Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨૮ ] સાલમાં કાલ
[ » સાહાર' નામક ગ્રંથ સંસ્કૃતમાં સં. ૧૩૩૮(ઈ. સ. ૧૨૮૨)માં રચ્યો છે. આમાં દિક્ષસ્થાન, ગ્રામ્યનિમિત્ત વગેરે ૧૧ વિષય ઉપર શકુનના ફળાદેશને વિચાર કર્યો છે. ૧૨ ૧
જિનપ્રભસૂરિઃ આ. જિનસિંહરિના શિષ્ય આ. જિનપ્રભસૂરિએ લઘુખરતરગચ્છશાખા પ્રવર્તાવી હતી. એમણે અનેક સંસ્કૃત તથા પ્રાત ગ્રંથ અને તેત્રે રચ્યાં છે. કેટલીક રચનાઓ ઈ. સ. ૧૩૦૪ સુધીમાં કરેલી છે ને કેટલીક એ પછીના સમયમાં કરેલી છે. આ આચાર્યને એ નિયમ હતો કે રોજ એક સ્તોત્રની રચના કર્યા પછી જ આહાર-પાણી લેવાં, તેથી એમણે રચેલાં અનેક ઑાત્ર મળી આવે છે. વિ. સં. ૧૩૫ર(ઈ. સ. ૧૨૯૬)માં ખેતલ કાયસ્થની વિનંતીથી “કાતંત્રવિમ' નામક ગ્રંથ, અને સં. ૧૩૫૬(ઈ. સ. ૧૩૦૦)માં
શ્રેણિકચરિત' જે વ્યાકરણનાં સૂત્રો અને ચરિત્ર એ બંને આશ્રયપૂર્વકનું હેવાથી “કથાશ્રય” નામથી પ્રસિદ્ધ છે તે, કાવ્યની રચના કરી છે. એમણે “વિધિમપા” નામનો પ્રતિકા-વિષયક ગ્રંથ પણ રચ્યો છે. વળી એમણે વિવિધ તીર્થોની યાત્રા કરીને તીર્થો વિશે એતિહાસિક ખ્યાલ આપતો “વિવિધતીર્થકલ્પ' નામક ગ્રંથ ર છે. આ ગ્રંથ ઐતિહાસિક દષ્ટિએ મહત્વનો છે. એમાં ગુજરાતનાં અનેક સ્થળોની માહિતી આપેલી છે.
મલ્લેિષણસૂરિ નાગૅદ્રગચ્છીય આ. ઉદયપ્રભસૂરિના શિષ્ય મહિષેણસૂરિએ હેમચંદ્રાચાર્ય રચિત “અન્યોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિ” નામક સંસ્કૃત કાત્રિશિકા ઉપર “સ્વાહાદમંજરી” નામક ન્યાયવિષયને ટીકાત્મક ગ્રંથ રચ્યો છે (ઈ. સ. ૧૪ મી સદીને પૂર્વાર્ધ). આ ટીકાની રચનામાં ખરતરગચ્છીય આ. જિનપ્રભસરિએ મદદ કરી હતી. ૨૨ એમાં મહિષેણે પ્રસન્નગંભીર શૈલી અપનાવી છે અને સર્વદર્શન-સારસંગ્રહ કરેલો હોવાથી આ ટીકાગ્રંથને લોકમાં સમાદર થયો છે. દિગંબરાચાર્ય જિનસેનના શિષ્ય મક્ષિણસરિએ રચેલા “રવપાવતી કલ્પમાં આ મહિષણે સહાય કરી હતી.
ચંડ પંડિતઃ ધવલનિવાસી ચંડ પતિ સાથે વિદ્વાન હતો. એણે શ્રીહર્ષ કવિના “નૈષધીય મહાકાવ્ય” ઉપર ટીકા રચી છે (ઈ. સ. ૧૨૯૭ લગભગ). એને વાજપેયયન અને બૃહસ્પતિસવ યજ્ઞ કરીને “સમ્રાટ” તેમજ “સ્થપતિ ની પદવી પ્રાપ્ત કરી હતી. વળી, એણે કાદશાહ અને અગ્નિચિત ય પણ કર્યા હતા. ૨૩
સુરપ્રભ મુનિ આ. જિનપતિસરિના શિષ્ય મુનિ સુરપ્રભ સ્તંભતીર્થમાં પિતાની જપવાથી દિગંબરવાદી યમદંડને જીતી લીધો હતો (ઈ. સ. ૧૩ મી