Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૬૪ ]. સોલંકી કાલ
[ પ્ર. મંદિરમાં, વઢવાણની માધાવાવમાં તથા સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપરનાં અનેક મંદિરમાં “ોગી જગમ રાઉલ જોત રાઉલ” એવા શબ્દ કોતરેલા મળે છે.આ આવા બીજા લેખ પણ હોવા સંભવે છે. “પ્રબંધચિંતામણિમાં મૂળરાજ સોલંકીના સંબંધમાં એમને ચમત્કારિક વૃત્તાંત આવે છે તે કંથડી યોગી નાથપંથી હોવાને તક છે. નાથ યોગીઓની ગુજર દેશની પરંપરા તેમજ પૂર્વ ભારત સાથેના એના સંબંધ ઉપર આ ઉલ્લેખો પ્રકાશ પાડે છે
સારંગદેવ વાઘેલાના સમયની સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની “ત્રિપુરાંતકપ્રશસ્તિ'માં પાશુપત સંપ્રદાયના એક પ્રભાવશાળી આચાર્ય, જે ત્યાગી નહિ, પણ ગૃહસ્થ હતા, તેમની તીર્થયાત્રાઓ, વૈભવ, વિદ્વત્તા અને સોમનાથના મંદિરના એમણે કરેલા જીર્ણોદ્ધારનું છોતેર શ્લોકોમાં એક સુંદર કાવ્યરૂપે વર્ણન છે. ૧૧ લકુલીશના શિષ્ય ગાર્ગોયની શાખામાં, કાર્તિકરાશિના વંશમાં, ત્રિપુરાંતક થયા હતા. હિમાલય, કેદારનાથ, પ્રયાગ, શ્રીપર્વત, નર્મદા, ગોદાવરી-યંબક અને રામેશ્વર એમ ઉત્તરથી દક્ષિણ સુધીનાં અનેક તીર્થોમાં યાત્રા કરીને ત્રિપુરાંતક પશ્ચિમ કિનારે દેવપત્તન અથવા પ્રભાસ આવ્યા. જ્યાં સરસ્વતી સાગરને મળે છે ત્યાં સાક્ષાત શંકર જેવા ગંડ બૃહસ્પતિએ ત્રિપુરાંતકને સોમનાથના મંદિરના છ મહંત કર્યા સેમિનાથની આસપાસ ત્રિપુરાંતકે કરાવેલાં અનેક ધર્મસ્થાનોની વાત તથા મંદિરના ચાલુ ખર્ચ, સમારકામ, સાફસૂફી, દૈનિક પૂજા તથા ઉત્સવો માટે શી વ્યવસ્થા હતી એની ઘણી રસપ્રદ હકીકતો લેખમાં આપેલી છે. ભારતના એક મહત્તમ શિવ તીર્થ વિશે અગત્યની માહિતી પૂરી પાડતા સમકાલીન દસ્તાવેજ તરીકે પણ આ શિલાલેખનું ઘણું મહત્વ છે.
સોલંકી રાજાઓ “પરમ-મહેશ્વર' કહેવાતા. ઉકીર્ણ લેખોમાં ઘણાખરા રાજાઓને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ” કહ્યા છે. રાજકુટુંબનો પરંપરાગત કુલ ધર્મ શૈવ હતો અને ઈષ્ટ દેવ સોમનાથ હતા. સર્વ સેલંકી રાજાઓએ ઘણું સેવ મંદિર બંધાવ્યાં હતાં. ૧૨ શિવ મઠે સાધનસંપન્ન હતા અને મઠાધીશે સમાજમાં વિશેષ પ્રભાવ ધરાવતા હતા.૧૩ આ મઠો મુખ્યત્વે લકુલીશ અથવા પાશુપત સંપ્રદાયના હશે એમ લાગે છે. ૧૪ શિવ ધર્મના અન્ય સંપ્રદાયોમાં કૌલ અને કાપાલિક સંપ્રદાય નામાચારી પ્રકારના હતા. કૌલ, કાપાલિક, રહમાણ અને ઘટચટક સંપ્રદાયમાં માંસાહાર વજર્ય નહોતા.૧૫ સમકાલીન સાહિત્ય અને અભિલેખોનાં પ્રમાણ જોતાં વૈષ્ણવ ધર્મ પણ વ્યાપક પ્રચારમાં હતો; જોકે તુલનાએ - વધારે મોટી જનસંખ્યા શિવધર્મની અનુયાયી હોય એ શક્ય છે. અલબત્ત, જનસમાજની અને સમાજધુરીની એકંદરે વૃત્તિ સમન્વયાત્મક હેઈ શિવ અને