Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ સુ]
ભાષા અને સાહિત્ય
[ ૩૨૯
C
સદી ). એ સુરપ્રભમુનિએ ‘ કાલસ્વરૂપમુલક-વૃત્તિ,’ સ્ત ંભનકેશપાસ્તવ' અને ‘ બ્રહ્મકપ’ નામની કૃતિ રચી છે. આ સુરપ્રભમુનિએ ચંદ્રતિલક ઉપાધ્યાયને વિદ્યાનંદ વ્યાકરણ' ભણાવ્યું હતું અને પૂર્ણભદ્રસ્કૃત ધન્ય-શાલિભદ્રચરિત ’નું શાધન કર્યું હતું.
નમિચંદ્રસૂરિ :રાજગીય આ. વૈરસ્વામીના શિષ્યનેમિચદ્રસૂરિએ કણાદના વૈશેષિકમતનું ખંડન કર્યુ છે૧૨૪ (ઈ. સ. ૧૩મી સદી). એ સાધી એમણે કયા ગ્રંથ રચ્યા એ જાણવામાં આવ્યું નથી.
નચંદ્ર ઉપાધ્યાયઃ કાશહગીય આ. ઉદ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિના શિષ્ય નરચંદ્ર ઉપાધ્યાયે જ્યેાતિષ-વિષયના અનેક ગ્રંથ નિર્માણુ કર્યાં છે (ઈ. સ. ૧૩મી સદી). તે આ. દેવાનંદસૂરિને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે.૧૨૫ એમણે ૧ જનાસમુદ્ર નામે જાતક-ગ્રંથ, જેમાં લગ્ન અને ચંદ્રમાંથી સમસ્ત કળાને વિચાર કર્યાં છે તે, અને એના ઉપર સ્વાપન બઢાજાતક ’ નામની વૃત્તિ, ૨ પ્રશ્નશતક-સાવસૂરિ, ૩ જ્ઞાનચતુવિ ઋતિકા-સાવચરિ, ૪ જ્ઞાનદીપિકા, ૫ લગ્નવિચાર, ૬ જ્યોતિષપ્રકાશ, છ ચતુવિ શકાહાર-સાવર વગેરે ગ્રંથા રચી જાતિષ-વિષયમાં અપૂર્વ` પ્રકાશ પાડયો છે.
*
ઃ
C
કનકપ્રભસૂરિ : ચદ્રગચ્છીય દેવેદ્રસૂરિના શિષ્ય કનકપ્રભસૂરિએ ઈ. સ. ૧૩ મી સદીમાં આ. હેમચંદ્રસૂરિના શિષ્ય ઉદયચંદ્રના ઉપદેશથી · સિદ્ધ-હેમચંદ્ર શબ્દાનુશાસન ’ પર ‘ ન્યાયસાર-સમુદ્ધાર ’ અપર નામ ‘બૃહન્યાસદુ પદ વ્યાખ્યા’ · નામથી ન્યાસની રચના કરી છે.૧૨૬
>
નામક
આજડ કવિ: ભાજદેવે વિ. સં. ૧૧૫૦(ઇ. સ. ૧૦૯૪) લગભગમાં સરસ્વતીકંઠાભરણુ નામક ૬૪૩ કારિકાઓમાં માટે ભાગે સંગ્રહાત્મક ગ્રંથ રચ્યા છે. એના ઉપર ભાંડાગારિક પાચંદ્રના પુત્ર આજડે ‘ પદપ્રકાશ ટીકાત્મક ગ્રંથની રચના કરી છે (ઈ. સ. ૧૩ મી સદી). આજડ આ. ભદ્રેશ્વરસૂરિને ગુરુ માનતા હતા અને બૌદ્ઘ તાર્કિક દિફ્નાગ સમાન માનતા હતા. આ ટીકાગ્રંથમાં પ્રાકૃતભાષાની વિશેષતાનાં ઉદાહરણા તથા વ્યાકરણના નિયમોના ઉલ્લેખ છે.
"
"
મેલપ્રભસૂરિ : આ. મેધપ્રભસૂરિએ ‘ધર્માભ્યુદય ' નામે છાયા–નાટયપ્રબંધની રચના ઈ. સ.ની ૧૭મી સદીમાં કરેલી છે. આ નાટકમાં દશાણ ભદ્રનું જીવન આલેખાયેલુ છે. આમાં ૪૨ પદ્ય છે. આ નાટક પાર્શ્વનાથના જિનાલયમાં યાત્રાપ્રસંગે ભજવાયું હતું.