Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું ]
ધર્મસંપ્રદાયે
[ ૩૭૯
કર્યો તે પછી એના શરીરની રાખ એક ચાદરમાં ભેગી કરાવી સહસ્ત્રલિંગ તળાવના. કિનારા ઉપર દફનાવવાની વ્યવસ્થા કરી.૮૮ શેખ અહમદ અરફાતી (મૃ. ઈ. સ. ૧૨૪૭) નામના એક સૂફીએ સૂફી મતને પ્રચાર કરવા ઈ.સ. ૧૫૬૫ માં... પાટણમાં વસવાટ કર્યો હતે.૧
રાજા સિદ્ધરાજ જયસિંહ ન્યાયપરાયણતા મુજબ પિતાના રાજ્યમાં રહેતા મુસલમાનને કોઈ પણ જાતની કનડગત ન થાય એની કાળજી રાખતો હતો. એના. એ સગુણની સાબિતી આપતો એક બનાવ અહીં ખેંધવા જેવો છે. ૯૨
ખંભાતમાં વસતા પારસીઓએ હિંદુઓને મુસલમાન ઉપર હુમલે કરવાને ઉશ્કેર્યા, એમણે મસ્જિદને મિનારે તોડી નાખ્યું અને એ બાળી મૂકી તથા ૮૦ જેટલા મુસલમાનોને મારી નાખ્યા. મસ્જિદને ખતીબ અલી નામે હતો તેણે આ બનાવ અંગેની ફરિયાદ રાજધાની અણહિલવાડ પાટણમાં જઈ રાજાને કરી. આથી રાજાએ જાતે વેપારીશે ખંભાતમાં જઈ તપાસ કરી અને જેમણે એ ફરસાદમાં આગેવાનીભર્યો ભાગ લીધો હતો તેમને સજા કરવાનો અને એક લાખ. બાલૂતરા (ચાંદીના સિકકા) એ મસ્જિદ અને મિનારો ફરીથી બાંધી આપવાના ખર્ચ માટે એમની પાસેથી મુસલમાનોને અપાવવાને હુકમ કર્યો, અને ઇમામને ખિલાત ( પોશાક વગેરે) તથા અન્ય ઇનામ-બક્ષિસે આપી એના કાર્યની કદર કરી. એણે રાજાના ન્યાય અને પ્રજા પ્રત્યેના એના પ્રેમની યાદગીરી તરીકે મસ્જિદમાં એ સાચવી રાખ્યાં હતાં. આ બનાવ પિતાના “જવામેઉહકાયાત” નામના પુસ્તકમાં સેંધનાર નૂરદ્દીન મહમ્મદ ફી ઈ. સ. ૧૨૭-૨૮માં ખંભાતમાં આવે ત્યારે એણે એ ચીજો જોઈ હતી. ૯૩
અગિયારમી સદીના અંતભાગથી સંખ્યાબંધ મુસ્લિમ સતો આ તરફ ઊતરી આવ્યા હતા. પરિણામે સમય જતાં ગુજરાતમાં વહેરા, બેજા, મેમણ વગેરે જાતિઓ પ્રચારકેના સિદ્ધાંતો પસંદ પાડવાથી ઉદ્ભવી હતી.
અણહિલવાડ પાટણ ઉપરાંત અંદરના ભાગમાં જે સ્થળમાં મુસલમાન, પ્રચારકે પહોંચ્યા હતા તે પૈકીનું એક ભઈ છે. ત્યાં કેટલાક તાબેઈન ૪ એટલે કે હઝરત મહમ્મદ પૈગમ્બરના સહાબીઓ અર્થાત સાથીઓ પછી થયેલા અનુયાયીઓની દરગાહે છે અને પેટલાદમાં બાબા અર્જુનશાહ૫ નામના એક મુરિલમ સંતની કબર છે, જેનું મૃત્યુ ઈ. સ. ૧૨૩૬ માં થયું હતું.
એમ પણ જણાય છે કે અમદાવાદમાં આવેલા આશાવલની આસપાસના ભાગમાં અગિયારમી સદીના આરંભમાં મુસલમાની વસ્તી હતી અને ત્યાં