Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ર ].
લકી કાલ
[ પ્ર. સ્વરૂપે અને બીજી રેખા ઉપર-માત્રા તરીકે નિશ્ચિતપણે પ્રયોજાતી જોવા મળે છે; જેમકે જે માં. આજની પેઠે બંને રેખા વર્ણને મથાળે ઉપર-માત્રા સ્વરૂપે પ્રયાજાતી ભાગ્યે જ જોવા મળે છે.
અંતર્ગત મો માં અંતર્ગત જુની માત્રા ઉપર માત્રા અને પડિમાત્રા બને પ્રકારે પ્રયોજાય છે જેમકે શો અને જોકે પડિમાત્રાનો પ્રયોગ વિશેષ નજરે પડે છે. એમાં અંતર્ગત મા નું ચિહ્ન પ્રચલિત પદ્ધતિ અને સ્વરૂપે પ્રયોજાયું છે.
અંતર્ગત શો ના વરચિહ્નમાં અંતર્ગત જે ની માફક અહીં પણ એક માત્રા નિશ્ચિતપણે પડિમાત્રા-સ્વરૂપે કરવામાં આવતી જોવા મળે છે. દા. તધ ન બને નમૂના. ધ ની ટોચે શિરોરેખાને પ્રચાર નિશ્ચિત થયેલ નહિ હોવાથી અંતર્ગત મા ના ચિહ્નને પ્રયોજવાની બાબતમાં જેમ વિવિધતા નજરે પડે છે (દા. ત. ઘ ના બંને મરોડ), તેમ તેઓની સાથે પડિમાત્રા જોડવામાં પણ વૈવિધ્ય જોવા મળે છે.
એકંદરે અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ તેઓના અર્વાચીન નાગરી સ્વરૂપની લગોલગ આવી પહોંચ્યું છે કે અહીં અંતર્ગત C નું સ્વરચિહ્ન પડિમાત્રાસ્વરૂપે વિશેષ પ્રચારમાં હોવાનું જણાય છે. સંયુક્ત વ્યંજને
પદમાં ચૌલુક્યકાલીન લેખોમાં પ્રયોજાયેલા સંયુક્ત વ્યંજનના કેટલાક નમૂના આપ્યા છે. સંયુક્ત વ્યંજનનું સ્વરૂપ તપાસતાં તેઓનાં કેટલાંક તરી આવતાં લક્ષણ જણાય છે, જે નીચે મુજબ છેઃ
(1) ચૌલુક્યકાળ દરમ્યાન પણ વ્યંજનચિહ્નોના જેઠાણની અગાઉ ત્રણ પદ્ધતિ ચાલુ રહેલી નજરે પડે છેઃ (અ) પૂર્વ વ્યંજનની નીચે સીધે ઉત્તર વ્યંજન જોડવાની પદ્ધતિ; જેમકે , ગ્ર, અને માં; (આ) પૂર્વ વ્યંજનને નીચ છેડે સાધારણ રીતે બે ટોચવાળા ઉત્તર વ્યંજનની ડાબી ટોચ જોડવાની પદ્ધતિ, અર્થાત વાયવ્ય–અગ્નિ સ્થિતિમાં વ્યંજનેને જોડવાની પદ્ધતિ; જેમકે જા અને સૈ માં,
) પૂર્વ વ્યંજનની જમણી ઊભી રેખા સાથે ઉત્તર વ્યંજનની ડાબી રેખા એકાકાર કરીને, અર્થાત પશ્ચિમ–પૂર્વ (કે સીધા આડા) જોડવાની પદ્ધતિ; જેમકે રમ માં.
ચૌલુકાલ દરમ્યાન પ્રયોજાતી આ ત્રણેય પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિના સંયુક્ત વ્યંજનેનું બાહુલ્ય છે, બીજી પદ્ધતિનું પ્રમાણ એનાથી સહેજ ઓછું છે, જ્યારે ત્રીજી પદ્ધતિનું પ્રમાણ અ૯પ છે.
(૨) ઉત્તર બંજન તરીકે ને પ્રાચીન મરોડ પણ આ સમયે પ્રજા