનેશ્વરસૂરિનો જન્મ, દીક્ષા, આચાર્યપદ અને વિવિધ ઘટનાઓ વિશે
ખ્યાલ આપે છે. “વિવાહ” એટલે સંયમરૂપી નારી સાથે સાધકનાં જાણે લગ્ન થયાં હોય તે રીતે કવિ આ કાવ્યમાં વર્ણન કરે છે. વિ. સં. ૧૩૩૧(ઈ. સ. ૧૨૭૫) લગભગની આ કૃતિમાં શુદ્ધ ઝૂલણા છંદનો ઉપયોગ થયેલું જોવામાં મળે છે. ન માનતુંગર: માનતુંગસૂરિએ સં. ૧૩૩ર(ઈ. સ. ૧૨૭૬)માં “શ્રેયાંસનાથચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. એમણે દેવપ્રભસૂરિએ પ્રાકૃતમાં રચેલા “સિર્જસચરિય ના આધારે આ ગ્રંથની રચના કરેલી છે.