Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૧૧ જયંતવિજય મહાકાવ્યની રચના કરી છે. આ કાવ્ય ૨૨૦૦ ગ્લેમ્પરિમાણ છે. એ ૧૦ સર્ગોમાં વિભક્ત છે. આમ તેઓ ખરતરગચ્છના ગણાય છતાં એમણે પ્રશસ્તિમાં “ખરતરને ઉલ્લેખ કર્યો નથી. આમાં જયંત નામના નૃપતિનું ચરિત આલેખ્યું છે.
જગડકવિ : આ. જિનેશ્વરસૂરિના શિષ્ય વિ જગડુએ “સમ્યકત્વ ચોપાઈ' નામનું ૬૪ કડીનું ઉત્તરકાલીન ગૌર્જર અપભ્રંશ ભાષાનું કાવ્ય રચ્યું છે. કવિએ કાવ્યમાં કેટલીક જોકોક્તિઓ અને ઉપમાઓને પ્રયોગ કર્યો છે. આ કવિ. સં. ૧૨૭૮(ઈ. સ. ૧૨૨૨) અને સં. ૧૩૩ (ઈ. સ. ૧૨૭૪) વચ્ચે વિદ્યમાન હતો.
બાલચંદ્રસૂરિ : આ. બાલચંદ્રસૂરિ ચંદ્રગચ્છના આ. હરિભદ્રસૂરિના શિષ્ય હતા. પૂર્વાશ્રમમાં તેઓ મોઢેરાના મોઢ બ્રાહ્મણ હતા. એમનું નામ મુંજાલ, એમના પિતાનું નામ ધરાદેવ અને માતાનું નામ વિદ્યુત-વીજળી હતું. ધરાદેવ જન શાસ્ત્રોના જ્ઞાતા હતા. હરિભદ્રસુરિને ઉપદેશ સાંભળી મુંજાલને વૈરાગ્ય જાગ્રત થતાં એણે માતા-પિતાની સંમતિથી દીક્ષા લીધી. ચૌલુક્ય રાજાઓના ગુરુ પદ્માદિત્ય પાસે એણે વિદ્યાધ્યયન કરી સૂરિપદ પ્રાપ્ત કર્યું. વાદી દેવસૂરિના ગચ્છના આ. ઉદયસૂરિએ એમને સારસ્વત મંત્ર આપ્યો અને એની સાધના કરતાં સરસ્વતીએ બાલચંદ્રસૂરિને કહ્યું: “વત્સ ! બાલ્યકાલથી તે કરેલા સારસ્વત ધ્યાનથી હું પ્રસન્ન થઈ છું. જેમ કાલિદાસ આદિ મારી ભક્તિથી કવિ ગયા તેમ તું પણ મહાકવિ થઈશ. પરિણામે એમણે મંત્રી વસ્તુપાલના જીવન વિશે ‘વસંતવિલાસ” નામે ૧૪ સર્ગાત્મક મહાકાવ્ય વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦) પછી રચ્યું છે. આમાં આરંભમાં પિતાનું આત્મવૃત્તાંત, અણહિલવાડ નગર, રાજા મૂલરાજથી લઈ રાજા વીરધવલ સુધીના રાજાઓ તથા વસ્તુપાલનાં પરાક્રમ અને ગુણનું સંકીર્તન તથા સુકૃત્યેનું વર્ણન કર્યું છે. આ કાવ્ય મંત્રી વસ્તુપાલના પુત્ર જયંતસિંહના વિનદ માટે રચ્યું છે. આ સિવાય “કરુણાવશ્વયુધ’ નામે નાટક રચ્યું છે, તેમાં ચક્રવતી રાજા વિશ્વયુધ પિતાનું માંસ આપી બાજ પક્ષીથી કબૂતરને બચાવે છે એ વસ્તુનું વર્ણન કર્યું છે. આ નાટક મંત્રી વસ્તુપાલે કાઢેલા સંઘના મનોરંજનાથે શત્રુંજય ઉપર ઋષભદેવના યાત્રામહસવ પ્રસંગે ભજવાયું હતું. વિ. સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૧) લગભગમાં આ નાટક રચાયું હોય એમ જણાય છે.
વળી, એમણે કવિ આસડની બે પ્રાકૃત રચનાઓ “ઉપદેશકંદલી” અને વિકમંજરી” ઉપર વિસ્તૃત ટીકાઓ રચી છે તેમાં અનેક કથાઓનો સંગ્રહ કર્યો છે. કેટલીક કથાઓ સ્વતંત્ર કૃતિઓ જેવી ચાર ચાર સર્ગાત્મક રચી છે.