Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું ] ધમ સંપ્રદાય
[ ૩૬૭ સહસ્ત્રલિંગના કિનારે ભાઈલસ્વામી સૂર્ય મંદિર બાંધ્યું હતું. કુમારપાલના એક અધિકારી ગૂમદેવે પ્રભાસપાટણ પાસે ધર્માદિત્યનું સૂર્યમંદિર બંધાવ્યું હતું. પ્રભાસપાટણમાંની જુમા મસ્જિદ પ્રાચીન સૂર્યમંદિર છે. મહામાત્ય વસ્તુપાલે ખંભાત પાસે નગરક(નગર)માં સૂર્યની પત્નીઓ રત્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ભાગાવદરમાં સમાદિત્યના સૂર્યમંદિરમાં સૂર્ય અને સૂર્યાણીની પ્રતિમાઓ છે. સૂત્રાપાડાના સૂર્યમંદિરમાં સૂર્યમુતિ સં. ૧૩૫૭(ઈ.સ. ૧૩૦૧)માં પ્રતિષ્ઠિત થયેલી છે એવું મૂર્તિ નીચેના શિલાલેખ ઉપરથી જણાય છે. દેલમાલના સૂર્યમંદિરના એક ગોખલામાં સૂર્ય-ત્રિમૂર્તિ રવરૂપની પ્રતિમા છે, જેમાં વચ્ચે સૂર્યનારાયણનું અને બંને બાજુ બ્રહ્મા તથા શિવનું મુખ છે. સૂર્ય અને નારા * ચણનું સંયુક્ત સ્વરૂપ સૂર્ય-વિષ્ણુની એકતા સૂચવે છે. ૨૮ ખંભાત પાસે નગરામાં
જ્યાદિત્યની ભવ્ય સૂર્યપ્રતિમા સચવાયેલી છે. છ ફૂટ ઊંચી આ માનવપ્રમાણ મૂર્તિ ઉપરથી અનુમાન થાય છે કે જે મંદિરમાં એ પ્રતિષ્ઠિત થઈ હશે તે મોઢેરાના સૂર્યમંદિરની તુલના કરી શકે તેવું વિશાળ હશે. ખંભાતમાં બીજું સૂર્યમંદિર બાલાદિત્યનું હતું એવો ઉલ્લેખ “કૌમારિકાખંડમાં છે. ઈડર પાસે, ભિલેડા તાલુકામાં, મોરલીધરના મંદિરની ભીંતમાં, જુના સૂર્યમંદિરને, સારંગદેવ વાઘેલાના સમયને, સં. ૧૩૫૪(ઈ. સ. ૧૨૯૮)નો શિલાલેખ ચણાયેલો છે. આવાં બીજાં પણ ઉદાહરણ આપી શકાય.
સૂર્યપત્ની રશીદેવી-રન્નાદેવી-રન્નાદે-રાંદલની પૂજા ગુજરાતના લેકજીવનમાં આપક છે અને અનેક લોકગીતમાં તથા લેક ધર્મગત વિધિઓમાં એનું સતત અનુસ્મરણ રહ્યું છે, તો પુરાણોમાં વર્ણવાયેલ સૂર્યપુત્ર રેવંતની પૂજા પણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક પ્રચલિત હતી. સારંગદેવ વાઘેલાના સમયના, વંથળીના સં. ૧૩૪(સં. ૧૨૯૦)ના, શિલાલેખને પ્રારંભ ૩જી નમઃ જીરવંતા એ શબ્દોથી થાય છે, અને એમાં યુદ્ધમાં મરણ પામેલા એક વીરને “રણતંભ' (પાળિયો) ક્યને તથા એની સામે સૂર્ય પુત્ર રેવંતને નવીન મંડપ બનાવ્યાને સુસ્પષ્ટ ઉલ્લેખ છે.૩૦
બ્રહ્માનાં સ્વતંત્ર મંદિર બાંધવાનું વિધાન શિલ્પશાસ્ત્રના ગ્રંથમાં છે અને બ્રહ્માની સંખ્યાબંધ પ્રતિમાઓ ગુજરાતમાં મળી આવી છે તેથી બ્રહ્માનું પૂજનઅર્ચન અહીં પ્રચલિત હતું એ નિશ્ચિત છે. અજમેર પાસે પુષ્કરમાં બ્રહ્માનું પ્રસિદ્ધ તીર્થ છે તેમ ઉત્તર ગુજરાતમાં ખેડગામમાં–ખેડબ્રહ્મામાં છે. ચતુર્મુખ બ્રહ્માની અલંકૃત મૂર્તિ નગરામાં આજ સુધી પૂજાય છે. ત્યાંથી લઈ જવાયેલી બ્રહ્માની બીજી એક આકર્ષક મૂર્તિ વલ્લભવિદ્યાનગરના મ્યુઝિયમમાં સુરક્ષિત છે.