Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[
.
૩૭૨ ]
સેલંકી કાલ જયમાં કંઈક નિમિત્ત બન્યું જણાય છે. પ્રાયઃ આ વાદના પરિણામે ગુજરાતમાં દિગંબર સંપ્રદાયનું મહત્ત્વ ઘટી ગયું.૫૩
સોલંકી કાલથી પૅડાક સૈકા પહેલાં ગુજરાતનો પ્રદેશ બૌદ્ધ ધર્મની પ્રવૃત્તિઓથી ધબકતા હતા અને ચૌલુક્યોનું પાટનગર જ્યાં સ્થપાયું તે સ્થાનનું નામ લખારામ બૌદ્ધ મઠ કે વિહારની સ્મૃતિ તાજી કરે છે.૧૪ અનુમૈત્રક કાલમાં, ભારતના બીજા પ્રદેશોની જેમ, ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મને પ્રચાર ક્રમશઃ ઘટતા ગ અને સોલંકી કાલમાં તો એ નામશેષ થઈ ગયો, પણ વિચારોને વ્યવસ્થિત કરનારા એક શાસ્ત્ર તરીકે બૌદ્ધ ન્યાય અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ ગુજરાતનાં ચિત્ય અને વિદ્યામમાં ચાલુ રહ્યો હતો વાદિવેતાલ શાંતિસૂરિ પોતાના ચિત્યમાં બૌદ્ધ તનાં દુર્ગમ પ્રમેય સહિત પ્રમાણુશાસ્ત્રોનું અધ્યયન બત્રીસ શિષ્યોને કરાવતા હતા ત્યારે મારવાડના નલ-નાડેલથી આવેલા મુનિચંદ્ર નામે એક સુવિહિત સાધુએ પુસ્તક વિના, પંદર દિવસ ગુપ્ત રીતે ઊભા રહીને, એ સર્વ શાસો અવગત કરી શાંતિસૂરિને પ્રસન્ન કર્યા હતા.૫૫ “તત્ત્વસંગ્રહ” અને “હેતુબિંદુટીકા” જેવા બૌદ્ધ દર્શનના અતિ મહત્વના ગ્રંથની વિરલ હસ્તપ્રત પાટણના જ્ઞાનભંડારમાંથી મળી છે એ પણ આ પ્રકારનાં અધ્યયન-અધ્યાપનની પરંપરાનું સમર્થન કરે છે.
મહરાજપરાજય” નાટકમાં જે સંપ્રદાયના અનુયાયીઓ અમારિષણાને અમલ નહિ કરવા માટે રાજા કુમારપાલને વિનંતી કરવા જાય છે તેઓમાં કૌલ, કાપાલિક, રહમાણુ અને ઘટચટક ઉપરાંત નાસ્તિક પણ છે. નાસ્તિક કહે છે કે
જીવ નથી, આથી કેઈની હિંસા થતી નથી; પુણ્ય નથી અને પાપ નથી. આ ધર્મ સુરગુર-બૃહસ્પતિએ ભુવનમાં પ્રગટ કર્યો છે.”૫૬ સ્પષ્ટ છે કે આ કથન લકાયત ચાવકમતની કોઈ શાખાનું છે. આ સંબંધમાં સેંધવું રસપ્રદ થશે કે ઈસવી સનના સાતમા-આઠમા સૈકામાં રચાયેલા લેકાયત દર્શનના એક અદ્વિતીય ગ્રંથ, ભટ્ટ જયરાશિકૃત “તોપલવસિંહ'ની તાડપત્રીય પ્રત ઘોળકામાં ઈ. સ. ૧૨૯૩ માં લખાયેલી મળી આવી છે, એ બતાવે છે કે વાઘેલા રાજ્યકાલ દરમ્યાન એ નગરમાં દાર્શનિક વાદ-વિદ્યા એ અભ્યાસનો આકર્ષક વિષય હતી અને ચાર્વાક દર્શન જેવા લગભગ વિસ્કૃત થયેલા દર્શનના સિદ્ધાંતોના અભ્યાસની પણ ત્યાં અવગણના થતી નહતી.૫૭ બૃહસ્પતિક્ત લેકાયત સિદ્ધાંતની વિચારણા અને એને વ્યવહારમાં વિનિયોગ કરનાર વ્યક્તિઓ અને સમૂહો પણ સાથે વિદ્યમાન હોય એ અસંભવિત નથી.
સંગઠિત સંપ્રદાયો ઉપરાંત અનેક લેકધર્મો પરંપરાથી સમાજમાં ચાલ્યા,