Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રર૪] સાલંકી કાલ
[ . ગૌર્જર અપભ્રંશમાં ૧૮ કડીઓનું “મહાવીર જન્માભિષેક' નામક કાવ્ય રચ્યું છે. ભદિકાવ્ય પર જયમંગલસૂરિએ ટીકા રચી છે તે આ જયમંગલસૂરિથી ભિન્ન છે કે કેમ એને નિર્ણય કરવા જેવું છે. મુનિ શ્રી ચતુરવિજયજીએ તો આ ટીકા આ જયમંગલસરિની હવાને મત પ્રદર્શિત કર્યો છે. ૧૧૪
પ્રબોધચંદ્રગણિઃ જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબોધચંદ્રગણિએ સં. ૧૭૨૦ (ઈ. સ. ૧૨૬૪)માં “સંદેહદેલાવલી” ઉપર વૃત્તિની રચના કરી છે. એનું સંશોધન લક્ષ્મીતિલક ઉપાધ્યાય, જિનરત્નસૂરિ અને ચંદ્રતિલક ઉપાધ્યાયે કર્યું હતું. પ્રબોધચંદ્રગણિ પદ્મદેવગણિ પાસેથી લક્ષણ અને સાહિત્ય શીખ્યા હતા, વાચનાચાર્ય ગુણચંદ્ર પાસે “કાતંત્રપજિકા” ભણ્યા હતા અને વિજયદેવસૂરિ પાસે તકશાસ્ત્ર અને જિનપાલ ઉપાધ્યાય પાસે આગમ શીખ્યા હતા.
સેમપ્રભસૂરિ : આ. ધર્મષસૂરિના શિષ્ય સમપ્રભસૂરિએ યતિછતકલ્પસૂત્ર” અને કેટલાંક તેની રચના કરી છે. તેઓ સં. ૧૩૨૧(ઈ. સ. ૧૨૬૫)માં વિદ્યમાન હતા.
મુનિદેવ મુનિ મુનિદેવ નામના જૈનાચાર્ય સં. ૧૩રર(ઈ. સ. ૧૨૬૬)માં ૪૮૫૫ શ્લેક્ટ્રમાણુ “શાંતિનાથચરિત” નામક ગ્રંથ રચ્યો છે, તેમાં શાંતિનાથનું ચરિત વર્ણવ્યું છે. આ ચરિત્રમાં દેવાનંદસૂરિરચિત “સિદ્ધસારસ્વત વ્યાકરણને ઉલેખ કરે છે. ૧૧૫
ધર્મ તિલક મુનિ : આ. જિનેશ્વરસૂરિના શિષ્ય ધર્મ તિલક ઉપાધ્યાયે સં. ૧૩૨૨(ઈ. સ. ૧૨૬૬)માં આ. જિનવલ્લભસૂરિકૃત ૩%ાસિક% પદથી શરૂ થતા પ્રાકૃત “અજિતશાંતિસ્તવની વૃત્તિ રચી છે.
સિંહતિલકસૂરિ ઃ આ. સિંહતિલકસૂરિ વિબુધચંદ્રસૂરિના શિષ્ય હતા એમ એમની કૃતિઓ ઉપરથી જણાય છે. એમણે સં. ૧૩૨૭(ઈ. સ. ૧૨૭૧)માં મંત્રરાજ રહસ્ય' નામક ગ્રંથ રચ્યો છે, જે સૂરિમંત્રના વિષયમાં વિશદ બોધ આપે છે. વળી, સં. ૧૩૨૩(ઈ.સ. ૧૨૬૭)માં “વર્ધમાન-વિદ્યાકલ્પ' રચ્યું છે. આ પદ્મપ્રભસૂરિએ રચેલા “ભુવનદીપક” નામક જ્યોતિષના ગ્રંથ ઉપર ૧૭૦૦ શ્લેકપ્રમાણ વૃત્તિની રચના સં. ૧૩૨૬(ઈ. સ. ૧૨૭૦)માં કરી છે. ગણિતજ્ઞ શ્રીપતિના
ગણિતતિલક” ઉપર સં. ૧૩૩૦(ઈ. સ. ૧૨૭૪)ની આસપાસ વૃત્તિ રચી છે. વળી, “પરમેષિવિદ્યાયંત્ર સ્તોત્ર” અને “લઘુનમસ્કારચક્રસ્તોત્ર' અને “ઋષિમંડલયંત્રતેત્ર” જેવા નાના મંત્રવિષયક પદ્યગ્રંથ પણ રચ્યા છે. - પ્રદ્યુમ્નસૂરિઃ આ. કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ આ. હરિભ