Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૮] સેલંકી કાલ
[ . મંત્રી-પદે સ્થાપના થઈ અને લાટપતિ શંખને તથા મારવાડથી ચડી આવેલા ચાર રાજાઓને મંત્રીએ એકીસાથે પરાજય કર્યો એનું વર્ણન કર્યું છે. પછી તો મહાકાવ્યની ધાટીએ પુરપ્રમદ, ચંદ્રોદય, સૂર્યોદય વગેરેનું વર્ણન છે. કવિએ સંસારની અસારતાનું પણ વર્ણન કર્યું છે. મંત્રીએ સંધ સાથે શત્રુંજય અને ગિરનારની કરેલી યાત્રાઓનું રોચક વર્ણન કરીને કાવ્યને પૂર્ણ કર્યું છે.
ઇતિહાસ ઉપરાંત કાવ્યની દૃષ્ટિએ આ કાવ્ય કાલિદાસની કાવ્યચાતુરી અને પ્રસાદગુણનું અનુસરણ કરે છે. છ મંત્રી વસ્તુપાલે સોમેશ્વરની કાવ્યરચનાની ખૂબ પ્રશંસા કરી છે.૯૮ કવિએ આ ઉપરાંત સુરત્સવ, રામશતક, ઉલ્લાઘરાઘવ નાટક, કર્ણામૃતપ્રપા વગેરે ગ્રંથ રચેલા છે. આબુ ઉપર મંત્રી તેજપાલે બંધાવેલી લૂણસિંહ વસહીની, ગિરનાર અને શત્રુંજય ઉપર વસ્તુપાલ-તેજપાલે ઉદ્દત કરેલાં મંદિરોની તથા વીસલદેવે દર્ભાવતીમા વૈદ્યનાથ મંદિરના કરેલા જીર્ણોદ્ધારની પ્રશસ્તિઓ પણ સામેશ્વર કવિએ રચી છે. વિરધવલે ઘોળકામાં બંધાવેલા વીરનારાયણપ્રાસાદની ૧૦૮ શ્લોકેની પ્રશસ્તિ પણ એણે રચી છે એવું
ચતુર્વિશતિપ્રબંધથી જણાય છે. એણે યામા માં એક નાટક રચીને રાજા ભીમદેવની સભાને હર્ષિત કરી હતી, જે નાટક આજે ઉપલબ્ધ નથી. આ સિવાય જુદા જુદા પ્રબંધોમાં સેમેશ્વરનાં સંખ્યાબંધ શીર્ઘકાવ્ય, સ્તુતિકા, સમસ્યાપૂર્તિઓ અને પ્રશંસાત્મક પ્રાસંગિક પદ્યો મળી આવે છે.
સુભટ કવિ (ઈ. સ. ૧ર૩૬ લગભગ) મંત્રી વસ્તુપાલના આશ્રિત કવિ સુભટે “દૂતાંગદ-છાયાનાટક” (ઈ. સ. ૧૨૩૬ લગભગ) રચ્યું છે, એ સિવાય એની બીજી કઈ કૃતિ મળતી નથી. આ નાટકમાં અંગદવિષ્ટિના પૌરાણિક પ્રસંગને લઈને સુભટે પિતાના રચેલા શ્લેકે ઉપરાંત ભવભૂતિ, રાજશેખર વગેરે પૂર્વકાલીન કવિઓના શ્લેક અપનાવીને આ નાટકના અંતમાં એ કવિઓને ઋણસ્વીકાર કર્યો છે. આ નાટક ત્રિભુવનપાલની આજ્ઞાથી પાટણમાં ભજવવામાં આવ્યું હતું. આ નાટકની પ્રસ્તાવનામાં કવિએ પિતાને વાકયમાળવારંnત તરીકે ઓળખાવેલ છે, આથી જણાય છે કે એણે પ્રમાણુશાસ્ત્રને કેઈ ગ્રંથ રચ્યો હશે. સુભટને સોમેશ્વર સાથે મૈત્રી હતી. સોમેશ્વરે સુભટની કવિતાની પ્રશંસા કરી છે.•
મદન કવિઃ મદન કવિ ક્યાં હતો એ જાણવા મળતું નથી, પણ એ મંત્રી વસ્તુપાલને આશ્રિત કવિ હતા એટલું નક્કી છે. એણે કેઈ ગ્રંથની રચના કરી હોય એમ જણાતું નથી. એક બીજો મદન, જેણે પારિજાતમંજરી' નામક નાટિકા લગભગ આ જ સમયમાં રચી છે તે, ધારાના રાજા અજુનવમને આશ્રિત કવિ હતા. એ જ કવિ ગુજરાતમાં આવ્યો હોય અને મંત્રી વસ્તુપાલને આશ્રિત