Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ સુ ]
ધમ સપ્રદાયા
[૩૬૩
સમ્રાટ ' એવી યાજ્ઞિકી ઉપાધિ પ્રાપ્ત કરી હતી.૪ એના પુત્ર કુમારે તથા કુમારના પુત્ર દેવે પણ અનેક યજ્ઞ કર્યાં હતા. ઈસવી સનના ચૌદમા સૈકાના આરંભમાં, મુસ્લિમાએ અણુહિલવાડ ઉપર વિજય કર્યાં ત્યાંસુધી નિદાન, વૈદિક યજ્ઞાની આ પરંપરા ચાલુ રહી હતી. ‘ નૈષધીયચરિત 'ના સુપ્રસિદ્ધ ટીકાકાર તથા ધોળકાના રહેવાસી ચંડુ પડતે (. સ. ૧૨૯૭) દ્વાદશાહ અને અગ્નિચય જેવા કેટલાક વૈદિક યજ્ઞ કર્યાં હતા, તેમજ વાજપેય અને બૃહસ્પતિસવ યજ્ઞા કરીને એણે અનુક્રમે
6
સમ્રાટ ’ અને ‘ સ્થપતિ 'ની પદવી મેળવી હતી. ચંડુ પડિતે કેટલાક સેામસત્ર પણ કર્યાં હતા. સંસ્કૃત કાવ્યાના ચ ુ એક માત્ર એવા ટીકાકાર છે, જે વારંવાર શ્રૌતત્રાનાં અવતરણ આપે છે.' વડનગર, અણુહિલવાડ, ધાળકા અને સિદ્ધપુરની શ્રોત્રિય બ્રાહ્મણોની પરંપરા પણ વેદવિદ્યાના ખેડાણનું અને વૈદિક કમ કાંડનું ગુજરાતમાં જે સાતત્ય હતુ. તેની દ્યોતક છે
(
ભારતવના ચારે ખૂણામાં આવેલાં તીર્થાની યાત્રાનું મહત્ત્વ તા, પૌરાણિક ધર્મી અનુસાર પૂર્વકાળથી સ્થાપિત થયેલું હતું, પણ એના સ્પષ્ટ ઉલ્લેખ કે વર્ણના ગુજરાતમાં સાલકીયુગ પહેલાં મળતાં નથી. ઈ. સ.ના તેરમા સૈકામાં રચાયેલા અજ્ઞાતક ક‘લઘુપ્રબંધસ ગ્રહ ’માંના એક પ્રબંધ અનુસાર સિદ્ધરાજના પુરેશહિત યશેાધરના પુત્રા ખીમધર અને દેવધર દેવસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યાં પછી તી યાત્રા અને અધ્યયન માટે વિદેશે ગયેલા, જે પાછા ફરતાં ‘મુદ્ગલજ્ઞ ને લીધે માગલા અર્થાત્ મુસ્લિમાના ભયથી) ખાતે મા` લઈ ગૌડ દેશમાં કામરૂપ પહે ંચ્યા અને ત્યાં ગજરાજ ઇંદ્રજાલને ત્યાં રહી દ્રાવિદ્યા અને ભરહશાસ્ત્ર શીખી કેટલાક સમય બાદ પાટણ આવ્યા. એ જ ગ્રંથમાંના બીજા એક પ્રબંધ અનુસાર, પાટણથી ચાર દ્વિજ યાત્રાએ ગયા હતા તેઓ કેદારેશ્વરથી પાછા વળતાં ગિરિગુફામાં તપશ્ચર્યા કરતા અનાદિ રાઉલને મળ્યા અને એમની ખબર પૂછી એમની ગુર્જર વાણીથી ( દુર્ગ-૧ ) રાઉલ રજિત થયા તે જ વખતે ગૌડ દેશના કામરૂપાડપુરમાંથી એમની શિષ્યાએ સિદ્ધિ મુદ્િરઉલાણી ત્યાં આવી હતી. જયસિંહદેવનું ‘સિદ્ધચક્રવર્તી ' બિરુદ મુકાવવા માટે સિ ંહાસના
થઈ એ બને યાગિની પાટણ આવી હતી, પરંતુ એ કા'માં એ સફળ થઈ શકી નહોતી. પ્રબંધમાંની બાજી વિગતા ઉપરથી સ્પષ્ટ છે કે આ યાગીએ અને યાગિનીએ નાથસ'પ્રદાયનાં હતાં. ગેારખનાથ, મીનનાથ, મત્સ્યેદ્રનાથ આદિ સિદ્ધોને સ્પષ્ટ ઉલ્લેખ ત્યાં છે.॰ અનાદિ રાકુલ, પ્રબંધકારના મત મુજબ, ગુજરાતના હતા. એમની તપશ્ચર્યાં અને તી યાત્રાનું સૂચન કરતા આ વૃત્તાંત. રસપ્રદ છે. વાંસવાડા પાસે મહી નદીના બેટમાં આવેલા વેણેશ્વર મહાદેવના .