Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૬ ] સેલંકી કાલ
[પ્ર. મોહડવાસ આદિ તળ ગુજરાતનાં ગામોનાં નામ આપ્યાં છે. આ ગ્રંથકારે સંસ્કૃતમાં
પાર્શ્વનાથચરિત”, “મહિલનાથચરિત” અને “આદિનાથચરિતરચ્યાં છે તેનાં નામ મળ્યાં છે. બીજા ગ્રંથ વિશે જાણવા મળતું નથી.
હરિહર કવિ : હરિહર કવિ “નિષધીયચરિત'ના કર્તા શ્રીહર્ષના વંશને હતો. એણે સરસ્વતીની સાધના કરી પ્રત્યક્ષ કરી હતી એમ કહેવાય છે. એ ગર્ભશ્રીમંત " હતું. ભાર સમૃદ્ધિ સાથે એ પિતાના ગૌડ દેશથી નીકળી ગુજરાતમાં વિરધવલ રાજાની રાજસભામાં આવ્યો, પરંતુ કવિ સોમેશ્વરને એનું આગમન રચ્યું નહિ. હરિહર રાજસભામાં આવ્યો ત્યારે સોમેશ્વર ત્યાં ઉપસ્થિત ન રહ્યો, આથી હરિહરે સેમેશ્વરના ગર્વનું ખંડન કરવાનો નિર્ધાર કરી યુક્તિ રચી. છેવટે મંત્રી વસ્તુપાલે એ બંને વચ્ચે મૈત્રી કરાવી અને બંને એકબીજાની કાવ્યકલાના પ્રશંસક બન્યા.• મંત્રી વસ્તુપાલે હરિહરનાં પ્રશંસાત્મક પદ્ય રચ્યાં છે. આ હરિહર કવિએ “શંખપરાભવ નાટકરચી વસ્તુપાલના ગુણોનું કીર્તન કર્યું છે. એણે શ્રીહર્ષના “નૈષધીય મહાકાવ્ય' ઉપર ટીકા રચી છે. એ ઉપરાંત પ્રબંધોમાં ઉદ્ધત કરેલાં હરિહરનાં શીઘકાવ્ય અને સોમનાથનાં દર્શન કરતી વેળા રચેલાં
સ્તુતિકાવ્ય મળે છે. એ સિવાય એમને રચેલે બીજો કોઈ ગ્રંથ મળતો નથી, છતાં પિતામાં એક દિવસમાં પ્રબંધ રચવાની શક્તિ હતી એમ પોતે જ કહે છે.” | વિજયસેનસૂરિઃ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના ગુરુ નાગુંદ્રગચ્છીય આ. વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮(ઈ.સ. ૧૨૪૨)ની આસપાસ ગુજરાતી ભાષામાં
રેવંતગિરિરાસુ” નામક કાવ્ય રચ્યું છે. તેઓ આ. હરિભદ્રસૂરિના શિષ્ય હતા.8 મંત્રી–બંધુ વસ્તુપાલ-તેજપાલે જે જે કાર્ય કર્યા તે આ વિજયસેનસૂરિની પ્રેરણાને આભારી હતાં. એમના જ ઉપદેશથી મંત્રી વસ્તુપાલ-તેજપાલે ગિરનારની યાત્રાનો મોટો સંઘ કાઢો. સંઘના સ્ત્રીવર્ગને ગાવા માટે ગિરનારની સ્થિતિને પ્રત્યક્ષ કરતું આ સુંદર અને એતિહાસિક કાવ્ય રચ્યું છે. કવિની શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી આ કવિતા ગેય કાવ્યની દષ્ટિએ રોચક છે. એમણે આસડ કવિની વિવેકમંજરી” ઉપરની બાલચંદ્રસૂરિની ટીકાનું સંશોધન કર્યું હતું. આ સિવાય એમની બીજી કૃતિ મળતી નથી, પણ એમની વિદ્વત્તા અને કાવ્યવાણુનાં પ્રશંસાત્મક પઘોથી૧૪ જણાય છે કે એમણે સંસ્કૃતમાં એકથી વધુ રચનાઓ કરી હશે. એમનાં સંસ્કૃત શીઘકાવ્યોનો ઉલેખ પ્રબંધમાં આવે છે.
મંત્રી વસ્તુપાલ કવિ : મહામાત્ય વસ્તુપાલ (ઈ. સ. ૧૩ મી સદીને પૂર્વાર્ધ) પતે એક શૂરવીર યોદ્ધો અને રાજકુશળ પુરુષ હતા તેમ વિદ્વાન પુરુષ પણ હતું. એ ભિન્નમાલના પ્રાચીન કવિ માઘની જેમ જ શ્રી અને સરસ્વતી