Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫૮ ] એલંકી કાલ
[ પ્ર. આ લિપિમાં અંતર્ગત ૪ નું પડિમાત્રા-સ્વરૂપ વ્યાપકપણે પ્રજાયું છે, જે ધીમે ધીમે વધતું જાય છે. ૨૫
પ્રાચીન લેખકો બે લીટીઓ વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈને તેઓ ૩ અને ૪ નાં અંતર્ગત વરચિહ્ન નાના માપમાં લખતા અથવા વર્ણની નીચે ન જોડતાં જેમ ૨ વર્ણની સાથે અંતર્ગત ૩ અને ૪ નાં ચિહ્ન જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જમણી બાજુએ જોડતા; દા. ત. શુ અને વધુ માં. આ પદ્ધતિને અગ્ર માત્રા જેવાની પદ્ધતિ કહે છે; જો કે આ પદ્ધતિનો પ્રચાર ઓછો રહ્યો છે, છતાં જેનેતર લખાણ કરતાં જૈન લખાણોમાં એને પ્રચાર ઠીક ઠીક રહ્યો છે. પડિયાત્રાનો પ્રયોગ તો આજે બિલકુલ લુપ્ત થયો છે, પરંતુ અગ્રમાત્રાને પ્રયોગ હજી પણ કેટલાક લહિયા કરે છે. આમ અઝમાત્રાની પદ્ધતિ એ લિપિની લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે.
સંયુક્ત વ્યંજનોની બાબતમાં જન લિપિમાં કેટલીક બેંધપાત્ર વિશેષતાઓ નજરે પડે છે. ઉત્તર વ્યંજન તરીકે ને ને મળતો મરડ વિશેષ પ્રયોજાય છે. જેમકે રહ્યું અને શુ માં. ઉત્તર વ્યંજન તરીકે રને જૈનેતર લેખોમાં પૂર્વ વ્યંજનની ઊભી રેખાના નીચલા છેડાથી સહેજ ઉપર ડાબી બાજુએ નાની સીધીત્રાંસી (ઈશાન–૪ત્ય) રેખા જોડવામાં આવે છે (જેમકે ઉપર વ્ર ના મરોડમાં). પણ જેન લખાણમાં ઉત્તર ૨ ની રેખાને નીચેની તરફ સહેજ બહિર્ગોળ આપી છેડેથી સહેજ ડાબી બાજુએ ઉપર ચડાવવાનું વ્યાપક વલણ જણાઈ આવે છે; જેમકે ત્રિ, પ્ર અને સ્ત્ર માં. છે અને ઈ માં ઉત્તર વ્યંજનોની ત્રાસી રેખાને પૂર્વ વ્યંજનોની ત્રાસી રેખા સાથે સળગ લખી છે. આ બંને સંયુક્ત વ્યંજનોમાં ઉત્તર વ્યંજનના મરોડ એકસરખા થતા હોવાથી ક્યારેક ક્યારેક તેઓને પારખવામાં ગોટાળો થવાનો સંભવ રહે છે. પૂર્વ વ્યંજન તરીકે તે મોટે ભાગે આડી રેખા સ્વરૂપે પ્રયોજાય છે; જેમકે રસ્થ માં. પૂર્વ વ્યંજન તરીકે ૮ ને સાધારણ રીતે સંકુલ મરોડ પ્રયોજાય છે; જેમકે ૬. of માં ન ની મધ્યની રેખાને છેદતી અને ડાબી તેમજ જમણી ઊભી રેખાને સાંધતી સહેજ ત્રાંસી (વાયવ્ય-અગ્નિ) રેખા દોરીને સંયુક્ત વ્યંજન સૂચવવામાં આવે છે. ઉપર-નીચે જોડાતા got નું આ સંકુલ સ્વરૂપ હોવાનું જણાય છે. સંયુક્ત વ્યંજનને આ મરોડ જૈન લિપિમાં વ્યાપકપણે પ્રજા છે.
અંકચિહનોના પ્રયોગની બાબતમાં સ્પષ્ટપણે જણાય છે કે તેઓના મરેડ ઘણા કલાત્મક બનાવવામાં આવ્યા છે. “”નો અહીં વિશિષ્ટ મરેડ પ્રજાય છે તેમ “૮”ના મરેઠમાં ઉપરની આડી રેખાને ડાબી બાજુએ લંબાવાતી સ્પષ્ટ