Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૨૭ ક પ્રમાણુરૂપે ઉદ્ધત કર્યા છે, જેનાથી ટીકાકારને પાંડિત્યનો ખ્યાલ આવે છે.
વધમાનગણિઃ આ. હેમચંદ્રસૂરિના શિષ્ય વર્ધમાનગણિએ .િ સં. ૧૧૯૦(ઈ. સ. ૧૧૭૪) લગભગમાં “કુમારવિહારપ્રશસ્તિ'ની વ્યાખ્યા કરી છે તેમાં એમણે પ્રથમ ૬ અર્થ કર્યા હતા, પછી એના ૧૧૬ અર્થ કર્યા છે.• વર્ધમાનગણિની લાક્ષણિક અને સાહિત્યિક વિદ્વત્તાનો આ વ્યાખ્યાથી અને કાવ્યથી પરિચય મળે છે.
સિદ્ધસૂરિ ઉપકેશગચ્છીય આ. દેવગુપ્તસૂરિના શિષ્ય આ. સિદ્ધસૂરિએ વિ. સં. ૧૧૯૨ (ઈ. સ. ૧૬૩૬)માં “બૃહèત્રસમાસ-ત્તિ” રચી છે.
સાગરચંદ્રસૂરિ : ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની સભામાં સાગરચંદ્ર નામના વિદ્વાન હતા (ઈ. સ. ૧૧૩૭ પહેલાં), વર્ધમાનસૂરિ-રચિત “ગણરત્નમહોદધિમાં સાગરચંદ્રસૂરિએ રચેલા કેટલાક શ્લોકોનાં અવતરણ છે તે ઉપરથી જણાય છે કે એમણે સિદ્ધરાજ સંબંધી કોઈ કાવ્યગ્રંથ રચ્યો હશે. સાગરચંદ્ર મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત” ટીકા રચનારા રાજગીય માણિકષચંદ્રસૂરિના ગુરુ હતા, તે “ગણમહોદધિ માં ઉલ્લેખાયેલા સાગરચંદ્રથી અભિન્ન હોય એવું અનુમાન થાય છે.
ચંદ્રસૂરિ : મલધારી હેમચંદ્રસૂરિના બી પટ્ટધર ચંદ્રસૂરિ, જેઓ પૂર્વાશ્રમમાં લાટ દેશની મંત્રી-મુદ્રા ધારણ કરતા હતા, તેમણે વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)માં “મુનિસુવ્રત ચરિત,” “સંગ્રહણી,” “ક્ષેત્રસમાસ” વગેરે પ્રાકૃત કૃતિઓ રચી છે. એકદા આ. ચંદ્રસૂરિ વિહાર કરતા ધોળકા નગરમાં આવ્યા ને “ભર્ચ” નામના જિનમંદિર પાસે રહ્યા ત્યારે ત્યાંના ધવલ એટીએ
મુનિસુવ્રતચરિત” રચવા એમને વિનંતી કરી અને એમણે આશાવલ્લીપુરીમાં નાગિલ શ્રેણીના પુત્રોને ઘેર રહીને “મુનિસુવ્રતસ્વામિચરિત’ રચ્યું. ૧૧,૦૦૦ લેક્ટ્રમાણ “આ ચરિત 'ના અંતે ૧૦૦ શ્લેક જેવડી પ્રશસ્તિ છે, જેમાં ઐતિહાસિક હકીકત જાણવા મળે છે. પ્રશસ્તિમાં ગુરુ અને દાદાગુરુનું વર્ણન વિસ્તારથી કર્યું છે. શાકંભરીના રાજા પૃથ્વીરાજ, વાલિયરના રાજા ભુવનપાલ, સોરઠના રાજા ખેંગાર અને અણહિલપુરના રાજા સિદ્ધરાજ જયસિંહ આદિને એમાં ઉલ્લેખ છે. જનોને એક સંઘ પગપાળે ગિરનારની યાત્રા કરવા પાટણથી નીકળે તેમાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ હતાં. વચ્ચે આવતાં અનેક ગામમાં થઈ એણે જ્યારે છેલ્લે પડાવ સૌરાષ્ટ્રના વંથળી મુકામે નાખે ત્યારે સંઘના માણસોનાં ભૂષણ વગેરેની સમૃદ્ધિ જોઈ ત્યાંના રાજા ખેંગારની દાનત બગડી. રાજાના સાથીદારોએ ઘેર બેઠે આવેલી લક્ષ્મીને લૂંટી લઈ ખજાને ભરી